SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ મહત્ત્વનું અને સુપ્રતિષ્ઠિત પુસ્તક છે. તેમની ચિંતનપ્રતિભાનું આ બન્ને પુસ્તકમાં સુંદર દર્શન થાય છે. આ રીતે શરૂ થયેલે કિશોરલાલને લેખનપ્રવાહ તેમના જીવનપર્યત નિરંતર વહ્યા કર્યો છે તે તેમનાં પુસ્તકોનાં પ્રકાશનવર્ષોમાં સ્પષ્ટ તરી આવે છે. તેમનું છેલ્લું પુસ્તક “સમૂળી ક્રાન્તિ” છે. તેમાં એમના સમગ્ર જીવનદર્શનના મહત્વને નિચેડ છે અને ગુજરાતી સાહિત્યમાં તેનું વિશિષ્ટ પ્રકારનું માનીં સ્થાન છે. જીવનનાં અસંખ્ય ક્ષેત્રોમાં એમની વિચારધારા વહી છે તેને સારો પરિચય સમૂળી ક્રાતિ'માં થાય છે. તેમની સ્વતંત્ર અને મૂલગામી વિચારપ્રક્રિયા ધાર્મિક, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં કેવું કાતિકારી દર્શન કરાવે છે તેનું, અને ભાષા, સાહિત્ય, લિપિ આદિમાં પણ કેવી નવીન દૃષ્ટિ આપે છે તેનું, સમૂળી ક્રાન્તિમાં અને ખી રીતે નિરૂપણ થયું છે. આ છેલ્લું પુસ્તક “સમૂળી કાન્તિ” ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના ગાંધીનિર્વાણ દિને પૂરું થયું તે કે જોગાનુજોગ છે! ગાંધીજીના અવસાન પછી “હરિજન” પત્રાના એ તંત્રી બન્યા ત્યારે સમગ્ર દેશને એ માટે પ્રેમાદર ભાવ થયો હતો. એમણે ભગવાન ભરોસે તંત્રીપણુને ભાર ઉઠાવતાં લખ્યું હતું કે “આ કામમાં ફાળો આપતાં હું ઘસાઈ જઉં તો મને મારા જીવનની એગ્ય સમાપ્તિ લાગશે.” એમણે કેઈની શેહશરમમાં તણાયા વિના એ પત્રને કેવળ સર્વોદયની ભાવનાનાં સત્ય તેમ જ ન્યાયનાં મુખપત્ર બનાવ્યાં હતાં. સરકાર સામે ખુલ્લું અને કડક લખવાને તંત્રીધર્મ એમણે બનાવ્યો હતે. પત્રકાર તરીકે એમનું નીડર વ્યક્તિત્વ દીપે છે. આ સત્યનિષ્ઠ વિચારકે “હરિજન” પત્રના તંત્રી તરીકે ગાંધીજીના આદર્શોને લક્ષમાં રાખી જનસેવા –લેકશિક્ષણનું કાર્ય તેજસ્વિતાથી કર્યું હતું. - સાહિત્ય અકાદમીએ ભારતની બધી ભાષામાં અનુવાદ કરાવવા માટે દસ ઉત્તમ પુસ્તકે પસંદ કરતી વખતે “સમૂળી ક્રાન્તિ અને બીજા લેખા’ને નામે કિશોરલાલનાં લખાણોને સ્થાન આપ્યું છે તે તેની ગુણવત્તા સૂચવે છે. ખરું જોતાં, કિશોરલાલનું બહોળું વિચારધન ગુજરાતી ચિંતનાત્મક સાહિત્યની અણમોલ સંપત્તિ બની છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy