SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકો-૧ [૨૫૫ જવલંત જવાળા’, “અધૂરી આશા' જેવાં અનેકોંધપાત્ર સામાજિક નાટકે એમણે આપ્યાં છે. અસરકારક ગીતસંગીત અને કરુણ પરિસ્થિતિને મેલે ડ્રામા રૂપે રજૂ કરવાનું અને આલેખવાનું કૌશલ એમની પાસે હતું. ભાવપ્રચુર નાટકે લખી એમણે અત્યારના સામાજિક ચોકઠામાં સ્ત્રીનું મૂલ્ય ઘણું મોટું છે એ વારંવાર બતાવ્યું છે. “આરતીના દીવા', “સ્નેહમંદિર, “સાગરનાં મોતી' વગેરે એમનાં અન્ય નાટકે છે. રાજકેટમાં પોતાનું કેન્દ્ર જમાવી હાસ્યપ્રધાન વિનદી નાટકે, પ્રહસનના લેખક તરીકે સમકાલીનેમાં મોખરાનું સ્થાન જમાવનાર દામુ સાંગાણી; નાટયકાર અને સારા ગીતકાર તરીકે ખ્યાતિ પામનાર જીવણલાલ બ્રહ્મભટ્ટ; “આર્યનૈતિક નાટક સમાજ’ સાથે સંકળાયેલા નંદલાલ નકુભાઈ શાહ; રાષ્ટ્રીય ઉથાનના સંસ્કાર નાટકમાં વણી લેનાર, ગાંધીજીની લડતને પણ નાટકમાં ઉલ્લેખ કરનાર, ‘લવકુશ’ નાટકથી ખ્યાતિ પામનાર બાબુભાઈ ઓઝા; સુરતની નાટયમંડળીઓએ જેમનાં નાટક ભજવ્યાં હતાં તે ગમનલાલ હીરાલાલ “પુષ્પ'; ઉપરાંત, નરભેરામ વ્યાસ, મનહર કવિ, રામપ્રસાદ હ. ભટ્ટ, મુનશી નિઝામુદ્દીન, વિજય ભટ્ટ, વિજયશંકર ભટ્ટ, વસંત નાયક, ગંગાદાસ દુઆરકાદાસ, શંકરલાલ શાસ્ત્રી, કવિ કિશોર, હેમુભાઈ ભટ્ટ, રામપ્રસાદ ભટ્ટ, ચીમનલાલ ત્રિવેદી, ચંદુલાલ દલસુખરામ ઝવેરી, જયશંકર વાઘજી વ્યાસ, લલિતાશંકર લાભશંકર વ્યાસ, ગૌરીશંકર કવિ વગેરેએ આપણી રંગભૂમિને સમૃદ્ધ કરી છે. પરંતુ આ સર્વ લેખકે વિશે પછીના ગ્રંથમાં નોંધ આવશે. વ્યવસાયી નાટયકારે અને તેમની કૃતિઓનાં નામો તેમ જ આ નાટયકારોની શૈલીનાં લક્ષણો તેમ જ તેમના કથાવસ્તુનો સંભાર વગેરે વિશે અહીં આછી નોંધ આપી છે. ઘણા લેખકની કૃતિઓને સમય તેમ જ અન્ય વિગતે પ્રાપ્ત થતી નથી. તેથી વિવેચનની દૃષ્ટિએ તેમનું સચોટ મૂલ્યાંકન આપવું શક્ય નથી, છતાં રંગભૂમિના મુખ્ય પ્રવાહના ગુણાંકન અને લક્ષણોને સમજતાં તેના સંદર્ભમાં આ નાટયલેખકે અને તેમની કૃતિઓનું મૂલ્યાંકન તારવવું અશક્ય નથી. કવિ “પાગલ' જેવાની કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે, અને કેટલીક તો ક્યાંય હશે કે નહિ તે પણ શંકાસ્પદ છે. આ બધા નાટચકારમાં મૂળશંકર મૂલાણી અને પ્રભુલાલ દ્વિવેદી બે જ એવા નાટયકારો લાગે છે જેમની બધી જ વિગતો પ્રાપ્ત કરી શકાય છે. તેમનાથીયે વધારે વ્યવસ્થિત તો સાક્ષર ડાહ્યાભાઈ ધોળશાજી વરતાય છે. એમનું મેટા ભાગનું પ્રકાશન સંગીત નાટક અકાદમી'એ કર્યું છે. ગુજરાતી રંગભૂમિના વ્યવસાયી લેખકની આવી વિચિત્ર અને વિષમ પરિસ્થિતિ હોવાનું એક જ કારણ હતું : નાટક કંપનીઓના માલિકે આ લેખકોની કૃતિઓ ખરીદી લેતા, અને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy