SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [2. ૪ સામાન્ય માનવતાનુ` રાચક ચિત્ર આપતી હેાઈ તેમજ એમની આદર્શ સત્યાગ્રહીની કલ્પનાને સ્પષ્ટ કરતી હેાઈ, નેોંધપાત્ર છે. કાફર જાતિના હબસીઓ સાથે રહેવાનુ થતાં, ગારાઆ હિંદીઓ પ્રત્યે અનુભવતા તેવી સૂગ ગાંધીજી તેમના પ્રત્યે અનુભવે છે, પણ હૃદયની આ નિર્બળતા છતી કરતાં એમને સકાય થતા નથી. દક્ષિણ આફ્રિકાની છેલ્લી ૧૯૧૩ની લડત વખતે ખાણમજૂરાની સૂચના ઉત્સાહભર્યાં વાતાવરણને એક લેખમાં'॰ ગાંધીજીએ જન્મજાત લેખકની કળાથી શબ્દબદ્ધ કર્યુ છે. એ ગરીબ નિરક્ષર જનતાના નિર્મળ પ્રેમના અને એની વીરતાના દર્શને ગાંધીજી વિનમ્ર કૃતજ્ઞતા અનુભવી રહ્યા, જેણે આ સમયનાં એમનાં લખાણા ને ભાષણાને ઊંડી મધુરતાના પાસ આપ્યો છે. આ સમયના અંગત પત્રો: સન ૧૯૧૦થી ૧૯૧૪ સુધીનાં વર્ષોં ગાંધીજીના આંતરવિકાસમાં ઘણાં મહત્ત્વનાં હતાં, અને એ સમયના કેટલાક પત્રા આ વિષય ઉપર પ્રકાશ પાડતી ઘણી સામગ્રી પૂરી પાડે છે. મગનલાલ ગાંધી, જમનાદાસ ગાંધી અને રાવજીભાઈ પટેલ ઉપરના અનેક પત્રમાં આપણે મેક્ષધર્મ વિશે ગાંધીજીના ઘડાઈ રહેલા વિચારાનુ અને એ વિચારાના અમલમાં એમને મળેલી સફળતા-નિષ્ફળતાનું દર્શન કરીએ છીએ. એ વિચારાની પ્રેરણા એમને મુખ્યત્વે ભારતીય પરંપરાના અભ્યાસમાંથી મળી હતી, પરંતુ જે સ્વતંત્ર વિવેકબુદ્ધિથી તેમણે ‘હિંદ સ્વરાજમાં આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિનું મૂલ્યાંકન કર્યું" હતુ તે જ બુદ્ધિથી તે ભારતીય પરંપરાની ક્ષતિએ પણ ચીંધી આપે છે. અન્ય ધર્મોના અભ્યાસ અને પશ્ચિમના સંસ્કારાથી ઘડાયેલી સ્વતંત્ર જીવનદૃષ્ટિની મહ્દ વડે ગાંધીજી ભારતીય પરંપરાને એક નવી દિશામાં વાળે છે. એ સાધના અંગેનું એમનું પ્રયાગાત્મક દૃષ્ટિબિંદુ મગનલાલ ગાંધીને લખેલા એક પત્રમાં એમણે સ્પષ્ટ કર્યુ” છે : “આપણે મહાપ્રયાસમાં પડચા છીએ. તત્ત્વજ્ઞાનની શેાધ કરીએ છીએ. કંઈ નવું શેાધીએ છીએ એમ નથી કહેતા. પણ તે જ્ઞાન જે માણસ પેાતાનું કરવા માગે તેનાં રહેણીકરણી કેવાં હાવાં જોઈએ તે આપણે અજમાવીએ છીએ. ઘણાં વર્ષોથી ચઢેલી ઊધઈ દૂર કરવા માગીએ છીએ.”૪૧ કાઈ કાઈ પત્રમાં ગાંધીજીએ એ મહાપ્રયાસની કઠિનતાનું તાદશ દશ ન કરાવ્યુ છે. સ્વાદેન્દ્રિય જીતવાના એક કષ્ટદાયક અનુભવનું વર્ણન કરતાં ગાંધીજી લખે છે : “આદુ કેમ ખવાય ? કૂણાં મૂળિયાં ખાવાં એ તેા કુમળાં બાળકને મારી નાખ્યા બરાબર થયું. મારી પોતાની ઉપર તિરસ્કાર છૂટછ્યો. મેં ના પાડી...પણ જીભ ને આંખ કૂતરાં છે. આંખ જુએ છે ત્યારે આદુ લેવાની ઇચ્છા થાય છે. જીભ તલપી રહે છે. પણુ એઠા ઉપર તલપતું કૂતરુ' જેમ ધણીને જોઈને એઠું લેવાની હિંમત પણ નથી કરી શકતુ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy