SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯] અન્ય ગદ્યલેખક-૨ [૩૭૧ જર્મન એરિયેન્ટલ સોસાયટીએ મુનિજીને પિતાને માનાઈ સભ્ય બનાવીને તેમના જીવનકાર્યનું આંતરરાષ્ટ્રીય સન્માન કર્યું. ૧૯૬૩માં ભારત સરકારે એમને પદ્મશ્રી'ની ઉપાધિ આપી. એ જ વર્ષમાં મુનિજીને ૭૫ વર્ષ પૂરાં થતાં એમના સન્માન માટે એક સમિતિ રાજસ્થાનના તે સમયના મુખ્ય પ્રધાન મોહનલાલ સુખડિયાના પ્રમુખપદે રચાઈ હતી, અને ભારતીય પુરાતત્વ' નામે અભિનન્દન ગ્રંથ તેમને અર્પણ કરવામાં આવ્યા હતા. મુનિ જિનવિજયજી એક પરમ વિશિષ્ટ વિદ્વાન હોવા ઉપરાંત સંસ્થાઓના કુશળ અને કાર્યક્ષમ આયોજક અને સંયોજક હતા. એમના તસ્વાવધાનમાં તથા એમણે બીજા સુગ્ય વિદ્વાનેને સેપેલી સામગ્રીથી આશરે બસો જેટલા ગ્રંથો પ્રગટ થયેલા છે. તેમના પિતાનાં સંપાદનની સંખ્યા આશરે સે જેટલી તે હશે જ; ગુજરાતી-હિન્દી-સંસ્કૃત-અંગ્રેજી લેખો અને પ્રસ્તાવના જુદાં. એ બધાંને ઉલેખ અશક્ય છે પણ એમાંથી અગાઉ જેમની નોંધ લેવાઈ છે તે સિવાયનાં, કેટલાંક મહત્વનાં પ્રકાશને નિર્દેશ અહીં પ્રસ્તુત થશેઃ ગુજરાતના ઈતિહાસને લગતા પાંચ સૌથી મહત્ત્વના પ્રબંધાત્મક ગ્રંથ–મેરૂતુંગાચાર્ય કૃત પ્રબંધચિન્તામણિ' (૧૯૩૩), જિનપ્રભસૂરિકૃત વિવિધ તીર્થકલ્પ' (૧૯૩૪), રાજશેખરસૂરિકૃત પ્રબંધકોશ' (૧૯૩૫), પુરાતન પ્રબંધસંગ્રહ' (૧૯૩૬) અને પ્રભાચન્દ્રાચાર્ય કૃત “પ્રભાવચરિત' (૧૯૪૦); અબ્દુલ રહમાણકૃત અપભ્રંશ વિરહ કાવ્ય “સંદેશરાસક – હરિવલ્લભ ભાયણના સહકારમાં (૧૯૪૫); પ્રાચીન કેસલી ભાષાનું વ્યાકરણ આલેખતું ઔક્તિક “ઉક્તિવ્યક્તિ પ્રકરણ–ડે. સુનીતિકુમાર ચેટરજીના સહકારમાં (૧૯૫૩), કૌટિલ્યના “અર્થશાસ્ત્રની ઉત્તર ભારતીય પરંપરાના કેટલાક અંશે સાચવતે ત્રુટિત ગ્રંથ “રાજસિદ્ધાન્ત' (૧૯૫૯); મારુગુર્જર ભાષાનાં બે પ્રાચીન ઔક્તિકે સાધુ સુન્દરગણિત “ઉક્તિરત્નાકર' (૧૯૫૭) અને સંગ્રામસિંહકૃત બાલશિક્ષા' (૧૯૬૮); મધ્યકાલીન ભારતની મુદ્રાઓ માટે મહત્વને ગ્રંથ “રત્નપરીક્ષા – ભંવરલાલ નાહટાના સહકારમાં (૧૯૬૧); મહામાત્ય વસ્તુપાલના મિત્ર અને ગુજરાતના રાજપુરોહિત સેમેશ્વરકૃત સુભાષિતસંગ્રહ “કર્ણામૃતપ્રભા' (૧૯૬૩); મેવાડની એક વીરગાથા વર્ણવતું કાવ્ય હેમરતનકત ગરાબાદલ ચરિત્ર' (૧૯૬૮); રણથંભેરના હમ્મીરનું ચરિત્ર વર્ણવતું નયચંદ્રસૂરિક એતિહાસિક “હમ્મીર મહાકાવ્ય' (૧૯૬૮); મુનિજીના ગુજરાતી લેખની એક પ્રતિનિધિરૂપ ચયનિકા જૈન ઇતિહાસની ઝલક' (૧૯૬૬). (સાં.) બેચરદાસ જીવરાજ દોશી (૨-૧૧-૧૮૮૯): બેચરદાસ દોશી જૈન આગમે, પ્રાકૃત ભાષા અને જૂની ગુજરાતીના અગ્રગણ્ય વિદ્વાન અને સંશોધક
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy