SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨ [૩૬૩ જીવનને લગતા મૌલિક લેખોને સંચય “ચાર તીર્થકર' (૧૯૫૯); “દર્શન અને ચિન્તનમાંથી સંકલિત કરેલા કેટલાક ઉત્તમ લેખેને સમુચ્ચય જૈન ધર્મને પ્રાણ (૧૯૬૨). “મારું જીવનવૃત્ત’ નામે એમની આત્મકથા તાજેતરમાં (૧૯૮૦) પ્રગટ થઈ છે. (સાં.) સ્વામી આનંદ (૧૮૮૭–૧૯૭૬) ગાંધીજીથી પ્રભાવિત થઈ તેમને અશેષભાવે આત્મસમર્પણ કરી તેમના અંતેવાસી હોવાને વિશેષાધિકાર ભોગવતી તેજસ્વી નક્ષત્રમંડલસની કેટલીક વ્યક્તિએમાંનું એક સ્વામી આનંદ હતા. ગાંધીજીને આત્મકથા લખવાને આગ્રહ કરીકરીને તેમની પાસે આત્મકથા લખાવીને જ જંપનાર સ્વામી આનંદે પિતાની આત્મકથા લખી નથી. તેમને પિતાને વિશે તેમના શબ્દોમાં જે કંઈ ઉપલબ્ધ છે તે બચપણનાં બાર વર્ષ સુધીની તેમની જીવનયાત્રાના વૃત્તાન્તરૂપે છે. તેઓ હતા તે આજીવન બ્રહ્મચારી, છતાં ઘણુંખરું કુટુંબોમાં વસવાને કારણે એમને સંસાર વિશાળ હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચંદ્ર મહાશંકર દવે હતું. તેમને જન્મ ૧૮૮૭માં સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં થયે હતા. પિતા ગામડાની શાળામાં મહેતાજી, મા નિરક્ષર, પરંતુ જ્ઞાની, સ્વમાની ને સહિષ્ણુ, વર્ષના હિંમતલાલને તેમની માસીએ દત્તક લીધો. માતાનું નામ ઉમાશંકર. મોરારજી ગોકુળદાસને ત્યાં તેમની નોકરી હતી. હિંમતલાલ માંબેત્રણ પડી ભણેલા. બાળપણમાં સ્વામી આનંદનું ગુજરાતીનું જ્ઞાન સાવ કાચું. પણ મરાઠી ઉપરની પકડ ઘણું સારી. સ્વાનુભવની વિદ્યાપીઠમાં દીક્ષિત થયેલા. સ્વામી આનંદે પછી તે હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા ઉપર પણ સારું પ્રભુત્વ મેળવેલું. મુંબઈની જિંદગી તેમણે ગિરગામ લત્તામાં વિતાવેલી. ત્યારે સ્વામીની ઉંમર દશ વર્ષની. માધવબાગના મંદિરમાં હતા ત્યાં “ચાલ બચ્ચા તને ભગવાન દેખાડું” એમ કહીને એક સાધુ તેમને લઈ ગયો. જીવનનું ઝરણું અહીંથી જુદી દિશામાં ફંટાયું. ઘણા બધા ને પ્રકાર-પ્રકારના અનુભવો તેમને થયા. ત્રણેક વર્ષની રઝળપાટ પછી સ્વામી આનંદ આલમોડા પાસે રામકૃષ્ણ આશ્રમમાં અને ત્યાંથી માયાવતીના અદ્વૈત આશ્રમમાં રહ્યા અને આશ્રમની પ્રકાશનપ્રવૃત્તિમાં મદદરૂપ થયા. રામકૃષ્ણના અનુયાયી સાધુઓના સમાગમમાં આવતાં, સેવામય સાધુજીવનની વિભાવના પૂર્ણ પણે ચરિતાર્થ કરીને ગાંધીજીનો વિરલ સહવાસ પ્રાપ્ત થયું ત્યારે સ્વામી આનંદની ઉંમર ૨૭ વર્ષની હતી. ત્યાં સુધીમાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy