SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [2. ૪ નીચે અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયા છે (૧૯૭૭). આત્માપરમાત્મા અને સાધનાના વિષય ઉપર ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના નિમ`ત્રણથી આપેલાં વ્યાખ્યાને અધ્યાત્મ વિચારણા' એ નામે ગુજરાતી તેમ જ હિન્દીમાં બહાર પડયાં છે (૧૯૫૬), મુ`બઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આપેલાં, ‘સમદશી આચાર્ય હરિભદ્ર' વિશેનાં પાંચ વ્યાખ્યાતા ગુજરાતીમાં પ્રગટ (૧૯૬ ૧) થયા પછી એનું હિન્દી ભાષાન્તર પણ થયુ છે (૧૯૬૬), જૈન ધર્મ-દર્શનના પ્રમાણભૂત પાઠથગ્રંથ લેખાતા, ઉમાસ્વાતિકૃત ‘તત્ત્વાર્થસૂત્ર'નુ` પડિતજીનું વિવેચન ગૂજરાત વિદ્યાપીઠના એમના સેવાકાળ દરમિયાન લખાંયું તે ૧૯૩૦માં છપાયું. તે ગ્રંથ એટલે લેાકપ્રિય થયા કે તેની ચાર ગુજરાતી આવૃત્તિ, (૧૯૩૦, ૧૯૪૦, ૧૯૪૯, ૧૯૭૦), ત્રણ હિન્દી આવૃત્તિ અને એક અંગ્રેજી આવૃત્તિ થઈ છે. સામાન્ય વાચક તેમ જ વિદ્વાન બંનેને ઉપયાગી થાય એવી શૈલીએ એમણે મૂળ ગ્ર ંથનું વિવેચન કર્યુ. છે, ગ્રંથકારના તેમ જ ગ્રંથ ઉપર લખાયેલી અનેક ટીકાઓને પરિચય આપ્યા છે તથા શ્વેતાંબર અને દિગંબર એ બંને આમ્નાયાને સમાનપણે માન્ય ગ્રંથના ઉપાદાનમાં જૈનેતર ગ્રંથાના વે વિનિયોગ થયા છે તે ઉદાહરણા આપી, તુલના સહ, બતાવ્યુ` છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપરનું પડિતજીનું આ વિવેચન એક પ્રશિષ્ટ કૃતિની ક્રાટિમાં સ્થાપિત થયું છે. આ સિવાય પણ ગ્રંથસંપાદન અને સ ંશાધનાત્મક પરિશીલન-લેખનમાં પંડિતનું પ્રદાન જેટલું વિપુલ છે એટલું જ મૂલ્યવાન છે. એમાંથી મહત્ત્વની કૃતિઓના નિર્દેશ અહીં પ્રસ્તુત થશે; દેવેન્દ્રકૃત પ્રાકૃત ‘કર્મગ્રંથ’, ભાગ ૧-૪ના હિન્દી અનુવાદ (૧૯૧૭–૨૦); પાત જલ યોગસૂત્ર ઉપર ઉપાધ્યાય યશેાવિજયકૃત વૃત્તિ અને હરિભદ્રસૂરિષ્કૃત પ્રાકૃત ‘યોગવિ’શિકા' સહ ‘યેાગદર્શન' (૧૯૨૨); સિદ્ધસેન દિવાકરકૃત ‘ન્યાયાવતાર'ના ગુજરાતી અનુવાદ (૧૯૨૭); આચાર્ય હેમચન્દ્રકૃત ‘પ્રમાણમીમાંસા’નું સંપાદન — વિસ્તૃત હિન્દી પ્રસ્તાવના (આ પ્રસ્તાવનાનેા અંગ્રેજી gal Advanced Studies in Indian Logic and Metaphysics (Calcutta, 1961) એ નામથી પ્રગટ થયા છે.)સહ (૧૯૩૯); ઉપાધ્યાય યશેાવિજયકૃત જૈન તર્ક ભાષા' (૧૯૩૮) અને ‘જ્ઞાનબિંદુ' (૧૯૪૦); ચાર્વાક દર્શનના એકમાત્ર ઉપલબ્ધ ગ્રંથ, જયરાશિકૃત તત્ત્વાપપ્લવસિંહનું સંપાદન—રસિકલાલ છે. પરીખના સહકારમાં (૧૯૪૦); બૌદ્ધ દાર્શનિક ધ કીકૃિત હેતુબિંદુ’ – અટકૃત ટીકા અને દુવેક મિશ્રકૃત અનુટીકા સહ (૧૯૪૯); સિદ્ધસેન દિવાકર કૃત ‘વેદવાદદ્વાત્રિંશિકા’— સંપાદન અને ગુજરાતી વિવેચન (૧૯૪૬); ‘નિ થ સંપ્રદાય' (૧૯૪૭); ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ તીર્થંકરાના
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy