SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં'. ૪ “કાન્તના પૂર્વાલાપ” પછી શેષનાં કાવ્ય” જ એવો કાવ્યગ્રંથ છે, જે પિતાની સંયમભરી પ્રૌઢિથી અને કાન્ત પછી ગુજરાતી કવિતાએ પોતાના પ્રવાસમાં મેળવેલાં નવાં તત્તવોને પોતાનામાં સમાવીને, તેમ પિતાનાં નવાં ઉમેરીને પિતાની અલ્પ સંખ્યા છતાં બહુગુણતાથી એક સીમાચિહ્ન જેવો ગ્રંથ બની રહેશે.”૭૨ મનસુખલાલ ઝવેરીએ પણ યોગ્ય રીતે જ “શેષ'ની કવિતાને સંસ્કૃત કવિઓ અને કાવ્યશાસ્ત્રીઓ સાથે, કાન્ત તથા બ. ક. ઠાકોરની કાવ્યપરંપરા સાથે સંબંધ જોયે હતા.૩ શેષ ખબરદારની રીતે સાહિત્યપ્રેરિત કવિ હતા, પણ તે વિલક્ષણ રીતે અને ગહન અર્થમાં. તેમની કવિતા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ “કાવ્યજ્ઞની કવિતા૭૪ ખરી જ, પણ ત્યાં “કાવ્યા એટલે કાવ્યને માત્ર જાણનાર નહિ, અનુભવનાર પણ – એવો અર્થ લેવો જોઈએ. રામનારાયણમાં ઉત્કટ ભાવનાયોગ સર્જનયોગમાં જે રીતે પ્રેરક-પ્રોત્સાહક-માર્ગદર્શક નીવડ્યો એ એક રસપ્રદ અભ્યાસપાત્ર ઘટના છે. તેમનું કાવ્ય સુન્દરમ કહે છે તેમ, “એમની શક્તિઓને અનેક થરમાંથી નીગળતું આવે છે અને એટલે એ બહુ જ નિર્મળ અને આરોગ્ય- - પ્રદ તરવાળું બને છે.પ રામનારાયણ સ્વસ્થ અને સમુદાર રૂચિના કવિ છે. વૈદિક કાવ્યથી માંડીને મધ્યકાલીન-અર્વાચીન કાવ્ય સુધીની વિવિધ સર્જનાત્મક તરેહો સાથે એમના સર્જકચિત્તનું અનુસંધાન જોવા મળે છે. તેમની કવિતામાં નૈસર્ગિક કારયિત્રી પ્રતિભાના ચમત્કાર સાથે એમની ભાવયિત્રી પ્રતિભાને ચમત્કાર–એમની કવિ તરીકેની સજજતાને ચમત્કાર પણ બરાબર દષ્ટિગોચર થાય છે. આ કે તે વાદ કે ફિરકા પ્રત્યે આગ્રહ કે પૂર્વગ્રહ સેવીને તેઓ ચાલતા નથી. તેઓ જે કંઈ સત્યસુંદર છે તેની સાથે સદ્ય માનસિક અનુસંધાન કરી લઈ, તેને અવારનવાર વાફસ્વરૂપે પ્રત્યક્ષ કરવા એકાગ્ર બને છે. તેઓ શિષ્ટ કાવ્યપરંપરા સાથે સાતત્ય રાખીને અનેક સર્જનાત્મક પ્રયોગ કરે છે અને તેથી જ જશેષનાં કાવ્યો' ગ્રંથને પ્રાગમાલા ૭૬ રૂપે અનંતરાયે વર્ણવ્યો છે. તેઓ ગાંધીસૂત્રોનું શુકપઠન કરનારા કવિ નથી. તેમણે ગાંધીયુગ' કાવ્ય આપ્યું, ગાંધીજીને છઠ્ઠા પરણામ પણ પાઠવ્યા પરંતુ ગાંધીજીની નામરટણ કે અંધપૂજાથી તે વેગળા જ રહ્યા. જે મૂલ્યો માટે ગાંધીજી જીવનભર મથ્યા એ મૂલ્યોનું રામનારાયણનેય આકર્ષણ હતું અને તેથી જ જ્યારે આ આયખું ખૂટે' જેવું કાવ્ય તેઓ આપી શક્યા છે. તેઓ નાદબ્રહ્મના ઉપાસક છે. જીવનદેવતાના સંનિષ્ઠ સાધક છે. એમનાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy