SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૧] વિષ્ણુપ્રસાદ ત્રિવેદી [ ૪૬૯ અને રસજ્ઞતાથી ગ્રહણ કરે છે. એમનાં કેટલાંક નિરીક્ષણા આથી ખૂબ જ વેધક, મર્માળાં અને કૃતિના રહસ્યપ્રદેશને ઉદ્ઘાટિત કરી આપનારાં બન્યાં છે. વિવેચનમાં વિવેચકની વ્યક્તિમત્તાની મુદ્રા અંકાવી જોઈએ એવા વિષ્ણુપ્રસાદના ખ્યાલ રહ્યો છે. કૃતિના આસ્વાદથી સહજ સ્ફુરણ રૂપે પ્રગટેલા વિવેચનની એમણે તરફદારી કરેલી છે, બલકે એમાં જ વિવેચકની ધન્યતા અને વિવેચનની ‘ગરવી પ્રતિષ્ઠા' એમણે જોયાં છે. એમની ગ્રંથસમીક્ષાઓમાં આથી સંસ્કારગ્રાહી અંશે વિશેષ છે. એને કારણે કૃતિના સર્વાશ્લેષી મૂલ્યાંકનને તાકવાને બદલે કૃતિના પેાતાને અત્યંત ગમી ગયેલા તત્ત્વ વિશે રસલક્ષી દૃષ્ટિએ પ્રતિભાવ આપવા એ હંમેશાં ઉદ્યુક્ત થયેલા જણાય છે. તાજગીપૂર્ણ અને મદ્યોતક નિરીક્ષણા આપતા એમના સમીક્ષાલેખા આથી સુશ્લિષ્ટ કે સુગ્રથિત હાતા નથી, કયારેક એ અપર્યાપ્ત પણ લાગે છે. ઘણી સમીક્ષાએ એમણે કૃતિના પુરાવચન રૂપે લખી હેાવાથી એ કેવળ પરિચયલક્ષી અને અછડતી પણ બની ગયેલી છે. ઉદાર રુચિ અને સમભાવશીલ પ્રકૃતિએ એમને ઘણી વાર સામાન્ય કાટિની કૃતિ વિશે લખવા પણ પ્રેર્યાં છે. પ્રશિષ્ટ કૃતિઓનું એમનું પરિશીલન પણ અહીં ઝાઝુ લેખે લાગી શકતું નથી. એમના આવા પ્રયાસેા, ભાવનાતત્ત્વના આકર્ષણુનુ તથા વિવેચકની સામાજિક જવાબદારીના ખ્યાલનુ જ પરિણામ લેખાશે. અલબત્ત, લલિતેતર ગ્રંથાની એમની સમીક્ષાએ પયેષણાત્મક અને સૂક્ષ્મ પૃથક્કરણુ આપનારી બની છે. નરસિહરાવના વિવેચન અને ભાષાશાસ્ત્ર અંગેની એમની તપાસ આના ઉજવલ દૃષ્ટાંતરૂપ છે. અને વિષ્ણુપ્રસાદનું સમગ્ર વિવેચનકૌતુકરાગી વિવેચનાની વિશેષતા સીમાએ વાળુ છે. સંશ્લિષ્ટતાના અભાવ, વાગ્મિતામાં કયારેક ખાવાઈ જતું સાચું મૂલ્યાંકન, કૃતિનું ખંડદર્શન, તત્ત્વચર્ચામાં પણ કયાંક પ્રગટી જતા ને એમની વિચારણાને એકપક્ષી બનાવી જતા અઅિભિનવેશ જેવી મર્યાદાઓ એમાં છે તા અભિજાત રુચિની સ્નિગ્ધતા, ઊંડી સૂઝ અને માર્મિકતા, રસિક સૌંદર્યદૃષ્ટિ અને નિરૂપણુની તાજી ચમક એના વિશેષા છે. આ વિશેષાએ એમની ગદ્યશૈલીનું પણ એક વિશિષ્ટ પરિમાણુ ઉપસાવ્યું છે. વિષ્ણુપ્રસાદમાંના પ્રચ્છન્ન કવિ અને રસન્ન ભાવક કૃતિના પ્રતિભાવાની અભિવ્યક્તિમાં એકસાથે પ્રવૃત્ત થયેલા જણાશે. એમનાં વાકયોના અન્વયેાના વિશિષ્ટ મરાડામાં, એના લાક્ષણિક કાકુમાં, એમના અભિનિવેશામાં પ્રગટ થતા ભાવકામાં, ‘અનુભાવના’ને અ ંતે પ્રગટ થઈ છે એવી એમની કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં – બધે જ રમણીયતાના આ ઉપાસકની ગદ્યશૈલીની વિવિધ રસિક
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy