SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ક઼] ગાંધીજી [ ૨૦૧ • સત્યના પ્રયાગા'ની કથા લખો હતી અને એને જ વશ વતી'ને એમણે એ કથા જવી હતી. સાહિત્યસૃષ્ટિ ગાંધીજીનું સાહિત્ય ત્રણ પ્રકારે ઉદ્ભવ્યું છે: પત્રા, ભાષણા અને લેખા. પ્રકાશનનાં માધ્યમ હતાં મુખ્યત્વે એમણે ચલાવેલાં ‘ઇન્ડિયન ઓપિનિયન ’ ‘યંગ ઇન્ડિયા ' • નવજીવન' અને હરિજન' વગેરે સામયિક પત્રા, ભાષણેાની નેાંધા પણુ એમાં પ્રકાશિત થઈ છે અને ‘હિંદ સ્વરાજ' કે ‘આત્મકથા' જેવી સળ ંગસૂત્ર સ્વતંત્ર કહેવાય એવી રચનાઓ પણ એમાં હપ્તાવાર પ્રગટ થયેલી છે. સીધા ગ્રંથ રૂપે પ્રગટ થયેલાં ગાંધીજીનાં લખાણા ભાગ્યે જ છે. પણ ગાંધીજીનાં લખાણાના વિવિધ દૃષ્ટિથી અનેક સચયેા થયેલા છે અને ‘હિંદ સ્વરાજ’ (૧૯૦૯), ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ' (ભા. ૧ : ૧૯૬૪ –ભા. ૨ ઃ ૧૯૨૫), ‘સત્યના પ્રયેાગા અથવા આત્મકથા' (ભા. ૧ : ૧૯૨૭ – ભા. ૨ : ૧૯૨૯), ‘અનાસક્તિયાગ' (૧૯૩૦), ‘મંગળપ્રભાત’ (૧૯૩૦), ‘ રચનાત્મક કાર્યક્રમ ’ (૧૯૪૧), ‘ સત્યાગ્રહાશ્રમના ઇતિહાસ ’ (૧૯૪૮), આરાગ્યની ચાવી' (૧૯૪૮), વગેરે સળંગસૂત્ર વિષયેાની કૃતિઓ પણ જાણીતી છે. ગાંધીજીના સંપૂર્ણ અક્ષરદેહ કાલાનુક્રમે ગેાઠવાઈને અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ત્રણે ભાષામાં પ્રગટ થઈ રહ્યો છે, જે ૯૦ ઉપરાંત દળદાર ગ્રંથામાં વિસ્તરશે. અહીં હવે આપણે આ બધી સામગ્રીને લક્ષમાં લઈ, નોંધપાત્ર કૃતિઓને વિશેષપણે લક્ષમાં રાખી, ગાંધીજીની સાહિત્યપ્રવૃત્તિનું કાલક્રમમાં જ અવલે!કન કરીશું. ૩. ૧૯૧૫ પૂર્વનાં લખાણા ઇન્ડિયન ઓપિનિયન’: લાકકેળવણીના આદ ગુજરાતીમાં ગાંધીજીની નિયમિત લેખનપ્રવૃત્તિ ૧૯૦૩ના જૂનમાં ‘ઇન્ડિયન આપિનિયન' સાથે શરૂ થઈ. એ સાપ્તાહિક દ્વારા એમણે દક્ષિણ આફ્રિકાની હિંદી ક્રામની રાજકીય, સામાજિક ને નૈતિક કેળવણી શરૂ કરી અને પત્રકારત્વને એક નવા આદર્શો વિકસાવ્યા. વેપાર ને ધનના ઉદ્દેશથી દક્ષિણ આફ્રિકા આવેલા અથવા ત્યાં વસેલા હિંદી રાજકીય કે નાગરિક સ્વમાનને બહુ વિચાર કર્યાં વિના ત્યાંની ગારી પ્રજાને અનુકૂળ બની જેટલુ' કમાઈ શકાય તેટલુ' કમાવું એવી વૃત્તિ રાખે તે, એ સમયની દેશની પરિસ્થિતિમાં, સ્વાભાવિક હતું. ‘ઇન્ડિયન આપિનિયન’ના ગુજરાતી વિભાગને ઉપયાગ ગાંધીજીએ એ માનસ બદલવા માટે કર્યાં અને તેમાં તે એટલા સફળ થયા કે આવેદનપત્રા માટે પણ તેમની પ્રેરણા વિના કાઈ પગલું ભરવાના ઉત્સાહ કે શક્તિ નહિ ધરાવતી કામ ત્રણ વર્ષ માં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy