SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭] કાલેલકર [ ૩૧૭ અને શ્રદ્ધાભાવ જ પ્રગટ થઈ જાય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિને એ જીવત વારસા છે એવી દૃઢ શ્રદ્ધા તેએ કેળવી રહ્યા છે, ‘વૈરાગ્યવૈભવને વારસા’, · દેલવાડાની ધાર્મિક કળા', ‘બાહુબલી', ‘અજંટા', ‘તાજમહાલ’, ‘બુદ્ધ યશેાધરા અને રાહુલ' જેવા લેખેામાં આપણાં કેટલાંક મહત્ત્વનાં કલાધામોને પરિચય મળે છે. આપણે ત્યાં ઘણીએક કળાપ્રવૃત્તિ જુદીજુદી ધર્માંસ સ્થાએના આશ્રયે વિકસતી રહી છે, અને જુદીજુદી સંસ્થાની કળાઓમાં જુદીજુદી શૈલીએ નિર્માણ થવા પામી હતી. આથી, કાકાસાહેબ આવી ધ સંસ્થાને તેમ તેનાથી પ્રેરાયેલી શૈલીઓનેય વિચાર કરવા પ્રેરાયા છે. તે સ્થાપત્યાદિ કળાએ વિશે જે ચર્ચા કરે છે તેમાં તેમની શિષ્ટ અભિન્નત રસવૃત્તિ અને સૂક્ષ્મ કળાદષ્ટિનેા પરિચય થઈ જાય છે. જોકે કેવળ કળાદષ્ટિએ વિચારતા રહેવાનું તેમનુ વલણ નથી, સમાજ સસ્કૃતિ અને જીવનવ્યવસ્થાને વિશેષ લક્ષમાં રાખી તેએ એ બધી કળાના વિચાર કરે છે. આથી સમાજજીવન પર કળાઓની અસરના પ્રશ્નો તેમનું વિશેષ ધ્યાન રાકે છે. આ ગ્રંથમાં મેાટા ભાગના નિબંધો પ્રકૃતિની ભૂમિકા રજૂ કરે જ છે. પણ ‘દક્ષિણને છેડે’, ‘ઘટાશિલેશ્વર’, ‘સીતાનહાણી', ‘પુણ્ય તારાનગરી’ કે ‘ચાંદીપુર અથવા પૂર્વ ખેરડી' જેવા નિબંધ મુખ્યત્વે પ્રકૃતિદર્શનના છે. કાકાસાહેબની સૌંદષ્ટિને એમાં સુભગ પરિચય મળી જાય છે. તેમની હાસ્યવિનેાદની નર્મમર્મભરી ઉક્તિઓ અહી તેમની શૈલીને વધુ હુઘ બનાવે છે. જીવનલીલા' (ઈ. ૧૯૫૬) : કાકાસાહેબને, આપણા દેશની નદીઓનુ” મહિમાગાન કરતા લેખેાના પહેલા નાના સંગ્રહ ‘લાકમાતા’(૧૯૩૪)ના નામે પ્રગટ થયા હતા, એમાં સાહિત્ય અકાદમી, દિલ્હીની સૂચનાથી જળદર્શનને લગતાં ખીજાં લખાણા ઉમેરીને ઈ. ૧૯૫૬માં ‘જીવનલીલા'ની સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી. એમાં નદીદર્શન ઉપરાંત સાગર સરૈાવર જેવાં જળાશયેા વિશેનાં લખાણા એકસાથે રજૂ થયાં. તેથી પાણી જેવી વિભૂતિ પરત્વે કાકાસા હેળનુ * અપાર આકર્ષણ રહ્યું છે, તેના સરસ પરિચય મળે છે, જીવનલીલા' એ શીર્ષીકમાં ‘જીવન' શબ્દના શ્લેષથી જ ચૈતન્ય' અને ‘પાણી' એ બંને અશ્ સૂચવાઈ જાય છે. કાકાસાહેબને પાણી માટે કંઈક વિશેષ પક્ષપાત રહ્યો દેખાય છે. નદી સાગર કે સરાવરના દર્શન માટે તેઓ સદાય ઉત્સુક રહ્યા છે. નિરંતર વહેતા જળપ્રવાહમાં માનવજીવનની ગતિવિધનું દર્શન તે કરી શકે છે. પાણીનાં અપારવિધ રૂપેામાં પરમ ચૈતન્યની લીલા પ્રતિબિંબિત થઈ રહી હૈાવાની તેમની પ્રતીતિ છે. બધાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy