SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ | [ , ૪ ચિત્રો આપણને મળે છે. જગદીશ-કેડિકલા, શિરીષ-રોહિણી, અરુણ-રંજના એ બધાં જ યુગલે એમના સુમધુર દામ્પત્યથી વાચકોને આકર્ષી રહે છે. દિવ્યચક્ષુ'માં રાજકીય પ્રશ્નની સાથે જ રાષ્ટ્રીય ઉત્થાન માટે મહત્ત્વને એવો અસ્પૃશ્યતાનિવારણને પ્રશ્ન તેમણે વણી લીધું છે. અરુણ અને રંજનની મુખ્ય કથા સાથે જનાર્દન-સુશીલાના પ્રેમની, લગ્નપૂર્વે સુશીલાને માતૃત્વની, જનાર્દન-સુશીલા વચ્ચે લગ્નમાં સામાજિક અંતરાયની અને જનાર્દનના પશ્ચાતાપની અને એ પશ્ચાત્તાપમાંથી પ્રગટતી તેની દેશસેવાની લગનીની કથાને ગૌણ પ્રવાહ ભળ્યો છે. સુશીલાના નવજાત શિશુને અંત્યજવાસમાં ધના ભગતના હાથે ઊછરવાનું આવે છે; અને ધના ભગતના પાત્ર દ્વારા વાર્તાકારે અસ્પૃશ્યતાના પ્રશ્નની છણાવટ કરી છે. ધના ભગત આ કથાનું મંગલપાત્ર છે. એમની ઈશ્વરશ્રદ્ધા અને જીવનફિલસૂફી એમના વ્યક્તિત્વને બરાબર ઉપસાવી આપે છે. વાર્તાકારે ગૌણ પાત્રોની વ્યક્તિગત વિશેષતા પણ કુશળતાથી તારવી આપી છે. ધર્મચુસ્ત, આખાબોલા ધનસુખલાલ, સરકારી અધિકારીને પુત્ર કંદર્પ, મેજિસ્ટ્રેટ રહીમ, પશ્ચિમી ઢબછબમાં રાચનારા કૃષ્ણકાન્ત એ બધાં જ પાત્રોના ચિત્રણમાં વાર્તાકારની કલા દીપી નીકળી છે. આ નવલકથાનાં લગભગ બધાં પાત્રો અંગ્રેજી સતનત સામેની સત્યાગ્રહની લડતને પોતપોતાના આગવા દષ્ટિકોણથી જુએ છે, માપે છે પણ અંતે એમાંનાં લગભગ બધાં પાત્રો દેશની સમગ્ર પરિસ્થિતિને નવા પ્રકાશમાં જતાં થાય છે અને એમનાં હૃદયપરિવર્તન થાય છે. દિવ્યચક્ષુ'માં હાસ્યરસની નોંધ વિના એની વિવેચના અપૂરતી ગણાય. રમણલાલમાં સર્ગિક વિનોદશક્તિ છે. એમને હાસ્યરસ બહુધા વાર્તાપ્રવાહની વચમાં વેરાયેલી વિચારકણિકાઓમાં પ્રગટ થતો રહે છે. લેખકની અવલોકનશક્તિની એ કણિકાઓ ઘાતક છે. “પૂર્ણિમા' જેવી નવલકથામાં એમની સમાજ-સમીક્ષા અવારનવાર વક્રોક્તિ રૂપે પ્રગટતી દેખાય છે. એમાં એમણે આલેખેલું રાજ શેઠનું ઠઠ્ઠાચિત્ર એમનામાં રહેલી હાસ્યકાર તરીકેની શક્તિનો પરિચય સહેજે કરાવી દે છે. વાર્તાકાર એમની નવલકથાના નાયકને મોટે ભાગે ધૂની અને વ્યવહારશન્ય ચીતરે છે. અને એમની વ્યવહારશન્યતાની મીઠી માર્મિક મજાક કરવા માટે ઘણી વાર તેમના અંગત મિત્રનું પાત્ર હોય છે. “પૂર્ણિમા'માં અવિનાશ બિલકુલ વ્યવહારશન્ય અને ભાવનાઘેલે છે. એને મિત્ર રજનીકાંત એને ભદ્રંભદ્રપણાની મજાક ઉડાવ્યા જ કરે છે. કેકિલામાં જગદીશની વ્યવહારશૂન્યતાની જુગલકિશોર મશ્કરી ઉડાવે છે. “દિવ્યચક્ષુ'માં તે વાર્તાકારે રીતસર હાસ્યરસ નિપન્ન કરવા માટે સાક્ષર વિલનનું પાત્ર કયું છે. એની રંજન પ્રત્યેની વેવલાઈ, વાતચીતમાં ચાવળાઈ, એની દાંભિકતા એ બધાને વાર્તાકારે કટાક્ષના સફળ નિશાન
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy