SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ ૮. ગીતાવિચાર “સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ વાચકને જે નિરહંભાવની ઝાંખી કરાવી છે તેની પ્રેરણા એમને ભગવદ્દગીતાના અભ્યાસ ને મનન-ચિંતનમાંથી મળી હતી. અસહકારના આદેલનની નિષ્ફળતાના અનુભવ પછી નિષ્કામ કર્મભાવનાનું ખરું રહસ્ય તેમને પ્રગટ થવા માંડયું હતું. ૧૯૨૬નું વર્ષ રાજકીય ક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ આશ્રમમાં ગાળ્યું એ દરમિયાન તેમણે આશ્રમની પ્રાતઃકાળની પ્રાર્થનાના સમયે ભગવદ્ગીતા ઉપર વાર્તાલાપ શરૂ કર્યા. આ વાર્તાલાપની નોંધ ગાંધીજીનું ગીતાશિક્ષણ એ નામથી પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ છે. નેધમાં ગાંધીજીનું વક્તવ્ય સળંગ જળવાઈ શકયું નથી અને કોઈ કોઈ વાર તે ગાંધીજી પ્રાર્થનામાં હાજર રહેલાં બાળકે ને ઓછું ભણેલી બહેનને ઉદ્દેશીને બેલી રહ્યા હોય એમ લાગે છે. એટલે ગીતાનો ઉપદેશ ઉપર એક વ્યવસ્થિત ભાષ્ય તરીકે “ગાંધીજીનું ગીતાશિક્ષણનું બહુ મહત્ત્વ નથી. પણ તે ઉપદેશનું જે સૂક્ષ્મ રહસ્ય ગાંધીજીના હૃદયમાં સ્લરી રહ્યું હતું તેની કંઈક ઝાંખી વાચકને એમાં જરૂર થાય છે. સન ૧૯૩૦ના માર્ચ માસમાં પ્રસિદ્ધ થયેલી “અનાસક્તિયેગ' પુસ્તિકામાં તેમણે એ રહસ્યને કઈ પણ વાચક સમજી શકે એવી સાદી અને સરળ છતાં એમના દર્શનના કાવ્યત્વને હૃદયગમ્ય કરતી ભાષામાં મૂકી આપ્યું. તેને સમજવામાં પણ મુશ્કેલી પડતી હતી એવી ફરિયાદ પરથી ૧૯૩૦માં યરવડા જેલમાંથી આશ્રમમાં સવારની પ્રાર્થનાના સમયે વાંચવા માટે દર મંગળવારે લખાતા પત્રોમાં ગીતાનું પ્રકરણવાર વિવરણ શરૂ કર્યું અને પિતાના વિચારને બને તેટલી સહેલી ભાષામાં સમજાવવાને ફરીથી પ્રયત્ન કર્યો. આ પ્રવચને “ગીતાબોધ' નામની પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ થયાં છે, ગાંધીજીનું ગીતાદર્શન એક ચિંતકનું નહિ પણ કવિદ્રષ્ટાનું છે. “અનાસક્તિગ'ની પ્રસ્તાવનામાં તેઓ લખે છે તેમ એમને માટે “ગીતા સૂત્રગ્રંથ નથી” પણ “એક ધર્મ કાવ્ય છે. તેમાં જેમ ઊંડા ઊતરે તેમ એમાંથી નવા ને સુંદર અર્થો મેળો.” કાવ્યના અર્થ ને વિસ્તાર તર્ક વ્યાપારથી નથી થતા, પરંતુ એના શબ્દો કે કપને ભાવકના હૃદયમાં અંકિત થતાં કોઈ અકળ ચિતન્યવ્યાપાર એ શબ્દ કે ક૯પ દ્વારા નવાં નવાં ધ્વનિવર્તુળો સજે છે અને યુગેયુગે એમના નવા રહસ્યાર્થી પ્રગટ કરે છે. ગાંધીજીએ ગીતાના ઉપદેશનું એમ કાવ્યની રીતે પરિશીલન કર્યું છે. તેના શબ્દાર્થને વળગી નહિ રહેતાં તેમણે બીજા અધ્યાયમાં આવતું સ્થિતપ્રજ્ઞનું અને બારમા અધ્યાયનું ભક્તનું એ બે ચિત્રો ઉપર પોતાની ક૯૫નાદષ્ટિ સ્થિર કરી અને એ ચિત્રાએ એમની હદયભૂમિમાં પડેલાં બીજાં સંસ્કારબીજને અંકુરિત કરી ગીતાના ઉપદેશનું તેમને અત્યંત મૌલિક દર્શન કરાવ્યું.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy