SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ગાંધીજી મેહનદાસ કરમચંદ ગાંધી [ઈ. ૧૮૬૯-૧૯૪૮] ૧. જીવનઃ સેવા અને સાધના વીસમી સદીના ગુજરાતના જ નહીં પણ સમગ્ર ભારતને જીવન તેમ જ સાહિત્ય પર જેમને અપૂર્વ ઘટનાત્મક પ્રભાવ વિસ્તરેલ છે અને જેમનું પિતાનું અક્ષરધન ૯૦ ઉપરાંત દળદાર ગ્રંથે જેટલું થવા જાય છે એ, “મહાત્મા’ના પરમ આદરભર્યા અને ‘બાપુ’ના આત્મીયતાભર્યા અપરનામથી લોકહૃદયમાં વસી ગયેલા, મોહનદાસ કરમચંદ ગાંધીને જન્મ ઈ. ૧૮૬૯ના ઓકટોબરની બીજી તારીખે પોરબંદર મુકામે વૈષ્ણવ વણિક કુટુંબમાં થયે હતો. પિતા એ વખતે પોરબંદર રાજ્યના દીવાન હતા, પરંતુ ગાંધીજીની ઉંમર સાત વર્ષની થતાં તેઓ રાજકેટમાં દીવાન થયા, અને ત્યાં ગાંધીજીના કિશોર ને તરુણ વયનાં વર્ષો પસાર થયાં. પિતા સત્યશીલ, કર્તવ્યનિષ્ઠ, સ્વમાની રાજપુરુષ. માતા વ્રતનિયમરત સાધ્વી સ્ત્રી. સત્ય, સેવા, સદાચાર અને ઈશ્વરનિષ્ઠાના સંસ્કારો ગાંધીજીને જન્મતજાત. તેમાં શ્રવણપિતૃભક્તિ નાટકોના વાચને પિતૃધર્મની અને “હરિશ્ચન્દ્ર આખ્યાન' નાટકના ખેલે સત્યધર્મની ભાવનાને દઢ કરી. સ્વદેશપ્રેમપ્રેરિત સુધારાની ધગશ પણ કિશોર વયમાં જાગી. એ ધગશને પ્રેર્યા, બળવાન બનવા માટે માંસાહાર તરફ વળ્યા. એક પ્રસંગે ભાઈના કડામાંથી સોનું ચોરવાના કામમાં પણ સંડોવાયા. પણ માતાને નહીં છેતરવાના હેતુથી માંસાહારના પ્રયોગને ત્યાગ કર્યો તેમ પિતાને નહીં છેતરવાના હેતથી ચોરીની કબૂલાત કરી. માન્યું હતું કે પિતા માથું કૂટી શિક્ષા કરશે પણ તેમ ન બન્યું. પિતાની આંખમાંથી “મોતીનાં બિંદુ ટપક્યાં. ગાંધીજીને માટે આ પ્રસંગ અહિંસાને પ્રેમનો એક મર્મવેધી પદાર્થપાઠ બની ગયો. પછીથી, અવગુણ ઉપર ગુણ કરવાને બોધ આપતે શામળ ભટ્ટને છપે પણ આ કિશોર માનસને સ્પશી ગયો. જોઈ શકાય છે કે ગાંધીજીનું ચિત્ત એમના મૂળભૂત સંસ્કારોને અનુરૂપ પોષણ પિતાના અનુભવમાં આવતી વસ્તુઓમાંથી મેળવી લે છે, અને સત્યને એક દેર પકડીને પોતાના જીવનમાર્ગને સીધી સરળ ગતિ આપે છે. કુટુંબને વૈષ્ણવધર્મ, પિતા પાસે જૈનાચાર્યોની અને મુસ્લિમો-પારસીઓની પણ આવ-જા. તેથી ગાંધીજીમાં સર્વધર્મ પ્રત્યે સમભાવ કેળવાયે અને સાંપ્રદાયિક ગુ, સી. ૧૭
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy