SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૧] ડોલરરાય માંકડ [૪૭૫ કરે છે. કે. હ. ધ્રુવની જયંતીને પ્રસંગે એમની વાડ્મયસેવાનું સરવૈયું આપવાના અને એમણે પ્રતિપાદિત કરેલા નવા સિદ્ધાન્તોની તારવણું આપવાના આશયથી ડોલરરાયે અત્યંત પરિશ્રમ અને પૂરી શાસ્ત્રીય પદ્ધતિએ તૈયાર કરેલી સૂચિ લેખકના ગ્રંશે અને લેખોની યાદી આગળ અટકવાને બદલે એ પ્રત્યેક લખાણમાંનાં લેખકનાં નિરીક્ષણેના નિર્દેશો પણ આપતી હોવાથી એમની સમગ્ર વિચારણના દેહનરૂપ અને બહુમૂલ્ય બની છે. કે. હ. ધ્રુવ વિશે સંશોધન કરનારને માટે એ ઘણું તૈયાર સામગ્રીની ગરજ સારે એમ છે. આ સૂચિથી અને એમના વિવેચનકાર્યને તપાસતા “પાંડિત્યમંડિત રસિકતા' નામના લેખથી કે. હ. ધ્રુવની સાહિત્યસેવાને એક વિગતપૂર્ણ અને અધિકૃત આલેખ ડોલરરાયે આપે છે. એમણે કરેલે ભાષાવિચાર પણ ઠીકઠીક નેધપાત્ર છે. નૈવેદ્યમાં આ વિષયના ત્રણચાર લેખો છે એમાં “ભાષા વિશેને એક સુદીર્ઘ લેખ તથા “મૂર્ધન્ય અને મૂર્ધન્યતર ડની ચર્ચા વધુ મહત્વનાં લખાણે છે. પહેલા લેખમાં એમણે આ સદીના પહેલા ચાર દાયકાના, શિષ્ટ લેખકના ભાષાપ્રયોગમાંથી નમૂના લઈ એનું વિશ્લેષણ કર્યું છે અને ગુજરાતીના શબ્દભંડોળ પર સંસ્કૃતના તથા એના વાક્યઘડતર પર અંગ્રેજીના સંસ્કારો છે એવું તારણ કાઢયું છે. એમના આ લેખમાં કેટલાંક સ્થાને ચર્ચાસ્પદ પણ છે પરંતુ શિક્ષણિક દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને થયેલું આવું ઝીણવટભર્યું ભાષાવિશ્લેષણ આપણે ત્યાંના ભાષાવિચારમાં એતિહાસિક મહત્વ અવશ્ય ધરાવે છે. બીજા લેખમાં, ભાષાવિચારના સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને અને બેલાતી ભાષામાંથી દષ્ટાન્ડે આપીને એમણે થડકારાવાળા અને થડકારા વિનાના ડ ને પૃથફકૃત કરી આપ્યા છે. ધ્વનિવિચારની દષ્ટિએ આજે એમના આ લેખની સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય પરંતુ ઉચ્ચારણ અંગેની આવી શાસ્ત્રીય ચર્ચાનું ઐતિહાસિક મૂલ્ય ઓછું નથી જ. ગ્રંથસમીક્ષા: “નૈવેદ્ય' અને “કાવ્યવિવેચન'માં એમની ગ્રંથસમીક્ષાઓ પણ મળે છે. કૃતિઓ વિશેની સમીક્ષાઓને ઘાટ ડોલરરાયમાં અવલોકનને બદલે અભ્યાસલેખ જેવો બંધાતો હોય છે. આવા અભ્યાસો માટે એમણે સામાન્યપણે શિષ્ટ કૃતિઓ જ પસંદ કરી છે અને એથી સાંસ્કૃતિક પરિપ્રેક્ષયમાં એમાંથી ઉદ્દબુદ્ધ થતા જીવનદર્શનને તપાસવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું છે. આ દૃષ્ટિએ, “સરસ્વતીચંદ્ર' એમને સમસ્ત સમાજને નિરૂપતી સકલકથા લાગે છે, “શર્વિલકની ચર્ચામાં લેકાયતમત વિશે તે વિસ્તારથી વિવરણ આપે છે અને “ઝેર તો પીધાં. છે જાણું જાણુ'માંના પાત્રઘટનાવિકાસને મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતાના. ઉપલયમાં ચર્ચો ઘટાવે છે. એમની પદ્ધતિ પણ કૃતિના વસ્તુવિચાર, પાત્રાલેખન,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy