SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ “તેઓએ સાધુ વેશ ત્યાખ્યો અને સાધુજીવન સ્વીકાર્યું હતું.” પુરાતત્વ મંદિર ગ્રંથાવલીમાં “પ્રાકૃત કથાસંગ્રહ' (૧૯૨૨) અને “પાલિ પાઠાવલિ' (૧૯૨૨) જેવી છાત્રોપયોગી સંકલનાઓ ઉપરાંત “પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ' જેવું, જૂના ગુજરાતી ગદ્યના વિવિધ પ્રકારે રજૂ કરતું પ્રમાણભૂત સંપાદન મુનિજીએ આપ્યું (૧૯૩૦). ભારતીય વિદ્યાના વિષયમાં જર્મનીમાં થતું કામ જોવા અને જર્મન વિદ્વાનોના સંપર્ક માટે ૧૯૨૮માં વિદ્યાપીઠમાંથી બે વર્ષની રજા લઈને મુનિજી જર્મની ગયા. ત્યાંથી પાછા આવી ૧૯૩૦માં સત્યાગ્રહની લડતમાં જોડાઈ જેલયાત્રા કરી. ૧૯૩૨માં કલકત્તાના વિદ્યાપ્રેમી રઈસ બહાદુર સિંહજી સિંઘીની સહાયથી સિંધી જૈન ગ્રન્થમાળાને આરંભ શાંતિનિકેતનમાં કર્યો અને પાછળથી એ ગ્રન્થમાળા મુંબઈને ભારતીય વિદ્યાભવનને સેંપી અને ત્યાં હિંદી-ગુજરાતી સંશોધન-સામયિક “ભારતીય વિદ્યા'નું સંપાદન પણ કર્યું, અમદાવાદની ગુજરાત સાહિત્યસભાએ મુનિજીને માનાઈ સભ્ય તરીકે નિયુક્ત કર્યા અને માનહ સભ્યો માટેની વ્યાખ્યાનમાળાનું પહેલું વ્યાખ્યાન પ્રાચીન ગુજરાતના ઈતિહાસ માટેની સાધનસામગ્રી” એ વિષય ઉપર તેમણે આપ્યું, જે એ વિષયનું પ્રમાણભૂત નિરૂપણ હોઈ અલગ પુસ્તિકારૂપે પ્રગટ થયું છે (૧૯૩૩). એ જ વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં મુનિજીએ ગુજરાતના ઈતિહાસ વિશે વ્યાખ્યાને આપ્યાં; અમદાવાદમાં મળેલા બારમાં ગુજરાતી સાહિત્યસંમેલનના ઈતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ (૧૯૩૬) અને ગુજરાતની ઈતિહાસ-સંશોધન પ્રવૃત્તિનું સિંહાવલોકન' એ વિશે મનનીય વ્યાખ્યાન તેમણે આપ્યું; વડોદરા રાજ્યના નિમંત્રણથી ગુજરાતી ગ્રંથકાર સંમેલનમાં વડોદરા ખાતે ગુજરાતનો જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આપ્યું જે સભર માહિતી અને ઉદાર શેલીગુણથી મંડિત છે (૧૯૩૮). ૧૯૪૨-૪૩માં પાંચ માસ સુધી તેમણે જેસલમેરના હસ્તલિખિત ગ્રંથભંડારોનું નિરીક્ષણ કર્યું. ૧૯૪પમાં અમદાવાદમાં ગુજરાત સાહિત્યસભાએ બોલાવેલા ઈતિહાસ સંમેલનના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. ૧૯૪૯માં મુંબઈમાં પ્રાચ્ય વિદ્યા પરિષદના પંદરમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગનું પ્રમુખપદ તેમણે શોભાવ્યું. એ જ વર્ષમાં એમને વિજયધર્મસૂરિ જના સાહિત્ય સુવર્ણચંદ્રક અર્પણ થયો. રાજસ્થાન સરકારે ૧૯૫૦માં સ્થાપેલા રાજસ્થાન પ્રાગ્ય વિદ્યા પ્રતિષ્ઠાનના માનાર્હ નિયામક તરીકે તેઓ નિયુક્ત થયા અને એ સંસ્થાનું સત્તર વર્ષ સુધી સંચાલન કરી ઘણા ગ્રંથો પ્રકાશિત કર્યા. ૧૯પરમાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy