SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૬] ગાંધીજી [ ૩૦૩ ગીતાને ઉપદેશને માત્ર બુદ્ધિથી અર્થ કરતાં તે માનવીને એની માનવતામાંથી મુક્ત બનવાનું સૂચવતો હોય એમ લાગે. બમજોવાલ્મન ge: રહેવાને અને અમરતિરે ચાહાત્મતૃપ્તશ્વ માનવઃ એ આદર્શ તથા ત્રિગુણાતીત બની સર્વધન્વરિચર્ચા મામે ઝું રળે ત્રત્રને ઉપદેશ મનુષ્યસ્વભાવની સામાન્ય તૃષ્ણાઓની સાથે એના હૃદયની પ્રેમઝંખના ને ધર્મભાવનાને પણ નિષેધ કરતા હોય એવો ધ્વનિ નીકળે છે. પરંતુ ગીતાને ઉદ્દેશ મનુષ્યની મનુષ્યતાને કુંઠિત કરવાને નહિ પણ તેને અહમના બંધનમાંથી મુક્ત કરી પૂર્ણ રૂપે પ્રગટાવવાનું છે. ગાંધીજીએ એ દર્શનમાં પિતાના હૃદયને અભિલાષ જોયે. એમની સેવાભાવના માત્ર કર્તવ્યબુદ્ધિએ પ્રેરેલો નહિ પણ પ્રેમની પરિપૂર્ણતામાંથી ઉદ્ભવેલો આદર્શ હતો, અને ગીતાના નિષ્કામ કર્મના ઉપદેશમાં એમને એ આદર્શના પાલનમાં નિરહંભાવની આવશ્યકતાનું રહસ્ય પ્રગટ થયું. ત્રીજા અધ્યાયના ૨૭–૨૮ કલેકે ઉપરની નોંધમાં ગાંધીજી લખે છે: “જેમ શ્વાસોચ્છવાસ આદિ ક્રિયા પિતાની મેળે થાય છે; તેને વિશે મનુષ્ય આસક્ત નથી થતો, તેમ સ્વાભાવિક કર્મો પિતાની મેળે થતાં હોય તે તેમને વિશે આસક્તિ ન હોય. જેનો સ્વભાવ ઉદારતાને છે તે પોતે ઉદાર છે એમ જાણ પણ નથી; તેનાથી દાન કર્યા વિના રહેવાય જ નહીં.” અને ગીતાબોધના ત્રીજા અધ્યાય ઉપરના પ્રવચનમાં તેઓ કહે છે: “પોતાને ભાગે જે સેવા આવે તે ઈશ્વરપ્રીત્યર્થે કરવા તત્પર રહેવું. આમ કરવાથી જે કરીએ તે ઈશ્વર જ કરાવે છે એમ ભાવના ઉત્પન્ન થશે, એવું જ્ઞાન પેદા થશે અને અહંભાવ ચાલ્યો જશે. આનું નામ સ્વધર્મ.” આવા નિષ્કામ, નિરહંભાવી, ઈશ્વરસમર્પિત સેવાયજ્ઞમાં વ્યક્તિ કળાના આસ્વાદમાં અનુભવે છે તેવી, ચિત્તવૃત્તિમાં સંપૂર્ણ સંવાદિતાની પ્રસન્નતા અનુભવે છે અને તે જ, ગાંધીજીની દષ્ટિએ, સમાધિ કે આત્મદર્શનની સ્થિતિ. એ સ્થિતિની કલ્પનામાત્ર ગાંધીજીના હૃદયમાં જે ઉત્સાહ પ્રેરતી તેને સ્પર્શ “અનાસક્તિયોગ'ની પ્રસ્તાવનાના ગદ્યમાં પણ અનુભવાય છે. ૯. “મંગળપ્રભાત નિરાં મેયવિલીનતાની સ્થિતિની ગાંધીજીને જે ઝાંખી થઈ હતી તેની પાછળ વર્ષોના વ્રતબદ્ધ જીવનની સાધના રહી હતી. સત્યાગ્રહ આશ્રમને ઉદ્દેશ પ્રજાજીવનની શુદ્ધિ અર્થે વ્રતબદ્ધ જીવન દ્વારા ધર્મની શક્તિ પ્રગટાવવાને હતા. યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે મંગળવારે આશ્રમવાસીઓ માટે લખી મોકલેલા ને પાછળથી “મંગળપ્રભાત” નામે પ્રસિદ્ધ થયેલા પ્રવચનલેખોમાં ગાંધીજીએ આશ્રમની એ વ્રતસાધનાનું સ્વરૂપ સમજાવ્યું છે. કુલ અગિયાર વ્રત હતાં.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy