SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯ ] અન્ય ગદ્યલેખક-ર [ ૩૯૫ (૧૯૫૧) લખવા પ્રેર્યાં. તથ્યા પર આધાર રાખીને એમણે ચિરત્રા લખ્યાં છે. ગાંધીયુગની પ્રવૃત્તિઓની સમસ્તતામાં રહેલું સહેતુકતાનું તત્ત્વ વાયકને અહીં પણ જણાશે. ચુનીભાઈએ ગૂજરાત વિદ્યાપીઠના વિશાળ ગ્રંથાલયમાં નિવૃત્ત થતાં સુધી સેવાઓ આપી છે. આ સમય દરમ્યાન ગ્રંથાલયવિજ્ઞાનના અભ્યાસ એના પૂરા વ્યાપમાં એમણે કર્યો છે, અને એ વિશે એમણે કેટલુંક મૌલિક ચિંતન પણ કર્યું. છે. ‘ર’ગનાથી વી કરણ', ‘રંગનાથી સૂચીકરણ' અને ‘સૂચીકરણ' જેવાં ગ્રંથાલયવિજ્ઞાનનાં પરિચયાત્મક પ્રકરણા — માનેગ્રાફ — એમણે લખ્યાં છે. ગુજરાતની ગ્રંથાલયપ્રવૃત્તિને ઇતિહાસ લખનારે બારેાટની સેવાએતે ઉમળકાભેર ઉલ્લેખ કરવે। પડશે. (મેા.) પ્રભુદાસ છગનલાલ ગાંધી (૧૯૦૧): ગાંધીજીના ભત્રીજા છગનલાલના એ પુત્ર. એમનું શૈશવ ગાંધીજીની સનિધિમાં જ વીત્યુ' તેથી સમગ્ર ગાંધીવિચારને સઘન પ્રભાવ એમના પર વરતાય છે. દક્ષિણ આફ્રિકામાં ફિનિસ આશ્રમમાં ગાંધીજીની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ એમનેા અને એમના જેવાં ખીજાં ઘણાં બાળકાને ઉછેર થયા. એ ઉછેરમાં ગાંધીજીએ જે સૂક્ષ્મ સભાળ રાખી છે તેના એ તે સાક્ષી છે. એ કાળનાં સંસ્મરણાના બળવત્તર આલેખ આપતું ‘જીવનનું પરાઢ’ (૧૯૪૮)પુસ્તક કેવળ સાહિત્યિક દૃષ્ટિએ જ નહિ, પણ શૈક્ષણિક તેમજ સામાજિક ષ્ટિએ પણ અપૂ` કહી શકીએ તેવું છે. ગાંધીજીના વ્યક્તિત્વના પણ અનેકવિધ કામલ-ભવ્ય અ ંશે, જે અન્યત્ર મળવા વિરલ, આ પુસ્તકમાં સાધાર પ્રગટ થાય છે. પુસ્તક એ રીતે પણ સીમાચિહ્નરૂપ બની શકવું છે. ગુજરાતી ગદ્યના પણ વા સરસ વિનિયોગ થઈ શકે છે તે આ પુસ્તકના વાચકને પ્રતીત થયા વિના રહેતું નથી. પુસ્તકની ઉપયેાગિતાને લક્ષમાં લઈને એના સંક્ષેપ પણ એમણે કરી આપ્યા છે. પુસ્તક પ્રભુદાસભાઈની આત્મકથાનેા એક ખંડ છે તે કરતાંય ભારતમાં જે ઉજમાળું પ્રભાત પ્રગટ થવાનું હતું તેનાં એંધાણ આપતા ભળભાંખરા જેવુ' છે. કેમ કે એ ઉજમાળા પ્રભાતની માતબર તૈયારીઓના શ્રદ્ધેય આલેખ એ પુસ્તકમાં છે. ગુજરાતી ચરિત્રસાહિત્ય આ પુસ્તક વડે સમૃદ્ધ થયું છે. વળી જેમાં શિક્ષણની પ્રક્રિયાને સુરેખ આલેખ હેાય તેવાં દૃષ્ટિવાળાં ગુજરાતી પ્રકાશનેમાં ખૂબ જ મૂલ્યવાન ઉમેરે। આ પુસ્તકથી થાય છે. એમણે રાજેન્દ્રપ્રસાદની આત્મકથાને ગુજરાતી અનુવાદ ‘મારી જીવનકથા’ (૧૯૫૦) આપ્યા છે. (મા.) ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ (૧૯૦૧-૧૯૫૪) : એમનુ` મૌલિક લખાણ નહિવત્ છે. છતાં એમનું ‘સીતાહરણ' (૧૯૩૯ અને ૧૯૫૦) સુશ્લિષ્ટ નિબંધનનું
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy