SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૩] ધૂમકેતુ [ પ૧૩ વાર્તાઓમાં પ્રગટ થતા વિષય અને વાતાવરણના વૈવિષે ‘તણખા'કાળમાં હેરત જગવી હતી. ટૂંકી વાર્તાના આજના વિકાસને તબકકે આ બાબત કેઈને કદાચ સામાન્ય ભાસે, પરંતુ ગુજરાતી ટૂંકી વાર્તાના “પૂર્વતણખાકાળ” માટે વાર્તા લેખનનાં નવાં ક્ષેત્રને ખેડતી અને સર કરતી આ નવપ્રસ્થાનકારી ઘટના હતી. ગુજરાતી ટૂંકી વાર્તાની કેડીને રાજમાર્ગનું સ્વરૂપ આપવાનું અગત્યનું કાર્ય બજવનાર સર્જકમાં ધૂમકેતુ મોખરે હતા. ધૂમકેતુની ટૂંકી વાર્તાઓનાં પાત્રો જે પછાત અને દરિદ્ર માનવસમાજને એમને પ્રત્યક્ષ પરિચય છે એમાંથી ઘણી વાર આવતાં હોય છે. એમની ઘણું વાર્તાઓ ગામડાની ભૂમિકામાંથી સરજાઈ હોય છે. રશિયાની ૧૯૧૭ ની કાન્તિ અને ગાંધીજીની દરિદ્રનારાયણની તેમ જ પ્રામાભિમુખતાની ભાવના ગુજરાતી લેખકેમાં દલિતપ્રેમ તથા ગ્રામપ્રીતિ પ્રેરવામાં કેટલેક અંશે નિમિત્તભૂત બની એ પહેલાંય જીવનના સાવ નીચલા કહી શકાય એવા સ્તરના પ્રત્યક્ષ સંપર્કને કારણે સર્જક ધૂમકેતુમાં સચ્ચાઈ ભરેલ દીનજવાત્સલ્ય અને ગ્રામપ્રીતિ સલ્ફરતાં અનુભવી શકાય છે. ગાંધીજીની કે સમાજવાદી વિચારધારાથી ભીંજાઈને નહિ, પણ સર્જક તરીકેની એક આપજરૂરિયાતથી પ્રેરાઈને પીડિત વર્ગ તરફનું સહાનુભૂતિનું – માનવ હમદર્દીનું વલણ ધૂમકેતુએ ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્વાભાવિક રીતે સર્વ પ્રથમ પ્રગટાવ્યું. ધૂમકેતુના આવા વલણને પાછળથી ગાંધીજીની વિચારધારાની પુષ્ટિ, અલબત્ત, મળી હોવી જોઈએ. ધૂમકેતુએ એમની ટૂંકી વાર્તાઓમાં દર્શાવ્યું કે મનુષ્યનાં પ્રેમ, વિષાદ, વાત્સલ્ય ઇત્યાદિ વિષયક સંવેદનેને મનુષ્યના સામાજિક મોભા સાથે કાંઈ લેવાદેવા નથી. આર્થિક દૃષ્ટિએ પ્રમાણમાં સુખી અને કાંઈક સામાજિક મોભો ધરાવતા એક શિક્ષિત પેસ્ટ માસ્તરમાં જે વાત્સલ્યભીનું પિતૃહદય. ધબકી રહ્યું છે તે જ પ્રેમકેમિળ પિતૃહદય સમાજથી કાંઈક તિરસ્કૃત એવા એક અશિક્ષિત ગરીબ શિકારી અલી ડોસામાં પણ ધબકી રહ્યું છે. સામાજિક કે. આર્થિક બાહ્ય આવરણોને ભેદીને પેલા સનાતન મનુષ્યના હૃદયધબકારને ધૂમકેતુની વાર્તાઓએ પ્રગટાવે છે. ધૂમકેતુ પૂર્વેની વાર્તાઓનું ગદ્ય કેટલીક વાર ફિક , લપટું અને એનીમિક” લાગતું હતું. ધૂમકેતુએ એમાં લેકબેલીની લસલસતી લાલીને સંચાર કરી ગુજરાતી ગદ્યને નવું જ પરિમાણ બક્યું. એ ગદ્ય નરી સરલતાની શોભા પ્રગટાવી, શકે છે, કવિતાની કુમાશ ધારણ કરીને મને હર આલંકારિકતામાં સરી શકે છે, ગુ. સા. ૩૩
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy