SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ [ચં. ૪ રહસ્ય આદિ ઘટકના મુદ્દાસર વિવરણની રહે છે. પ્રાચીના', 'પારિજાતવ.ની ચર્ચાઓ આ દષ્ટિએ જોવા જેવી છે. આમ કૃતિના વિચારદ્રવ્યને તપાસવા-વિશ્લેષવા તરફના ઝુકાવને લીધે કલાકૃતિ તરીકેના એના પ્રભાવની કે એને રચનાકળાગત વિશેની ચર્ચા કરવાનું રહી જાય છે. “અનુભાવનાશક્તિ'ની ચર્ચામાં એમણે કહેલો તે, “સર્જકની ઇન્દ્રજાળના પાશમાંથી છૂટ્યા પછી વિવેચકને પુનરનુભવ” એ “ઈન્દ્રજાળ'ની કેઈ આહલાદકતાને તે નેધી આપત જ નથી, એવો પ્રશ્ન આથી જાગે છે. આમ છતાં, કૃતિના અંતસ્તત્વના પરીક્ષણમાં જ્યાં એના સૌંદર્ય મૂલ્યને એ ચીધી આપતા હોય છે ત્યાં એમની રસજ્ઞતા વરતી શકાતી હોય છે. દેવયાનીને ભાવસંક્રમણની ચર્ચામાં આ પ્રસન્નકર અનુભવ થાય છે. એમણે કરેલી કેટલીક કાવ્યસમીક્ષાએ કાવ્યના ગુણ, રીતિ, અલંકાર એવા વિભાગાનુસાર વિવરણથી વિલક્ષણ બને છે. એમાં, અલબત્ત, શ્રીધરાણના ‘આજ મારો અપરાધ છે' કાવ્યને રસદશી પરિચય અન્ય સૌ વિવરણોથી જુદું પડી જતું આસ્વાદ્ય વિવેચન છે. સંશોધનાત્મક લખાણે? પ્રાચીન ભારતીય સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિમાંની વિશેષ રુચિને કારણે ડોલરરાયે પ્રાચ્યવિદ્યાને પણ ઊંડો અભ્યાસ કરે છે ને એના ફળ રૂપે એમની પાસેથી The Yugapuranam' (૧૯૫૧), Puranic Chronology' (૧૯૫૨), 'Date of Reveda' (૧૯૫૨) જેવા અંગ્રેજી ગ્રંથે મળ્યા છે જેણે એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી છે. ‘નેવેદ્ય'માંના કેટલાક ગુજરાતી લેખોમાં પણ આ અધ્યયનક્ષેત્રના એમના તલસ્પર્શી જ્ઞાનને કંઈક પરિચય મળે છે. “અનુશ્રુતિનું યથાતથ્યમાં અનુશ્રુતિને અનૈતિહાસિક અને અશ્રય ગણીને એની અવગણના કરવાના વલણને એમણે વિરોધ કર્યો છે અને સત્ય હકીક્તાને પ્રજામાનસે આપેલા વિલક્ષણ રૂ૫ તરીકે અનુશ્રુતિને સ્વીકારી એમાંથી તો શોધવાની હિમાયત એમણે કરી છે. તો ઋવેદમાંનાં ઉત્તર ધ્રુવનાં વર્ગનેને આધારે આર્યોના ઉત્તર ધ્રુવના નિવાસને પક્ષ એમણે “વેદમાં ઉત્તર ધ્રુવ નામના લેખમાં ખૂબ તાર્કિક રીતે રજૂ કર્યો છે. “હાળીનું મૂળ લેખમાં, પ્રહૂલાદની આખ્યાયિકા તે પાછળથી ઉમેરાયેલી, મૂળે તે એ પરિણીતાના કલ્યાણકારી વ્રતને યજ્ઞ રૂપે ઊજવાતો ઉત્સવ છે એ, અનેક અનુશ્રુતિઓ અને પૌરાણિક આધારેથી એમણે દર્શાવી આપ્યું છે. આ ઉપરાંત “કલિક અવતાર”, “દાશરાજ્ઞ સંગ્રામ', ૩૨ “સુરાષ્ટ્ર અને આનર્ત ૩૩ જેવા લેખોમાં પણ પ્રાચ્યવિદ્યા અંગેની એમની મૂળગામી અને ઘાતક ચર્ચા મળે છે. “અનુશ્રુતિનું યથાતથ્ય અને વેદમાં ઉત્તર ધ્રુવ” જેવા, પ્રતિવાદો રૂપે લખાયેલા લેખમાં ક્યાંક ચર્ચાસ્પદ 2 ટી માં ૩૪ એ સિવાય એમની ચર્ચા સાધાર અને સંતુલિત રહી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy