SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૩] ધૂમકેતુ [૫૧૯ટૂંકી વાર્તાનું સર્જન વાચકની રુચિને વિકાસ સૂચવે છે. વાચકની વિકસિત રુચિ ઉપર ધૂમકેતુને એ છે વિશ્વાસ હશે કે કેમ, ઇંગિતની જરૂર હોય. ત્યાં વાર્તાની વચ્ચે ધસી આવીને લેખક સંભાષણ આપી બેસે છે. સુન્દરમ પૂછે છે એમ, કૃતિના, સૌદર્યદર્શનના કોયડાને આટલે સરળ બનાવી દેવાય ખરો. કે? “ક૯૫નાની મૂર્તિઓ', ‘જનાં સ્મરણેનું એક પાનું' જેવી વાર્તાઓમાં પાત્રો કે પ્રસંગને આપમેળે બોલવા દેવાને બદલે ખુદ લેખક પાત્રો અને પ્રસંગે વતી, સર્જકને છાજતી દૂરતા અને પરલક્ષિતાને વીસરી બેસીને જ્યારે બોલવા લાગે છે ત્યારે વાચક તરીકે કહેવાનું મન થાયઃ રહે વાર્તાકાર, તમારી વાર્તાને બોલવા દે; એને હું ખોલવા દે. “નવલિકા, એ વિશે કાંઈક' નામે લેખમાં ધૂમકેતુએ એક વિવેચકનો આવો Hd 21527 : “The writer may say what he must, but he must not say what he may”, ટૂંકી વાર્તામાં કહેવા જેવું લેખકે બધું જ કહેવું જોઈએ, પરંતુ બિનજરૂરી કશું જ કહી ન શકાય, એવું ધૂમકેતુ જાણે છે અને છતાં “જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ' –એવો ઘાટ એમની નિરર્થક મંદથી. લચી પડતી “વાત ગઈ, સુગંધ રહી ગઈ છે. કૃતિઓને થયેલે દેખાશે. ધૂમકેતુની ઘણી કૃતિઓમાં – અરે પેસ્ટ ઓફિસ જેવી સારી વાર્તામાંયે– કાટછાંટને અવકાશ રહી જતા દેખાય છે. પ્રસંગને વાર્તામાં સ્થાન અવશ્ય છે, પણ પ્રસંગે એ વાર્તાઓ નથી, એવું વિવેચક ધૂમકેતુ લખે છે અને છતાંય અસરની એકતા ન પ્રગટાવતી, પ્રસંગોને સાવ ઢગલે વાળી દેતી વાર્તા “મારાં ઘર' લખવામાં લેખક ધૂમકેતુને કશો બાધ નડ્યો નથી. આમ વિવેચક ધૂમકેતુ અને લેખક ધૂમકેતુ પરસ્પરને તાળી દેતા હોય એવું સર્વત્ર જણાતું નથી. - ટૂંકી વાર્તાઓમાં લાગણીનિરૂપણની અતિશયતા, એ ધૂમકેતુની વાર્તાકાર તરીકે એક અન્ય પ્રસિદ્ધ મર્યાદા. ગોળ નાખે ગળ્યું થાય, એવી વૃત્તિથી પ્રેરાઈને તો ધૂમકેતુ લાગણીને વધુ પડતા ઘેરા રંગ રેડી બેસતા નહિ હોય ને ? પરંતુ લાગણના નિરૂપણમાં તે, સુન્દરમે અન્યત્ર માર્મિક રીતે દર્શાવ્યું છે એમ, શકુનના ગોળની એક કાંકરી જ મને મીઠું કરવા માટે પૂરતી થાય. વળી, ધૂમકેતુની “જીવનનું પ્રભાત” કે “પૃથ્વી અને સ્વર્ગ' જેવી અન્યથા આસ્વાદ્ય કૃતિઓ વાંચતી વેળાએ આપણે વાર્તાઓ વાંચી રહ્યા છીએ કે વિવાદાસ્પદ ચિંતનવાળા નિબંધો, એ વહેમ રહ્યા કરે છે. નિબંધને જાણે ટૂંકી વાર્તાનું મારું ન પહેરાવી દીધું હોય, એવું ધૂમકેતુમાં ઘણે સ્થળે લાગ્યા કરે છે. એમની આવી વાર્તાઓ સભાન મૂલ્યપ્રજનની ખીંટીએ લટકતી બની જાય છે. ધૂમકેતુની આવી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy