SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪]. ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ૨, ૪ પ્રસંગે ઓજસ્વી બનીને મનુષ્યના રાગા વેગના ફૂંફાડાઓને ઝીલી શકે છે અને મનુષ્યની વિધવિધ ભાવ-મુદ્રાઓને અનુનય બનીને સફળતાપૂર્વક અંકિત કરી શકે છે, તે પ્રસંગે લકવાણની સુગંધ અને અભિવ્યંજકતાનેય પ્રગટાવી શકે છે. માનવ-હૃદયનાં નાજુક સંવેદનને, એની નજાકત ન નંદવાય એ રીતે, વાણીના પાત્રમાં તેઓ ગ્રહી શકે છે. ઇંદ્રિયગ્રાહી સૌંદર્ય ધરાવતાં ધૂમકેતુની વાર્તાઓનાં સાક્ષાત્કારક વર્ણનેની હવા વાચકને એપાસથી વીંટળાઈ વળે છે. માત્ર આંતરસામગ્રીની દષ્ટિએ નહિ, અભિવ્યક્તિની દષ્ટિએ પણ ધૂમકેતુઓ એમના એ કાળમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપની દષ્ટિએ એમની વાર્તાઓમાં અપ્રસ્તુત કેટલુંક દેખાશે. આમ છતાં, ટૂંકી વાર્તાના સ્વરૂપનું હાર્દ પામી જઈને વાર્તા-સજન કરનાર આપણું પહેલા સર્જક ધૂમકેતુ હતા, એમ સ્વીકારવું રહ્યું. અભિવ્યક્તિની દષ્ટિએ એમની વર્ણનકલા અને એમનું ગદ્ય આપણું ધ્યાન ખેંચે છે. સાહિત્યસર્જન પાછળ સાહિત્યકારની એક અભિલાષા સ્વભાષાને અધિકાર અભિવ્યતિક્ષમ બનાવવાની હોય છે. ભાષાના નિહિત સૌંદર્ય અને શક્તિને અનાચ્છાદિત કરવાનું સાહિત્યકારનું જે એક કર્તવ્ય હેય તે ધૂમકેતુએ એને રૂડી પેરે બનાવ્યું છે. આજના વિવેચનમાં સર્જકે ભાષાનું નવવિધાન કર્યું છે કે કેમ, એવો પ્રશ્ન ઠીકઠીક વાર પુછાય છે. ધૂમકેતુએ એમના કાળમાં ગુજરાતી વાર્તાસાહિત્યની ભાષા સમૃદ્ધિની ક્ષિતિજેને વિસ્તૃત કરવાને પ્રયાસ આરંભ્ય હતા. ગુજરાતી ભાષાના કાઠાને એમણે મજબૂત બનાવ્યું, ગુજરાતી ભાષાની ગુંજાયશ એમણે વધારી આપી, એની કાળજીપૂર્વક નોંધ લેવાની અત્યારે જરૂર છે. કવિતા વેડામાં સર્યા વિના ગદ્યને કવિતાની સરહદે લઈ જવાના પ્રયોગને પ્રથમ અણસાર મનહર ભાવસૃષ્ટિમાં વિહાર કરાવતી ધૂમકેતુની વાર્તાઓના ગદ્યમાંથી મળી શકશે. એ જ રીતે, ટૂંકી વાર્તાને અંતે અનપેક્ષિત આંચકે આપીને એને સાવ જુદા ભાવસંદર્ભમાં મૂકી આપવાની – અણધાર્યા અંતથી વાર્તાને ચમત્કૃતિ આપવાની પદ્ધતિનું સૂચન ધૂમકેતુની “એક ટૂંકી મુસાફરીમાંથી મળી શકશે. રોમૅન્ટિક પ્રકૃતિના આ વાર્તાકારની સૃષ્ટિમાં અતીન્દ્રિય તત્ત્વનું નિરૂપણ થયું છે. પરંતુ એમની વાર્તાઓને કેન્દ્રભૂત વિષય છે અનેક સ્વરૂપમાં વિસ્તરતા. માનવપ્રેમ. વાર્તા કહેવાની ધૂમકેતુ પાસે એક નૈસર્ગિક છટા છે. ક્યારેક તે વાર્તા જાણે પ્રત્યક્ષ રીતે કહી સંભળાવાતી ન હોય, એ રણકાર એમાંથી જાગ્યા કરે છે. વાર્તામાંથી બેલચાલના લહેકાઓને પકડી શકાય છે. વકતૃત્વનું ઓજસ પણ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy