SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [[ચં. ૪ મહાભૂતમાં પાણી પ્રવાહી ચંચલ અને ગતિશીલ છે, એ તે ખરું જ. પણ ઈતિહાસ સંસ્કૃતિ અને સમાજવિજ્ઞાનના અભ્યાસી તરીકે તેઓ એ વાત પણ સારી રીતે પામી ગયા છે કે નદીઓ લેકમાતાઓ છે. લોકજીવનને પોષવામાં, તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં, અને એ રીતે લોકસંસ્કૃતિના જતનમાં નદીઓને મોટો ફાળો રહ્યો છે. જગતની અનેક મહાન સંસ્કૃતિઓ મહાનદીઓના કિનારા પર વિકસી હતી. પ્રજાઓના વ્યવહારવિનિમયમાં એ નદીઓને ફાળા નાનોસૂને નથી. આથી કાકાસાહેબ એમ સૂચવવા પ્રેરાયા છે કે જુદી જુદી પ્રજાઓના ઇતિહાસ તેની રાજકર્તાઓની વંશાવળિઓ પ્રમાણે નહિ, પણ જુદીજુદી નદીઓને કાંઠે વસેલી પ્રજાઓની જુદીજુદી વંશાવળિઓ પ્રમાણે લખાવો જોઈએ. કાકાસાહેબે આપણા દેશની નદીઓને ઓળખાવતાં દરેકના વિશિષ્ટ વ્યક્તિત્વની મનહર મુદ્રા ઉપસાવી આપી છે. નદીએ પણ તેમની સ્વજન હોય તે રીતે, વહાલથી તેઓ તેને પરિચય આપે છે. “ગંગામૈયા', ‘યમુના રાણી', સખી માર્કી', “ગુર્જરમાતા સાબરમતી', દક્ષિણગંગા ગોદાવરી', ‘ઉભયાન્વયી નર્મદા જેવાં લખાણનું નદીદર્શન અત્યંત હૃદયસ્પર્શી બની આવ્યું છે. સંસ્કારસમૃદ્ધ વર્ણનશૈલીના સુભગ ઉન્મેષો એમાં જોવા મળે છે. કાકાસાહેબની રસિકકમળ કલ્પનાશક્તિ આકર્ષક ચિત્ર અહીં કંડારી આપે છે. “સંધ્યારસનું સરોવરદર્શન અને “જાંઓને તાંડવગ” જેવાં લખાણોમાં પણ તેમની ગદ્યશૈલીની રમણીયતા એટલી જ હૃદ્ય છે. ગેરસપ્પાના ધોધ વિશે ત્રણ જુદાજુદા પ્રસંગે લખાયેલા ત્રણ લેખે તેમની જુદીજુદી મનઃસ્થિતિનાં હૃદ્ય ચિત્રે અપે છે. ઓતરાતી દીવાલો' (ઈ. ૧૯૨૫): આ નાનકડી પુસ્તિકામાં કાકાસાહેબે આપણા વિશ્વના એક અપરિચિત પાસાનું દર્શન કરાવ્યું છે. આપણી આસપાસમાં જ રહેતાં છતાં હંમેશાં ઉપેક્ષા પામેલાં પંખીઓ જીવજંતુઓ અને છોડ-વેલ અહીં વર્ણનને વિષય બન્યાં છે. અસહકારની લડતમાં ભાગ લેવા માટે સરકારે તેમને કેટલોક સમય સાબરમતીની જેલમાં રાખ્યા હતા. આ જેલવાસ દરમ્યાનની એકલતાની ક્ષણેમાં તેઓ પોતાની બૅરેક બહારની દુનિયા કુતૂહલપૂર્વક નિહાળતા રહ્યા હતા. જેલની ઓરડીમાંથી દેખાતું આકાશ અને તારાનક્ષત્રોની ગતિવિધિ તેમની દૃષ્ટિમાં આવ્યાં છે જ, પણ ઓરડીમાં અને બહાર એકત્ર થતાં જીવજંતુઓ અને પંખીઓની ક્રીડા પણ તેઓ એટલા જ રસપૂર્વક નિહાળતા રહ્યા છે. આંગણામાં ઊગેલે એરંડા અને પીપળો તે તેમનાં અંતેવાસીઓ બની રહ્યાં છે. જ તુલકની પ્રવૃત્તિઓનું તેમનું આ જાતનું અવલોકન રોમાંચક છે. સંઘગતિમાં વિચરતાં કીડીમ કેડા, “કર્મકાંડી કબૂતરોનું જલસ્નાન, વંદાઓનું સ્વાગત',
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy