SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (ચં. ૪ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રામાયણની કથાના એક અંશવિશેષને એમણે સુષમ અને સુ રૂપ આપ્યું છે. આમ જુઓ તે એ પણ એમણે કથાવસ્તુ રામાયણમાંથી લીધું છે તે દૃષ્ટિએ મૌલિક રચના ન ગણાય. ચંદ્રશંકરનું ઘણું મોટું અને અવિસ્મરણીય કાર્ય તે અનુવાદનું છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (‘ઉપનિષદનું તત્ત્વજ્ઞાન”, “ધર્મોનું મિલન', “ગીતાદર્શન', “મહાભારત', “મહાત્મા ગાંધી, “હિન્દુજીવનદર્શન' વગેરે), હિરિયણ (“ભારતીય તત્વજ્ઞાનની રૂપરેખા'), ટોય (‘બે નવલકથા'), મહાત્મા ગાંધી, લૂઈ ફિશર (ગાંધીજી સાથે અઠવાડિયું'), રિચર્ડ ગ્રેગ (‘અહિંસાની તાલીમ'), જોન રસિકન, ચેવ આદિ લેખકના ગ્રંથોના એમણે અનુવાદો કર્યા છે. ડિકિન્સના ગ્રંથ લેટર્સ ફોમ ન ચાઈનામેન’ને એમને અનુવાદ' “ચીનને અવાજ' (૧૯૨૭) પણ જાણીતા છે. એ અનુવાદો વાંચીએ છીએ ત્યારે અનુવાદ એ ખરેખર તે અનુસર્જનનું કાર્ય છે એવી પ્રતીતિ થયા વિના રહેતી નથી. મૂળ ગુજરાતી ભાષામાં જ લખાયેલા હોય એવા એ અનુવાદ શાસ્ત્રની ઝીણવટ અને ચોકસાઈ તથા કલાના રઢિયાળા પરિપ્રેક્ષયને એકસાથે અનુભવ કરાવે છે. વિષયને સુસંગત એવી એમની નિર્મળ ગદ્યશૈલી અર્થદ્યોતક તેમ જ સંતર્પક છે. (મ.) ગોપાલદાસ જીવાભાઈ પટેલ (૧૯૦૫): ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાથી અને પછીથી એ સંસ્થા સાથે વર્ષો સુધી અધ્યાપક અને ગ્રન્થપાલ તરીકે જોડાયેલા ગોપાલદાસ જીવાભાઈ પટેલનું મુખ્ય અને મૂલ્યવાન પ્રદાન જૈન આગમગ્રન્થના, આધુનિક જિજ્ઞાસુ વાચકને હૃદ્ય અને રસપ્રદ થાય એવા છાયાનુવાનું છે. સર્વસામાન્ય ગુજરાતી વાચક સુધી જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સાર પહોંચાડવામાં આ છાયાનુવાદોને ગણનાપાત્ર ફાળો છે. શ્રી ભગવતીસાર' (૧૯૩૮) એ “ભગવતી સૂત્ર' અથવા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને, “સમી સાંજનો ઉપદેશ” (૧૯૩૯) એ “દશવૈકાલિક સૂત્રને, “મહાવીર સ્વામીને સંયમ ધર્મ' (૧૯૪૪) એ “સૂત્રકૃતાંગ સૂત્ર'ને, “મહાવીર સ્વામીને આચારધર્મ' (૧૯૪૮) એ “આચારાંગસૂત્રને અને “મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ” (૧૯૪૮) એ ‘ઉત્તરાયનસૂત્રને છાયાનુવાદ છે. આગમગ્રન્થાનું દહન કરીને “શ્રી મહાવીર-કથા” (૧૯૫૦) એ નામથી ગોપાલદાસે મહાવીર સ્વામીનું વિસ્તૃત જીવનચરિત, પૌરાણિક પદ્ધતિની ચમકારિક વાતોનું સમાધાન કરીને, લખ્યું છે. એ જ રીતે “શ્રીમદ્ ભાગવત' (૧૯૩૯) અને “યોગવાસિષ્ઠ' (૧૯૪૫)ને ઉત્તમ છાયાનુવાદ તેમણે આપ્યા છે. “પ્રાચીન બૌદ્ધકથાઓ' (૧૯૫૬), “પ્રાચીન શીલકથાઓ' (૧૯૫૬), નીતિ અને ધર્મ : કેટલીક પ્રાચીન વાર્તાઓ' (૧૯૫૭) એ શીર્ષક નીચે તેમણે પ્રાચીન કથાઓના
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy