SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ ]. ગુજરાતી સાહિત્યને ઈતિહાસ [ચં. ૪ આ સાહિત્ય નથી. તેમણે ઉદાહરણ આપી આપીને વારંવાર એ વાતનું સમર્થન કર્યું છે કે લેકસાહિત્ય પણ શિષ્ટસાહિત્યની હરોળમાં બેસવાનું અધિકારી છે. શેરડીમાં રસ કરતાં છેતરાંનું પ્રમાણ વિશેષ હોવા છતાં સાકર કરતાં તેની જુદી જ લિજજત છે તેમ લેકસાહિત્યને પણ પિતાની ઓર લિજજત છે. લોકસાહિત્ય પ્રત્યેની સમાજની સૂગ દૂર કરીને લોકસાહિત્યના કસુંબાને ઘરઘરનું પીણું બનાવ વાને તેમને મને રથ હતા. સાહિત્યનું સંપાદન અનેક દૃષ્ટિકોણથી થઈ શકે. પરંતુ આ કામ કઈ અ૯પસાધન એકલદોકલ વ્યક્તિનું નહિ પણ સાધનસંપન્ન સંસ્થાનું છે. મેઘાણીએ સંપાદનમાં મુખ્યત્વે સાહિત્યિક અને ગૌણપણે સામાજિક દૃષ્ટિકોણની મયાદામાં રહીને જ કામ કરવાનું સ્વીકાર્યું છે. તેમના જ શબ્દોમાં જોઈએ તો “લોકવાણીમાં મારે પ્રધાન રસ ઉલાસલક્ષી છે. હું તેમાંથી શોધન કરું છું રસાલાસક સૌન્દર્યનું. કઈ પણ લલિત વાયનું સર્વોપરિ સાફલ્ય એની રસલ્લાસિતામાં રહેલું છે.”૪ સાહિત્ય દષ્ટિએ તે “કેરી ચૂંદડી' જેવી પદાવલિમાંના કેરી” જેવા શબ્દની વ્યંજના પારખે છે. “તારી માનેતીની ઊઠી આંખ” જેવી પંક્તિમાંના રસસ્થાન પર આંગળી મૂકે છે, કથાગીતનું સંવિધાન તપાસે છે, ગીતના ઢાળવૈવિધ્યની અને વ્રતકથાઓને ક્યારેક ગજગતિએ તો ક્યારેક કુરંગગતિએ ચાલતા ગદ્યની લયલીલાની નોંધ લે છે. પાઠભેદોને પણ તેમણે આ દૃષ્ટિએ તપાસ્યા છે. લોકસાહિત્યના મને પામવા માટે માત્ર શબ્દશુદ્ધિ કે પાઠશુદ્ધિ જ નહિ પણ સુમેળ, સુસંગતતા અને સંઘેડાઉતાર પરિપૂર્ણ ઘાટને પણ તે આવશ્યક માને છે અને ખૂટતાં તવોની ખંતીલી શોધ કરે છે. તેમનાં સંપાદનમાં સાહિત્યિક અભિગમની જેમ સામાજિક અભિગમ પણ સક્રિય છે. આપણે સામાજિક ઈતિહાસનાં પગલાં તેમણે લેકસાહિત્યમાં જયાં છે. કથાઓ, વ્રતકથાઓ, લગ્નગીતો, ખાયણાં વગેરે આપણા સમાજજીવન પર કેવો પ્રકાશ પાથરે છે તેનાં સૂચને સંપાદિત ગ્રંથની પ્રસ્તાવનામાં છે. સેરઠની વિવિધ કેમને ઈતિહાસ પણ તેમણે ઉકેલ્યો છે. સોરઠી લોકસાહિત્યને તેમણે ગુજરાતના અન્ય પ્રદેશના લોકસાહિત્યની સાથે, મારવાડી, મરાઠી, પંજાબી, બંગાળી વગેરે ભગિનીભાષાઓના લેકસાહિત્યની સાથે તેમ જ પરદેશી લોકસાહિત્યની સાથે તુલનાત્મક દૃષ્ટિએ તપાસીને તેમનાં સામ્યસામ્યની સાહિત્યિક અને સામાજિક ધોરણે વિવેચના પણ કરી છે. આપણાં કથાગીત અને યુરોપિયન બૅલડમાં સમાન લક્ષણો વિકસે છે. ત્યાં સારા-માઠાં બેલડને કસવાના નિયમો નક્કી થયેલા છે. આપણે ત્યાં એવા નિયમ ન હોવાથી આપણાં કથાગીતાને યુરોપીય બેલડની કસોટીએ પણ ચઢાવી જોયાં છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy