SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૧] રસિકલાલ પરીખ [ ૪૫૩ અને મદનિકાના સહયેાગ શર્વિલકના વિપ્લવકાને સફળ બનાવતાં જાય છે તા ભરતરાહતકની વિચક્ષણ બુદ્ધિમત્તા એને વારેવારે અવરાધતાં રહે છે – એ આખા તનાવ (tension) લેખકે કૌશલથી નિરૂપ્યા છે. અંતે સૌંકલ્પની સફળતા સામે મદનિકા અને ચારુદત્તનાં મૃત્યુથી જન્મતા ધેરા વિષાદ કૃતિને કરુણાંત નાટકનું એક વિશેષ પરિમાણ અપે છે. આત્મહત્યા જેવાં કેટલાંક દૃશ્યેાને રગભૂમિ પર બતાવવામાં અને બબ્બે મુખ્ય પાત્રાનાં (કેટલાક આધુનિક વિવેચકને પણ નિવાર્ય લાગેલાં) મૃત્યુથી કરુણાંત લાવવામાં લેખકની, નવી રંગભૂમિના નિર્માણ માટે આવશ્યક એવી, કેવળ રૂઢિભજકતા જ દેખાતી નથી – અતલાન્ત કરુણુમાંથી નીપજતા જીવનના રહસ્યને પ્રગટ કરતી સકદષ્ટિ પણ એમાં વરતાય છે. નાટકના સહજ નિČણુમાં જ એનેા આવિષ્કાર થયેલા છે એથી એનુ મૂલ્ય વધે છે. વિČલકનું પાત્રચિત્રણ નાટયકારની સર્જકતાને એક વિલક્ષણ ઉન્મેષ છે. પૂર્વસંકલ્પથી ઉજ્જયિનીમાં પ્રવેરાતા શાલ કાયનપુત્ર શુબુદ્ધિ તરીકે કલ્પાયેલા આ પાત્રનાં ઘણાં પરિમાણેા લેખકે ઉપસાવી આપ્યાં છે. શર્વિલક કેવળ એક યેાજનાયતુર મુત્સદ્દી જ નથી રહી જતા, યાજના-સૂત્રોને એ જે રીતે સંભાળે છે તે સંબધાને એ જે રીતે અનુભવે છે એમાં તે એક ઊંડી સમજવાળા અને ચિંતક પ્રકૃતિના સ ંવેદનશીલ ક્રાન્તિકારી પ્રતીત થાય છે. આથી, ચુનીલાલ મડિયાએ એને “અર્વાચીન ‘ઇન્ટેલેકચ્યુઅલ' જેવા’૧૨ કહ્યો છે તે યથાર્થ છે. ૫ અંક અને ૨૫ દૃશ્યામાં થયેલું નાટકનું વિભાજન, સ“સ્કૃતમાંથી અનૂદિત શ્લોકા આદિનું સહેજ વધુ પ્રમાણુ, કેટલાંક લાંબાં સંભાષણાવાળા, શાસ્ત્રચર્ચા પણ આપતા, સંવાદી – એ બધુ... ‘શર્વિલક'ની અભિનયક્ષમતાની મર્યાદારૂપ બની એને કંઈક અંશે આપણાં શિષ્ટ વાયિક નાટક જેવું બનાવે છે પણ મેનાં ગુજરી’સંપૂર્ણ અભિનેય નાટક નીવડયુ` છે. મેનાં તથા એની સખીઓનુ લશ્કરી છાવણી જોવાનું કુતૂહલ, બાશાહ સાથેની દલીલબાજીમાં પ્રગટતી મેનાંની અસ્મિતા, બાન પકડાયેલી ગુજરીઆએ મેાકલેલા સંદેશાને ગુજરાએ ઝીલી લીધેલા પડકાર, બાદશાહની કેદમાંથી માનભેર છૂટતી મેનાંને સાસુનણુંદના આક્ષેપેથી પ્રગટતા પુણ્યપ્રકૈાપ અને સતીત્વના આવેગે પાવાગઢ જઈ એનું મહાકાળીરૂપ બનવું – એવા થા શાને સમાવતા મૂળ લેાકગરખા જ ઘટના, સંવાદો, ભાષા ઇ.ની રીતે નાટયંશકયતાઓથી ભરપૂર હતા, રસિકલાલ પરીખમાંના સર્જીક અને અભ્યાસી ઉમયે સક્રિય થઈ એના પરથી, – પહેલાં તે। ૫ દશ્યાના એકાંકી નાટકનુ” ને પછી, – ૧૧ દૃશ્યાના લાંબા નાટકનું સર્જન કર્યું... એમાં જૂની રંગભૂમિના અને લેાકનાટયના ઉત્તમ નાટયાંશા ઊપસવાની સાથે જ સેના
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy