SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ છટાઓ પ્રતીત થાય છે. તે એમની ચિંતનાત્મક અને પર્યેષક પ્રકૃતિને કારણે એ શૈલીની એક ગૌરવપૂર્ણ મુદ્રા પણ પ્રગટે છે. મૂલ્યાંકનને ક્યારેક હલાવી દેતે છતાં, સમગ્રભાવે તે એમની વિવેચનાને એ એક સ્પૃહણીય અંશ છે. ડોલરરાય રંગીલદાસ માંકડ (૧૯૦૨–૧૯૭૦) સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિદ્વાન, તવા-વેષી વિવેચક, પ્રાચ્ય વિદ્યાના અભ્યાસી સંશોધક, ચિંતક કવિ, સ્વપ્નશીલ અને દૃષ્ટિમંત કેળવણીકાર તથા કુશળ સંચાલક તરીકે ડોલરરાય બહુવિધ પ્રતિભા ધરાવે છે. ૧૯૦૨ની ૨૩મી જાન્યુઆરીએ કરછમાં વાગડ તાલુકાના જંગીમાં એમને જન્મ. પ્રાથમિક શિક્ષણ વતન જેડિયા(જિ. જામનગર)માં મેળવી, રાજકેટમાંથી ૧૯૨૦માં મૅટ્રિક થયા. ઉચ્ચ શિક્ષણનાં પહેલાં બે વર્ષ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં કર્યા. પછી, વ્યવસાયાર્થે કરાંચીમાં વસતા મામાને ત્યાં રહી અભ્યાસ આગળ ચલાવ્યો. કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃતગુજરાતી સાથે, ૧૯૨૪માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી મેળવી એ કોલેજમાં ફેલે નિમાયા. ૧૯૨૭માં એમ.એ. થયા પછી એ જ કોલેજમાં ૧૯૪૭ સુધી સંસ્કૃતના પ્રાધ્યાપક રહ્યા. અહીં સંસ્કૃત ઉપરાંત ગુજરાતીનું અધ્યાપન પણ એમણે કરેલું. અભ્યાસકાળ દરમ્યાન થોડાક વખત કરાંચીમાં સ્કૂલના શિક્ષકની કામગીરી પણ બજાવેલી. આરંભથી જ કેળવણી વિશે એક ઊંચો અને વ્યાપક-ઉદાર ખ્યાલ. એથી કરાંચીમાંના વસવાટ દરમ્યાન બહોળી સમાજને આવરી લેતી અનેક સાહિત્યિક-શૈક્ષણિક અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ચલાવી. ઘણી સંસ્થાઓ સાથે પણ એ સંકળાયેલા રહેલા. “નાગરિક' અને “ઊર્મિ' જેવાં સામયિકના સંપાદન દ્વારા પણ આવી વ્યાપક સાંસ્કૃતિક સેવા એમણે કરેલી છે. વલ્લભવિદ્યાનગરમાં ગ્રામવિદ્યાપીઠ શરૂ થવાની હતી એને આકર્ષણે એમણે કરાંચી છેડી જૂન ૧૯૪૭માં ત્યાંના વિ. ૫. મહાવિદ્યાલયમાં ગુજરાતીને અધ્યાપકની કામગીરી સ્વીકારી – વચ્ચે થોડોક વખત આચાર્ય પણ રહ્યા. પરંતુ, પિતાની કલ્પના મુજબની ગ્રામવિદ્યાપીઠ અહીં ઊભી ન થતી લાગતાં ૧૯૫૩માં, પિતાના આદર્શાનુસારની વિદ્યાપીઠને આકાર આપવા, આર્થિક નુકસાનને પણ અવગણને તે અલિયાબાડા(જિ. જામનગર)માં નવા જ સ્થપાયેલા દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયમાં જોડાયા. ત્યાગ અને સેવાના પાયા પર રચાયેલી આ સંસ્થાને કમેક્રમે વિસ્તારીને એને એમણે ગંગાજળા વિદ્યાપીઠનું નવું રૂપ આપ્યું.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy