SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૮] - કિશોરલાલ મશરૂવાળા [૩૪૫ નિરીક્ષણ કરીએ તે પહેલા ભાગ વિશે ભાગ્યે જ મતભેદ સંભવે છે, એટલું જ નહિ પણ તે મશરૂવાળાના વિચારોની સૂક્ષમતા અને ઊંડી સૂઝ તથા તેમના સૂમ વિચારસામર્થ્યની ઉચ્ચ કક્ષા દાખવે છે. પરંતુ બીજા વિભાગનાં લખાણોમાં વિચારની નવીનતા છે, વિચારપ્રેરક સામગ્રી છે, મૌલિક દષ્ટિ છે એ સાચું, પણ તેમાં કેટલાક વિચાર વિવાદાસ્પદ છે અને કેટલાક અસ્વીકાર્ય છે. આથી જ મેં “કેળવણીના પાયાઃ સુદઢ અને શિથિલ' એમ આ વિભાગને અનુલક્ષીને સંક્ષિપ્તમાં કહ્યું છે. | સર્જનાત્મક સાહિત્યને અનુલક્ષીને કિશોરલાલે કહ્યું છે, “સર્જક કલ્પના સામે મારે મુખ્ય વધે એ છે કે તે અસત્યના કલંકથી દૂષિત છે...”૧૨ તેમના આ વિધાનને કાઈ સ્વીકારી શકે નહિ. આ દષ્ટિ કવિતા વિશેના પ્લેટના વિચારોની યાદ આપે છે. કિશોરલાલ જેવા સૂક્ષ્મ અને મૂલગામી વિચારક તર્કનું સત્ય અને કલાનું સત્ય વિશેને ભેદ પારખી નહાતા શક્યા તે આશ્ચર્યની વાત છે. બીજે સ્થળે કહે છે, “શિક્ષકનું કાર્ય બાળકનું વલણ જે વસ્તુ માગે તેવી વ્યવસ્થા કરવાને બદલે (કમમાં કમ, તેની સાથેસાથે) એનામાં જે ખામી હોય તે પૂરવાની વ્યવસ્થા કરવાનું છે.” બાળકનું શિક્ષણ તેની સ્વાભાવિક પ્રજ્ઞાને અનુરૂપ હોવું જોઈએ એમ બધા કેળવણકારોનું મંતવ્ય છે. કિશોરલાલ કહે છે તેવા પ્રકારના શિક્ષણમાંથી નિષ્ણાત ઉભવી જ ન શકે. વળી, ઇતિહાસનું અભ્યાસક્રમમાં સ્થાન ગૌણ અને છેલ્લી કક્ષાનું હોવું જોઈએ એ વિધાનમાં કિશોરલાલ જેવા શિક્ષણકાર ઈતિહાસના અભ્યાસનું યોગ્ય મહત્ત્વ સમજી શક્યા નથી એવો સર્વ સામાન્ય અભિપ્રાય તદ્વિદોએ વ્યક્ત કર્યો છે. આ બધા વિશે મેં ચિલ્લેષ’માં સોદાહરણ સમીક્ષા કરી છે. કેળવણીવિવેક” અને “કેળવણવિકાસ: આ ઉપરાંત ગાંધીજીએ વર્ધાજના તરીકે “નઈ તાલીમની નવી ને ક્રાન્તિકારક વિચારણા રાષ્ટ્ર પાસે રજૂ કરી તે પછી કિશોરલાલ મશરૂવાળાએ “કેળવણીવિવેક' (૧૯૪૮) અને “કેળવણુંવિકાસ' (૧૯૫૦) નામનાં બે પુસ્તક લખ્યાં હતાં. “કેળવણીવિવેકને “કેળવણીના પાયાને અનુગ્રન્થ ગણવાનું કિશોરલાલે જ કહ્યું છે. એમાં પણ શિક્ષણુવિચાર વિશેના જુદાજુદા પ્રસંગે લખેલા લેખોનું સંકલન કર્યું છે. “કેળવણીવિકાસમાં સાબરમતી આશ્રમ કરતાં વર્ધા યોજનાના સિદ્ધાંતોને વિકાસ થયે તેને નકશો જોવા મળે છે. આ ગ્રન્થનું મૂલ્ય નઈ તાલીમ અને સ્વાવલંબન વિશે નરહરિ પરીખે પ્રસ્તાવનારૂપે લખેલી ભૂમિકાથી વિશેષ વધ્યું છે. વર્ધાજનાની સુંદર સમીક્ષા અને તેનું વિશદ વિવરણ આ પુસ્તકમાં થયું છે. તેમણે સરસ રીતે પ્રતિપાદન
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy