SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યના ઇતિહાસ થિ. ૪ કાવ્યાની સ ́ઘટના, છંદસફાઈ અને ઘૂંટાયેલી કાવ્યબાની કંઈક નોંધપાત્ર પણ બને છે પરંતુ ગુજરાતી કાવ્યપ્રવાહમાં એમની કવિતા કાઈ આગવી રેખા આંકી જઈ શકતી નથી. નાટક : રસિકલાલ પરીખનુંસક તરીકેનું યશેાદાયી ક્ષેત્ર તેા, આમ, નાટક જ રહે છે. ‘સંજય' ઉપનામથી લખાયેલા એમના પહેલા જ નાટક રૂપિયાનું ઝાડ'(૧૯૩૧)માં પ્રયેાગશીલતા, પાશ્ચાત્ય નાટયપદ્ધતિના સૂઝવાળા વિનિયેાગ, વિનેાદમ મિશ્રિત શૈલી જેવી એમની સિદ્ધ લાક્ષણિકતાઓનાં ઈંગિતા જોઈ શકાય છે. આ જ ગાળામાં એમણે ટૉલ્સ્ટોયના ફર્સ્ટ ડિસ્ટિલર’નેા અનુવાદ – ‘પહેલા લાલ’ (૧૯૩૧) – પણ આપેલા. વચ્ચે એમણે ‘પ્રેમનું મૂલ્ય’ (૧૯૫૦) નામે એક ઉલ્લેખપાત્ર રેડિયોનાટક પણ લખેલું', ‘શર્વિલક’ (૧૯૫૭) અને મેનાં ગુજરી' (૧૯૭૭) એમનાં પ્રથિતયશ નાચસના છે. શિવ લક' આપણે ત્યાંની શિષ્ટ નાટકાની પરંપરામાં મહત્ત્વનું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કથાસ ઘટનાના કૌશલની દૃષ્ટિએ તા એ કદાચ આપણાં સ શિષ્ટ નાટકામાં ઉત્તમ ઠરે. શુદ્રકના ‘મૃચ્છકટિક’માંના રાજપરિવર્તીના ગૌણ વસ્તુને મુખ્ય કથાટના બનાવી શિવલકના દૃષ્ટિપૂર્ણ વિપ્લવકાર્યની આસપાસ ‘દ્વિચારુદત્ત’ અને મૃચ્છકટિક'નાં મહત્ત્વનાં પાત્રા અને કથાત તુઓને ગૂંથીને એમણે આ નાટક રચ્યું છે. આવા ફેરફારો અને કેટલાંક અગત્યનાં કાલ્પનિક પાત્રાના ઉમેરણુ છતાં મૂળ નાટકાનાં પાત્ર-ઘટનાની આપણી કલ્પનાને અને ઐતિહાસિક તથ્યાને સુરક્ષિત રાખવાની લેખકની કાળજી ‘શર્વિલક'ને એક અભ્યાસી નાટયવિદની રચનાનું ગૌરવ અપાવે છે. મૂળસ્રોતરૂપ નાટકના અનુવાદ, રૂપાંતર અને એમાંથી નીપજી આવેલી મૌલિક નિમિતિની લેખકના ચિત્તમાં ચાલેલી પ્રક્રિયા ૧ સર્જક અને અભ્યાસીની સમ્યક્ તિના ઉત્તમ પરિણામની દૃષ્ટિએ અત્યંત નોંધપાત્ર છે. નાટકના બાહ્ય પરિવેશ અને શૈલી સંસ્કૃતનાટક પ્રકારનાં હાવા છતાં ભવાઈશૈલીની લાક્ષણિકતાઓથી તથા લેખકની વિલક્ષણ નર્મશક્તિથી એનું એક વિશિષ્ટ રૂપ બંધાય છે. શિષ્ટ બાનીમાં મહેશે મથર ગતિએ ચાલતી, કયારેક લાંબાં સંભાષણેામાં ઊતરી જતી પણ વ્યંજના અને વિનાદ ફરકાવી જતી સંવાદશક્તિ શ્વેતપદ્મા અને મનિકા વચ્ચેના વાર્તાલાપમાં અને નાટકના અંતેભાગની ઘટનાઓમાં તા ખૂબ તરલ અને તિશીલ પણ બની ઊઠે છે. નાટયરીતિની દષ્ટિએ કૃતિ પાશ્ચાત્ય નાટકને અનુસરે છે. શિલકની યાજનાના મુખ્ય તંતુએ સંધર્ષનું તત્ત્વવિકસતું જાય છે. પાલકની આંતરદ્વિધા, શ્વેતપદ્માને અસ ંતોષ, પ્રજામાં રાષ ફેલાવતી શકારની ગ્રામ્યતા, વસંતસેના-ચારુદત્ત જેવાંના સમભાવ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy