SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૦] રામનારાયણ પાઠેક [ ૪૨૧ પ્રાર્થનાકાવ્યામાં જિંદાદિલી અને સત્ત્વનિષ્ઠા જોવા મળે છે. તે સત્ત્વગુણી, રજોગુણી અને તમોગુણી સૌને માટે પ્રાર્થક થવાનું પસંદ કરે છે એમાં એમનું માનવતાપ્રેમી કવિમાનસ જણાય છે. તેમના જીવનદર્શનમાં ચૈતન્યધની અજેયતાને ભાવ રહેલા છે ને તે તેમનાં પ્રાર્થનાકાવ્યોમાંચે જણાય છે. ગુજરાતી કવિતામાં તેમનાં પ્રાર્થનાકાવ્યાનુ અને ખુ સ્થાન છે. - 'શેષ'ની તત્ત્વષ્ટિ જીવનનાં ઉત્કર્ષ સાધક પરિબળાને કાવ્યમાં પ્રમુખતા અપે છે. તેમના કવિધ — તેમના વ્યષ્ટિ ને સમષ્ટિધર્મ, તેમના ગૃહસ્થધ અને રાષ્ટ્રધર્મ સÖમાં સત્ય-સ્નેહપ્રેરિત શ્રેયાદષ્ટિની સત્તા સર્વોપરી જણાશે. તેમણે જીવનમાં તેમ કવનમાં સ્નેહ-સૌહાર્દ સભ્યના સદા મહિમા કર્યો છે અને તેથી એ પ્રકારના ભાવાનુભવેને કાવ્યમાં સ્થાન આપવાનું તેમણે પસંદ કર્યું છે. સેન્ટ્રલ સ્ટેશને', વૈશાખના ખપેાર' જેવાં કાવ્યા તેમની વિશુદ્ધ માનવપ્રીતિનાં દ્યોતક કાવ્યા છે. - તેમણે જીવનનાં ઉલ્લાસ, માધુર્ય, સાર્થકતા આદિના મનભર તે મનેહર અનુભવ ‘નવવરવધૂ’, ‘બીજરેખા', ‘એક સધ્યા', ‘મંગલ ત્રિકાણું', ‘અભેદ', ‘ઉમા-મહેશ્વર', ‘જતા'તા સૂવા ત્યાં—' જેવાં કાવ્યામાં જૂજવે રૂપે અભિવ્યક્ત કર્યાં છે. એમાં ભાવાતુર્યયુક્ત સંવાદકળા, ભાવા ચમત્કૃતિ સર્જતાં સુંદર ઉપમાને–ઉપમાચિત્ર, ભાવક્ષણ પ્રત્યક્ષ કરતી નાટ્યાત્મકતા તથા પ્રસન્નતાને વધુ મર્મસ્પશી કરતી સંયમનિષ્ઠા – વ્યંજનામાધુરી - આ સર્વથી ઊંચી પ્રતિનું કલાસૌન્દર્યાં સિદ્ધ થઈ શકયુ છે. ગુજરાતી પ્રણયકવિતામાં રામનારાયણનાં આ તેમ જ ‘સખી જો !—', ‘છેલ્લુ' દર્શન', ‘નર્મદાને આરે' જેવાં અંતગૂઢધનવ્યથાવાળાં પુટપાકસમાં વિરહજનિત કરુણ રસનાં કાવ્યા મહત્ત્વનું અપણુ બની રહે છે. એમનાં સખીકાવ્યા–સજનીકાવ્યા પણુ ગુજરાતી પ્રણયકવિતાના ધ્યાનપાત્ર અંશ લેખાય. એમનું છેલ્લું દર્શીન' સોનેટ ગુજરાતીનાં ઉત્તમ સૉનેટામાં સ્થાન પામે એવું છે. એમની મંગલ ત્રિ±ાણ'ની કલ્પનાયે ગુજરાતી સાહિત્યને એમનુ એક સ્મરણીય અણુ છે. રામનારાયણુની પ્રણયકવિતા માંગલ્યલક્ષી અભિગમ ધરાવે છે. રામનારાયણ પ્રણયજીવનમાં કામતત્ત્વની ઉપકારકતા સ્વીકારે છે પણ ત્યાં ન વિરમતાં અર્ધનારીશ્વરની ભૂમિકા સુધી સ્ત્રી-પુરુષ બંનેએ પહેાંચવાનું છે તે પણ બતાવે છે. તેઓ જેમ એકલતાની વેદના જાણે છે તેમ લગ્નજીવનનાં વૈષમ્યા પણ જાણે છે. ‘લગ્ન', ‘એક કારમી કહાણી' જેવાં કાવ્યેામાં તેમ અન્યત્ર વાર્તાઓમાં તે ખરેાબર રજૂ કયુ· છે. તેઓ વૈષાથી વ્યથિત થાય છે, પણ સમતામૂલક શ્રદ્ધા ગુમાવતા નથી. તેમની સ્વસ્થતામાં શાંત વીરત્વ અનુચૂત છે, જેમ તેમના હાસ્યમાં કરુણા અને કરુણત્વ.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy