SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯]. અન્ય ગદ્યલેખક-૨ [૩૬૭ તેને તળપદા માધુર્ય અને લહેકાથી વિશિષ્ટ છે. સ્વામી આનંદના હૃદયમાંથી ભાવકના હૃદયમાં થતું આ સીધું, સદ્ય અને અનવરુદ્ધ સંક્રમણ જાણે પ્રત્યક્ષ કથાશ્રવણની અનુભૂતિ નીવડે છે. ઈશુની માણસાઈને દીવો કેવી અસાધારણ દ્યુતિ પ્રસારતો પ્રજવલિત હતો તેની ઝાંખી આ પુસ્તકમાં થાય છે. “સંતને ફાળે (સ્વામી આનંદનાં લખાણોનું સંકલનઃ ૧૯૭૮)માં સ્વામી આનંદનાં પ્રગટ-અપ્રગટ જે સેળ લખાણે સંગ્રહાયાં છે તેને વિશેષ એ છે કે આ દેશની ભૂમિમાં કરુણામય સંતોને જે મબલક ફાલ ઊતર્યો છે કે, ભારતવર્ષની સાક્ષરનિરક્ષર જનતાના સંસારને સારિવક્તાથી સમૃદ્ધ કરવામાં, સંસ્કૃતિની રક્ષા અને પ્રતિષ્ઠા કરવામાં, જિંદગીની સાર્થકતા વિશેની દૃષ્ટિનું પ્રદાન કરવામાં તથા માનવતાની આતા પ્રસારવામાં જે રીતે ઉપકારક નીવડ્યો છે તેનું અહીં યથાર્થ મૂલ્યાંકન સાંપડે છે. જૂની મૂડી' (૧૯૮૦)માં શબ્દકના કેટલાક જૂના અવાવરુ ખંડોનું દર્શન થાય છે તે રસપ્રદ છે. આમ તે એ કેશ જેવું લાગે, પરંતુ એ વ્યવસ્થિત કાશ નથી. જુનવાણી એટલે કે આથમણી ક્ષિતિજે ચડી ચૂકેલા જમાનાની સામગ્રી જેમાં શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, તથા કહેવાની સાથે જોડાયેલાં કથાનકેનો સમાવેશ થાય છે, તે અહીં કંઈક વ્યવસ્થિત રીતે ત્રણ ખંડમાં રજૂ થઈ છે. એમાં વપરાશમાંથી લુપ્ત થયેલા શબ્દ છે. જેના અર્થ પ્રચલિત અર્થથી સાવ જુદા જ હોય એવા પણ શબ્દ અહીં અપાયા છે. કેટલાક વિલક્ષણ રૂઢિપ્રયોગે છે અને કેટલીક કહેવતો અપાઈ છે જે તેની સચોટતા અને માર્મિકતાને કારણે ધ્યાનાર્હ છે. સ્વામી આનંદનાં આ સિવાયનાં પણ કેટલાંક પુસ્તકે છે જેમ કે “માનવતાને વિરી', “સર્વોદયવિચારણ”, “ભગવાન બુદ્ધ', “ગાંધીજીનાં સંસ્મરણ”, “ઈશોપનિષદ', લોકગીતા', “આતમનાં મૂલ”, “ઈશુનું બલિદાન' (૧૯૨૨, ૨૩, '૮૦), “નઘરોળ', (૧૯૭૫) અને “ઉત્તરાપથની યાત્રા” (૧૯૮૦). મૂળશંકર ભટ્ટ “ધરતીની આરતી (૧૯૭૭)માં પસંદ કરેલા લેખોને સંચય આપ્યો છે. (ઉ) મુનિ જિનવિજ્યજી (૧૮૮૮–૧૯૭૬): ભારતના મહાન પુરાવિદ, સંશોધક અને પ્રાચીન સાહિત્યના ઉદ્ધારક મુનિ જિનવિજયજીને જન્મ રાજસ્થાનમાં, ભૂતપૂર્વ મેવાડ રાજ્યના રૂપાવેલી નામે જાગીરદારી ગામમાં પરમાર ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ કિશનસિંહ હતું. એમના દાદા તખ્તસિંહજી અને પિતા વૃદ્ધિસિંહજીએ ઈ. ૧૮૫૭ના સ્વાતંત્ર્યયુદ્ધમાં ભાગ લીધો હતો. અને એથી એ બંનેને એ પછી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy