SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ ગુંજી રહેલા તંબુરાના સૂર સાથે સરખાવ્યાં હતાં. બાહ્ય પ્રવૃત્તિઓનું કંઠેય સંગીત ગાંધીજીનાં અંગ્રેજી લખાણે ને ભાષણમાં સાંભળી શકાય છે, પરંતુ તંબુરાના સૂરના જેવી આધ્યાત્મિક આત્મસમર્પણની મધુરતાનું મૂળ ગાંધીજીના જીવનમાં ભારતીય પરંપરાના સંસકારમાં હતું અને તે એમનાં ગુજરાતી લખાણેમાં જ સ્પષ્ટ અનુભવાય છે. વણનશેલી ઃ ગદ્યશૈલી જેવી જ કવિત્વસૂચક ગાંધીજીની વર્ણનશેલી છે. પ્રસંગો અને અનુભવક્ષણોને તાદશ કરી બતાવવાની એમની શક્તિની સાક્ષી પૂરતી વિપુલ સામગ્રી એમનાં લખાણોમાં પડી છે. “આત્મકથા'નાં શરૂઆતનાં પ્રકરણોમાં આવતું બાળપણ અને કિશોરાવસ્થાનું ચિત્ર ઊંચી કોટિની સર્જકતાનું ફળ છે. લગ્નનું વર્ણન કરતાં તેઓ લખે છેઃ “માંઘરે બેઠાં, ચેરીફેરા ફર્યા, કંસાર ખાધા-ખવડાવ્યું, અને વરવહુ ત્યાંથી જ સાથે રહેતાં થયાં. એ પ્રથમ રાત્રિ ! બે નિર્દોષ બાળકેએ વગર જાયે સંસારમાં ઝંપલાવ્યું” (પૃ. ૧૧). બાળલગ્નના કારણે પિતાના દામ્પત્યજીવનમાં કંઈક મૂલ્યવાન વસ્તુ ગુમાવી હોવાના ગાંધીજીના ભાવ વિશે આ ચિત્રની નર્મરેખાઓ કેટલું બધું કહી જાય છે! આવાં પ્રસંગચિત્રો ઉપરાંત વિચારગ્રસ્ત મનઃસ્થિતિનાં ને હૃદયભાવોનાં અનેક ટૂંકાં, વેધક શબ્દચિત્રો એ પુસ્તકમાં પડ્યાં છે. ઉત્સાહની ભરતી પછી આવતી ઓટ અને વળી પાછો ઉત્સાહ, એક ક્ષણમાં પલટાતા આંતરભાવોનું સૂકમ નિરીક્ષણ ને વર્ણન પણ ગાંધીજી પાસેથી કેટલેક પ્રસંગે પ્રાપ્ત થાય છે. દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર જેલ જવાને પ્રસંગ આવ્યા તે વખતની મનઃસ્થિતિનું ચિત્રણ આના દૃષ્ટાંતરૂપ છે.૧૬ ઝૂલુ બળવાના સમયે બ્રહ્મચર્યવ્રત લીધું ત્યારનાં પિતાનાં મનોમંથનનું સૂચન કરતાં “આત્મકથામાં ગાંધીજી લખે છેઃ “માઈલના માઈલ સુધી વસ્તી વિનાને પ્રદેશમાં અમે કાઈ ઘાયલને લઈને કે એમને એમ જ ચાલ્યા જતા હોઈએ ત્યારે હું વિચારમાં પડી જતો” (પૃ. ૩ર૦). દક્ષિણ આફ્રિકાને અપરિચિત મુલકમાં વસ્તી વિનાના એ પ્રદેશની નિર્જનતાને આ નિર્દેશ, બ્રહ્મચર્યવ્રત દ્વારા જીવનભરની સેવાદીક્ષાને જે માર્ગ તેમને આકષી રહ્યો હતો તેની મને વૈજ્ઞાનિક નિર્જનતાનું કેવું ધ્વનિપૂર્ણ સૂચન કરી જાય છે “આત્મકથા’નાં પ્રકરણે, ગાંધીજી કહે છે, “લખવાને દિવસ જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય” (પૃ. ર૭૯). દરેક કવિ જાણે છે કે પ્રસંગે ને કલ્પનોના પરસ્પર સંબંધો એની કલપના તર્કબુદ્ધિથી સ્વતંત્ર રીતે અનુભવે છે અને એ તર્કબુદ્ધિની સર્વ વૃત્તિઓ શાંત થઈ કલ્પનાને મુક્ત વિહારને અવકાશ આપે ત્યારે જ એની કલમ ઉત્તમ સર્જન કરે છે. કવિકલ્પનાને એ મુક્ત વિહાર તે જ ગાંધીજીને અદષ્ટ અંતર્યામી. એને વશ વર્તીને એમણે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy