SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ગ્ર', ૪ કેટલેક સમય ગુપ્તવાસમાં રહેવું પડયું હતું. એ સમયે રૂપાહેલીમાં કાઈ નિશાળ કે પાઠશાળા નહેાતી અને એથી બાલક કિશનસિંહને અગિયાર-બાર વર્ષની વય સુધી કાઈ પ્રકારને અક્ષરમેાધ પણ થયા નહેાતા. રૂપાડેલીમાં દેવીહંસજી નામે એક વિદ્વાન જૈન યુતિ રહેતા હતા, જેઓ વૈદ્યક અને જયાતિષના પણ નિષ્ણાત હતા. કિશનસિંહના પિતા વૃદ્ધિસિંહજીએ પેાતાની અંતિમ ખીમારી વખતે બાળક પુત્રની યુતિ દૈવી સજીને સાંપણી કરી અને કિશનસિ ંહૈ યતિજી પાસે જૈન તેંાત્રા, વ્યાકરણ આદિના અભ્યાસ શરૂ કર્યાં. એ પછી પિતાનું અવસાન થયું અને કેટલાક સમય બાદ યતિ દેવી...સજીના પગનું હાડકું ભાંગી જતાં ખીજા એક ધનચંદજી યુતિ તેમને શુશ્રુષા માટે પોતાને ગામ લઈ ગયા. માતાની અનુજ્ઞાથી કિશનસિંહ પણ દેવીહસજીની સાથે ગયેા. પણ ત્યાં દેવી સજીવું, ઘેાડા સમય બાદ અવસાન થતાં કિશનસિંહનું ભ્રમણુશીલ જીવન શરૂ થયુ.. ધનચંદજી યુતિ બૈરાંછેાકરાં અને ખેતીવાડીવાળા સમૃદ્ધ ગૃહસ્થ જેવા હતા ! એમને પરિવાર કિશનસિંહને સાત દિવસ ખેતરમાં કામ કરાવે, પણ પૂરું ખાવાયે ન આપે. ત્યાં જ્ઞાનપ્રાપ્તિના કે જિજ્ઞાસા સતાષાવાના તા સંભવ જ નહાતા. આથી, ૧૯૦૨માં એક ખાખી બાવા પાસે ભરવી દીક્ષા લઈ આ ખાળક કિશનભૈરવ બન્યા; બાવાએનાં દુરિતા જોઈ, ત્રાસ પામી, એમના ટોળામાંથી નાસી છૂટી, ૧૯૦૩માં શાસ્ત્રજ્ઞાન મેળવવાની ઇચ્છાથી, સ્થાનકવાસી જૈન સ’પ્રદાયની દીક્ષા એક મારવાડી સાધુ પાસે લીધી. ત્યાં પણ જ્ઞાનપિપાસા તૃપ્ત ન થતાં, ૧૯૦૯માં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા લીધી અને દીક્ષાથી ના પેાતાના શબ્દામાં કહીએ તા, “આ શરીર તે દિવસથી મુનિ જિનવિજય નામે ઓળખાવા લાગ્યું.” જુદાજુદા સાધુએ સાથે કેટલાક સમય રહ્યા પછી તે પ્રવર્તક કાન્તિવિજયજીના સહવાસમાં આવી તેમના અ ંતેવાસી બન્યા. કાન્તિવિજયજી વિદ્યાનુરાગી, શાંતમૂર્તિ અને વિદ્વાનેાને ઉત્તેજન આપનાર હતા. એમની પાસે જિનવિજયજીને અભ્યાસ કરવાની ઘણી સગવડ મળી, વિદ્વાનેાનેા સહવાસ પ્રાપ્ત થયા અને અતિહાસિક દૃષ્ટિને પોષે એવાં પર્યાપ્ત સાધના મળ્યાં તથા પાટણમાં અને અન્યત્ર પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારા જોવા તપાસવાની સરળતા મળી, કાન્તિવિજયજી દ્વારા પંડિત સુખલાલજી જિનવિજયજીના અધ્યાપક અન્યા. કાન્તિવિજયજીના વિદ્વાન અને સ ંશાધનપ્રિય શિષ્ય મુનિ ચતુરવિજયજીના જિનવિજયજી પ્રીતિભાજન હતા અને ચતુવિજયજીના શિષ્ય અને પછીશ્રી ‘આગમપ્રભાકર' તરીકે વિખ્યાત થનાર મુનિ પુણ્યવિજયજીના તે પરમ સુહૃદ બન્યા. કાન્તિવિજયજી પાસે વડાદરાના નિવાસ દરમિયાન તે ત્યાંની સેન્ટ્રલ લાઈબ્રેરીના સંસ્કૃત લાઈબ્રેરિયન અને જગવિખ્યાત ગાયકવાડ્ઝ એરિયેન્ટલ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy