SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ પર૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ ટૂંકી વાર્તાઓમાં Beautiful non-sense કહી શકાય એવી સામગ્રી પણ ઠીકઠીક પ્રમાણમાં મળે છે. ધૂમકેતુના સર્જનમાં આ રીતે લગલગ જોવા મળતી શિખરઊંચી સિદ્ધિઓ અને ખીણનીચી ખામીઓ વાચકને વિમાસણમાં મૂકી જાય છે, એક વિશિષ્ટ અનુભવ કરાવી જાય છે. બહેલાવી શકાય એવી ધૂમકેતુની વાર્તાઓ કયારેક માત્ર અહેવાલાત્મક કોટિની બની જાય છે (“માછીમારનું ગીત'). અહેવાલાત્મકતાના ભાર નીચે વાર્તા દબાય છે, શુષ્ક બને છે. શું બની રહ્યું છે એનું વર્ણન લેખક કરે છે, પણ પ્રસંગને ખરેખર બનત દેખાડતા નથી. રસનું વર્ણન કરે છે, પણ રસનો ચમત્કાર સજી શકતા નથી (‘હૃદય અને પ્રેમ'). ધૂમકેતુની સારી કહી શકાય એવી વાર્તાઓમાં પણ અપ્રસ્તુતને બાજે વરતાયા વિના રહેતું નથી. ટૂંકી વાર્તાના દેહ ઉપર જામેલા આ વધારાના મેદને કારણે સમગ્ર કૃતિમાં કૃતિને અનુભવ એથી થઈ શકતો નથી. જીવનના ઉત્તરકાળમાં ધૂમકેતુની વાર્તાકાર તરીકેની લઢણ જ નવશિક્ષિત કે અલ્પશિક્ષિત પ્રૌઢ તથા કિશોરોને અપીલ કરે તેવી ઘડાઈ ગયેલી વરતાય છે, એટલે સુધી કે નવશિક્ષિત માટે બેધક પ્રસંગકથાઓ રચવામાં રત થઈ ચૂકેલા ધૂમકેતુ પ્રસંગકથા (tale) અને ટૂંકી વાર્તા (short story) વરચેને ભેદ જ લગભગ ભૂલી બેઠેલા લાગે છે. ટૂંકી વાર્તાના વાઘા નીચે રજૂ થયેલી આ કૃતિઓ ખરેખર તે સાદી સીધી દાદાજીની વાતો જેવી પ્રસંગકથાઓ જણાય છે. છૂટાછવાયા પ્રસંગોને એકત્વની કોઈ અસર ઉપસાવ્યા વિના વર્ણનાત્મક ઢબે રજૂ કરી જતી કૃતિઓને ટૂંકી વાર્તાનું નામાભિધાન કઈ રીતે આપી શકાય? પ્રસંગેને વાર્તામાં સ્થાન અવશ્ય છે, પણ પ્રસંગે એ વાર્તાઓ નથી, એમ ધૂમકેતુએ જ અન્યત્ર નેવું છે ને! જીવનના ઉત્તરકાળમાં ટૂંકી વાર્તા લેખકના બદ્ધમતે ઉચ્ચારવાનું માધ્યમ બનતી લાગે છે. કૃતિને અંતે સરવાળો કરીને વાર્તાને સાર આપવાની પેરવી લેખક લગભગ કરી બેસે છે, પરંતુ એમાં સરવાળે વાર્તાકલાની બાદબાકી થઈ જતી વરતાશે. જીવનની ઊંડી શ્રદ્ધાની વાતને પણ લેખક સાવ સપાટી પરથી સ્પર્શે છે. વાત ઊંડા સંવેદનની હેય, પણ વાર્તાને અંતે એવું કઈ સંવેદન જાગતું જણાતું નથી. વાર્તાને અંતે નાના શે ડંખ-તણખો મૂકી જવાની આ કૃતિઓમાં ક્ષમતા નથી. ધૂમકેતુના અંતિમ વાર્તાસંગ્રહ “છેલે ઝબકારે”માં રસને કેાઈ ચમત્કાર નહિ મળે અને નહિ મળે પાત્રસર્જનની કશી વશેકાઈ. પ્રસંગજમાવટની કોઈ નિશાની નહિ મળે અને નહિ મળે ગદ્યની કોઈ રિદ્ધિ.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy