SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ થયો છે. “સહજાનંદ સ્વામીના ચરિત્ર આલેખનમાં કિશોરલાલની ખરી કસોટી થઈ છે એમ કહી શકાય. ચુસ્ત સાંપ્રદાયિક દૃષ્ટિની ઊંડી અસરથી મુક્ત થયા છે ને તેમની નિર્મળ નવજાગૃતિને સારો પરિચય એ ચરિત્રાલેખનમાં કિશોરલાલે આપ્યો છે. તેમણે કહ્યું છે: સંપ્રદાયમાં કેટલીક અશુદ્ધિઓ મેં જોઈ છે, સંપ્રદાયના કેટલાક વાદોમાં અને તત્વનિરૂપણની પદ્ધતિમાં હું સંપૂર્ણપણે સંમત નથી; અને આ ચરિત્રમાં જ્યાં ટકે ન હોય ત્યાં મારે તેને નિર્દેશ પણ કરવો પડ્યો છે.” કેળવણીવિચાર કેળવણીના પાયા : “કેળવણીના પાયા' (૧૯૨૫) એ ગુજરાતના શિક્ષણક્ષેત્રની વિચારસંપત્તિમાં કિશોરલાલે કરેલું અમૂલ્ય અને અનોખું પ્રદાન છે. શિક્ષણ એમનું પ્રથમ વિશિષ્ટ ક્ષેત્ર હોવાથી તેનું સૂક્ષ્મ અવલોકન કરી બ્રિટિશ ઢાંચામાં અપાતું વર્તમાન શિક્ષણ કેવું શુષ્ક અને માનવગુણના ઉત્કર્ષની દૃષ્ટિએ નિષ્ફળ છે તેનું શાસ્ત્રીય પૃથકકરણ આ ગ્રંથમાં કર્યું છે અને ચારિત્ર્યપોષક માનવી ગુણે અને વિદ્યાનું સંયોજન થાય એ કેળવણુને ઉદ્દેશ સ્પષ્ટ કર્યો છે. કિશોરલાલે “કેળવણીના પાયા ” એ જુદાંજુદાં નિબંધ લખાણનું ગ્રન્થસ્થ કરેલું પુસ્તક છે એમ કહીને કેળવણું વિશેની પિતાની આગવી દષ્ટિ વિશે લખ્યું છેઃ કેળવણ લેનારને સામાજિક જીવન ગાળવાનું છે એ વાત એ કે નિબંધમાં ભુલાઈ હોય એમ મને લાગતું નથી. કેળવણી લેનાર સમાજનું ઉપયોગી અવયવ કેમ બને એ બાબતનું ક્યાંયે વિસ્મરણ નથી.” તેમ જ “આ જ કારણથી જેમ સોય કેડે દોરો ચાલી આવે, તેમ આ નિબંધેની પાછળ એક જ પ્રધાન વિચાર માલૂમ પડી આવશે. તે દૈવી સંપત્તિઓના ઉત્કર્ષને; ચિત્તને ગુણવિકાસને; વિવેકબુદ્ધિની શુદ્ધિને.”૧૦ આ લેખકે અન્યત્ર દર્શાવ્યું છે તેમ, આ લખાણોના બે સપષ્ટ ભાગ પડી જાય છેઃ (૧) કેળવણી વિશેનું એમનું દૃષ્ટિબિન્દુ રજૂ કરવા માટે કેળવણી અને શિક્ષણ, વિનય, વિદ્યા, વિજ્ઞાન, વિવેકબુદ્ધિ તથા અભ્યાસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા માટે દાખલાદલીલ સહિત તેનું સરલ વિવરણ કર્યું છે. તેમ જ ઈન્દ્રિયોની કેળવણી વિશેના વિચારે સ્પષ્ટ રીતે સમજાવી પ્રજ્ઞા, તર્કશક્તિ, બુદ્ધિના ભેદની લાક્ષણિક રીતે રજૂઆત કરી છે, તેમ જ સત્ય નિર્ણયે, શ્રદ્ધા, વિકાસના માર્ગો વિશેની વિચારણા કરી છે. (૨) ક૯પનાશક્તિની કેળવણ, વિકાસના માર્ગો, જીવનમાં આનંદને સ્થાન વિશેનું એમનું દૃષ્ટિબિંદુ તેમ જ ઇતિહાસ, વિજ્ઞાન, સંગીત, કળા, આદિનું કેળવણીમાં સ્થાન વિશેના મૌલિક વિચારે. આ બન્ને વિભાગનું
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy