SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી [૫૪૧ લેકસાહિત્યના સંપાદનની પિતાની સજતા વિશે મેઘાણી કહે છે કે, “હું મને પોતાને ધરતીનું ધાવણ ધાવેલ તેમ જ યુનિવર્સિટીના ખોળામાં ઊછરી મોટા થયેલે માનું છું, કેમ કે લેકસાહિત્ય પ્રત્યે મને અભિમુખ કરી લોકસાહિત્યનાં મૂલ્યાંકન શીખવનાર પણ મને યુનિવર્સિટીમાંથી મળેલી કેળવણું છે એ મારી માન્યતા છે. તુલનાત્મક અભ્યાસદષ્ટિ અને સત્યાન્વેષણની સાન આપણને વિદ્યાલયમાંથી મળે છે; આપણી ઊર્મિ અને આસક્તિ ભલે જન્મગત હોય. ઊર્મિ અને આસક્તિ એકલાં નકામાં છે. એમની વિદ્યુતચેતનાને જે વિદ્યાપીઠે દીધેલી વિવેકબુદ્ધિ સાથે જોડીએ તે જ સત્યની યાત્રા કરી શકાય છે.”૫ પરંતુ મેઘાણીના અભિગમમાં જેટલું ઊર્મિતત્વ જણાય છે તેટલી શાસ્ત્રીય વિવેકબુદ્ધિ જણાતી નથી. મેઘાણીના સંપાદનમાં રહેલા શાસ્ત્રીયતાના અભાવ વિશે તે સમયે જ ફરિયાદ ઊઠી હતી. આવી ફરિયાદને મેઘાણીનો શો જવાબ હતો તે તેમને ઉમાશંકર જોશી પરના એક પત્રમાંથી જાણવા મળે છે, “.Revival માટે મેં રસમાગ લીધે તો વિદ્વાને કહેશે કે આમાં શાસ્ત્રીયતા નથી.....પણ પાંચસો ગીત દુહા, આટલાં ભજન ને આટલાં ચારણું કાવ્ય ને એનામાં રસ મૂકતી બીજી ચેકબંધ પ્રસાદીઓને બેજ ખેંચનારને અશાસ્ત્રીય કહીને કાઢી નાંખે શો લાભ છે? ને એમ હું ગણુઈને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તર જેવો નીકળી જાઉં તોયે શો અફસોસ છે? પણ હું મારી પાસે જીવનતત્ત્વ છે તેને ક્યાં લઈ જઉં તે કઈ કહેશે ?” વ્યાકરણ વસ્તુને બરાબર ન જાણી શકે તે તેમને ખ્યાલ પણ અવારનવાર પ્રગટ થતો રહ્યો છે. તેમ છતાં તેમણે એ નિખાલસ એકરાર તે કરે જ છે કે, “આ પુસ્તકમાં પડેલું તમામ લેખન શુદ્ધ શાસ્ત્રીય ન કહેવાય. પણ લેકસાહિત્યના વિષય પર જેમને ઉદ્યમ કરવો હોય તેમને ખપની અસલ સામગ્રી મેં તેમાં એકઠી કરી મૂકી છે.”૮ પોતાના સંપાદનકાર્યનું મૂલ્ય તેમણે “એકઠી કરેલી સામગ્રીથી વિશેષ આકયું નથી. સંપાદનકાર્યમાં મેઘાણીની ઘણી ઊણપ છે તે વાત સાચી, પરંતુ શાસ્ત્રીય ક્ષેત્રે પ્રારંભકારની પાસેથી આપણે પૂર્ણતાની અપેક્ષા ન જ રાખી શકીએ. તેમને એકલે હાથે અનેક ક્ષેત્રે કામ કરવાનું હતું. તેમાંય પત્રકારત્વના ધંધાથી ખીલે બંધાયાં બંધાયાં ગળે પડેલી રસ્સી જેટલે કુંડાળે ભમવા દે તેટલું જ ભમી શકાય તેમ હતું. સમયની જેમ સાધનો પણ ટાંચાં હતાં. સહાય હતા નહિ. સવેતન સહાયક માટેની તેમની માંગ પણ સંતોષાઈ જાણી નથી. આ પ્રકારના કાર્યથી અપરિચિત જનતામાં પણ કોઈક ભડક હતી. કેટલાકના મનમાં એવીય આશંકા હતી કે પિતાની આગવી મૂડી પડીએ ચઢીને મઝિયારી બની જશે તે પિતાને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy