SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૨ ] રમણલાલ દેસાઈ [ ૪૮૫ ઊછળતી ભરતીનું સમર્થ પ્રતિબિંબ ઝીલ્યુ, અને યુગભક્તિના કલાત્મક પ્રતિધેાષ પાડયો. નવલકથાને નાયક અરુણ શ્રીમંત પિતાના પુત્ર છે; એક પીઢ ને બુઝુ નેતા જનાર્દનની પ્રેરણાથી તે સ્વાતંત્ર્યની લડતમાં જોડાય છે. અહિંસામાં તેને શ્રદ્ધા નથી, પણ વાર્તાકારે ધીમે ધીમે અનેક હૃદયસ્પશી ઘટનાઓમાંથી પસાર કરાવીને તેને આંતરવિકાસ કલાત્મક રીતે દર્શાવ્યેા છે. ‘દિવ્યચક્ષુ' વસ્તુગૂ થણી તેમ જ પાત્રચિત્રણ તથા યુગચિત્રની દૃષ્ટિએ તેમની ઉત્તમ નવલકથા છે. એમાં તેમણે રાષ્ટ્રીય ઉત્થાન માટે ચાલી રહેલી જાગૃતિ, અસ્પૃશ્યતાનિવારણ, સત્યાગ્રહ ઇત્યાદિ અનેક પ્રવૃત્તિએ સાંકળી લીધી છે, અને ગાંધીયુગમાં લેાકહેયને સ્પશી રહેલાં અહિંસા, સત્યાગ્રહ, દેશપ્રેમ, વિશ્વબંધુત્વ વગેરે જીવનમૂલ્યાના પુરસ્કાર કર્યાં છે. એમણે એ નવલકથાની ભૂમિકા તરીકે યોગ્ય રીતે જ સત્યાગ્રહ પ્રવૃત્તિને સમય પસંદ કર્યો છે, અને એ સમયનું સુરેખ, અકૃત્રિમ વાતાવરણ ઉપસાવ્યું છે. એમાં અરુણુ અને રંજનાની કથાના મુખ્ય પ્રવાહ છે. રાષ્ટ્રીય આંદોલનની ભૂમિકા પર બ ંને પાત્રોને આંતરવિકાસ વાર્તાકારે કુશળતાપૂર્વક નિરૂપ્યા છે. અરુણે આંખ ગુમાવી એ અંતિમ ઘટના કરુણ છે ખરી, પણુ અરુણ જેવા ભાવનાશાળી વીર યુવાન આંખા ગુમાવવાને કારણે સમગ્ર જીવન હારી બેસે, અને આપઘાત કરવા પ્રયત્ન કરે એ કરુણતા જ વેધક છે. પણ વાર્તાકારે નવલકથાના અંત કરુણ-મંગલ આણ્યા છે. વાર્તાકારની રુચિ મહદંશે નવલકથાને સુખાંત બનાવવા પ્રત્યેની છે. કલાના ભાગે પણ . એ કથાને સુખાંત બનાવવા પ્રેરાતા હેાય તેનું કૅાકિલા’ જેવી નવલકથામાં સહજ ઉડ્ડાહરણ જડશે. ‘દિવ્યચક્ષુ'માં અરુણુનાં ચક્ષુ ગયાં એ કરુણાંતમાં લેખકે મંગલતાના તાંતણા સફળતાપૂર્વક ગૂંથી લીધેા છે. આરંભમાં ચાંચલ્ય પ્રગટ કરતી, ફૂલફટાક લાગતી રંજના પણ અરુણ પ્રત્યેના પ્રેમને કારણે અને જનાર્દનની પ્રેરણાથી દેશસેવાની પ્રવૃત્તિમાં ભાગ લે છે અને વાર્તાકારે એની વીરતા, ત્યાગવૃત્તિ, સ્નેહભાવ ઇત્યાદિના વિકાસ અને વિવિધ અનુભવામાંથી પસાર કરાવીને દર્શાવ્યા છે. અરુણ અંધ બને છે અને ર ંજનનું સ્મરણ કર્યા કરે છે તે જોઈને પુષ્પા પાછી અરુણુની સાંપણી રંજનને કરે છે અને રજત અરુણુને આત્મહત્યાના પ્રયાસ નિષ્ફળ કરી તેનામાં નવું ચેતન પ્રગટાવે છે; તેની પ્રેરણા અને સાચા અર્થમાં સહધર્મચારિણી બની રહે છે. વાર્તાકારે નાયકનાયિકાની આંતરયાત્રાના વિકાસની મનેાહર તસવીર આ કૃતિમાં આલેખી છે. આ નવલકથામાં તેમ જ તેમની અન્ય નવલકથાઓમાં પણ પતિપત્ની વચ્ચેના સભ્યભાવ તેમણે નિરૂપ્યા છે. પતિપત્ની વચ્ચે સ્વામીસેવકને ભાવ કદી તેમને આકર્ષી શકયો નથી. અને એથી જ એમનાં ગુજરાતના સંસ્કારી કુટુંબનાં સ્વચ્છ, સ્વસ્થ મધુર દાંપત્યનાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy