SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૭૭ પ્ર. ૬] ગાંધીજી તેમ આત્મારામ તે જુએ છે તેથી જીભ તે આદાને નથી અડકી શકતી.”૪૨ પિતાની શ્રેયયાત્રામાં કસ્તૂરબા, પુત્રો ને બીજાં સ્વજનોને ભાગીદાર બનાવવાની ગાંધીજીની અભિલાષાએ એમને ખૂબ કલેશ કરાવ્યો હતો, અને આ સમયના કેટલાક પત્રમાં એ કલેશની વેદના તાદશ જોઈ શકાય છે.૪૩ ૪. “હિન્દ સ્વરાજ' ૧૯૦૯માં દક્ષિણ આફ્રિકાની હિંદી કેમ વતી ડેપ્યુટેશનના સભ્ય તરીકે ગાંધીજી લંડન ગયા હતા ત્યાં તેમણે એડવર્ડ કારપેન્ટરનું ‘સિવિલિશન, ઇટ્સ કોઝ ઍન્ડ કોર એ પુસ્તક વાંચ્યું અને કેટલાક સમયથી એમના મનમાં જે વિચારો ઘોળાઈ રહ્યા હતા તેમણે ચક્કસ અને સ્પષ્ટ આકાર લીધો. લંડનમાં રહેતા કેટલાક વિપ્લવવાદી ભારતીય યુવાને સાથે ગાંધીજીએ એ વિચારે ચર્યા અને “હિંદ સ્વરાજ'માં એ ચર્ચાઓનો વાચક-અધિપતિ વચ્ચે સંવાદ રૂપે સાર આપ્યો. વળતી મુસાફરી દરમિયાન “કિલ્લોનન કાસલ” આગબોટ ઉપર એમણે એ પુસ્તિકા લખી અને “ઈન્ડિયન ઓપિનિયન’ના તા. ૧૧-૧૨-૧૯૦૯ તથા ૧૮-૧૨-૧૯૦૯ના અંકમાં બે હપ્ત છાપી. ભવિષ્યના ગર્ભમાં દષ્ટિ: હિંદ સ્વરાજ'ને વિષય હતો ભારતને કેવું સ્વરાજ ખપે અને તે કેવી રીતે સિદ્ધ કરવું, અને પહેલી નજરે રાજકીય જણાતા એ વિષયની ચર્ચામાં ગાંધીજીએ માનવજીવન તથા સંસ્કૃતિ વિશે કેટલાક મૂળભૂત પ્રશ્નો ઊભા કર્યા છે જે આજે પણ અનેક ચિંતકોને મૂંઝવી રહ્યા છે. ઓગણીસમી સદીના યુરોપમાં ઝડપથી વધી રહેલી ઔદ્યોગિક સમૃદ્ધિ, વિસ્તરી રહેલું અક્ષરજ્ઞાન, અનેક રૂપે ફેલાઈ રહેલું સાહિત્યસર્જન અને સર્વ પ્રજાઓમાં પ્રચાર તથા પ્રતિષ્ઠા પામી રહેલી લોકશાહીની ભાવના, આ સર્વ માનવજાતને કાળક્રમે ભૌતિક, બૌદ્ધિક ને નૈતિક ઉન્નતિને શિખરે પહોંચાડશે એવી શ્રદ્ધા વ્યાપક બની રહી હતી. અનવરત પ્રગતિની આ માન્યતાને પ્રથમ વિશ્વયુદ્ધ પહેલો આઘાત આપ્યો. એ યુદ્ધનાં અનિવાર્ય પરિણામ આવ્યાં નાઝીવાદ, ફાસીવાદ ને રૂાલીનશાઈ સામ્યવાદના ઉદયમાં, અને એ ઘટનાઓએ અનેક ચિંતકે ને સાહિત્યકારોમાં ઔદ્યોગિક સમાજનાં નૈતિક ને સાંસ્કૃતિક પરિણામો વિશે ઊંડી શંકાઓ પ્રેરી. વિજ્ઞાનની શોધોએ માનવના હાથમાં અમર્યાદ ભૌતિક સત્તા મૂકી છે, પણ એ સત્તાને સદુપયોગ કરવાની શક્તિનો એનામાં બિલકુલ વિકાસ થયો નથી એ હવે સ્પષ્ટ બની ચૂક્યું છે. “હિંદ સ્વરાજ' લખાયું ત્યારે ઔદ્યોગિક સંસ્કૃતિનાં આ પરિણામો ભવિષ્યના ગર્ભમાં હતાં અને એ સંસ્કૃતિ માણસજાત માટે એક ગંભીર સમસ્યારૂપ બની જશે એની ભાગ્યે જ કોઈને કલ્પના હતી. માફસ જેવા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy