SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ z* ૪ ભક્ત સુરદાસ', મીરાંબાઈ', ‘નીલમણિ' વગેરે નાટકા હતાં. જુદાંજુદાં ભજનાના ઢાળ તેઓ ગીતામાં વાપરતા અને સંસ્કૃત શ્લોકાને પણ તેઓ નાટકામાં સૂત્રાત્મક રીતે ઉપયાગ કરતા, તેમનાં સામાજિક નાટામાં ‘લાલખાંની લુચ્ચાઈ' ‘સૌભાગ્યસુંદરી' વગેરે ઘણી ખ્યાતિ પામ્યાં હતાં. ફૂલચંદ ઝવેરચંદ શાહ (૧૮૭૯–૧૯૫૪) : નડિયાદના સાહિત્યકાર સારસ્વતાની શ્રેણીમાં નાટયકાર તરીકે જૂની રંગભૂમિ સાથે બરાબર સંકળાયેલા, છતાં સાહિત્યક્ષેત્રની તથા સંસ્કૃત શિષ્ટ નાટયકૃતિની રચનાઓને પેાતાની રીતે ગુજરાતી જનતા માણી શકે, તેવી રીતે ગુજરાતીમાં ઉતારી ઘણી જ ખ્યાતિ પ્રાપ્ત કરનાર આ સાક્ષર માસ્તરના નામે ઓળખાતા. ભારતીય આધ્યાત્મિક અને ધાર્મિક વૃત્તિવાળા તે હતા; ધાર્મિક આખ્યાના લખવાના અને ભજવવાને તથા આખ્યાને કરવાના તેમના શે।ખ પણ ગજબ હતા. ‘અજામિલ-આખ્યાન' વગેરે તેમણે સેંકડા વાર પ્રજા સમક્ષ ભજવેલાં અને સંસ્કૃત નાટચપરિપાકમાંથી કેટલાંક અગત્યનાં નાટકા ગુજરાતી ભાષામાં ઉતાર્યા. તેમાં, ‘મહાશ્વેતા કાદંબરી', ‘મુદ્રાપ્રતાપ', ‘માવતીમાધવ' ખાસ ઉલ્લેખ માગે છે. તે ઉપરાંત પૌરાણિક નાટચશ્રેણીમાં ‘મહાસતી અનસૂયા', ‘સુકન્યા સાવિત્રી', 'રાજહંસ', ‘વિશ્વધર્મ’ નામેા ખાસ ઉલ્લેખ માગે છે. તેમની પાસે કાઈ અત્યંત આકર્ષક એવી વિષયગૂ થણી કે પ્રસંગગૂંથણી ન હતી, પણ પૌરાણિક મહત્તાના પ્રકાશ તેમની કલમમાંથી આકર્ષક રીતે વહેતા, અને તેમનાં પાત્રો કલાત્મક તથા સૌંદર્યલક્ષી હેાવા છતાં કંઈક અ ંશે પૌરાણિક માન્યતાઓ પોષનાર બની રહેતાં હતાં. આ દૃષ્ટિએ ફૂલચંદભાઈ સારા નાટયકાર તરીકે પ્રખ્યાત થયા પણ તેમનાં નાટકામાં નવાદિત, રાષ્ટ્રીય ભાવનાઓનેા સંચાર જોવામાં આવતા નથી. બાપુલાલ નાયક (૧૮૭૯-૧૯૪૭) : બાપુલાલ નાયક જયશ ંકર સુંદરી અને અનેક કલાકારાના ગુરુ અને દિગ્દર્શક હતા. તેમણે ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી'નું પચીસથી વધુ વર્ષો સુધી સંચાલન કર્યું હતું અને નાટયલેખનના કામાં અનેક નાટચકારાનાં નાટકાને તેમના વિશાળ અનુભવાથી મઠારી તેમણે ઘણા અગત્યના ફાળા વ્યવસાયી રંગભૂમિમાં નોંધાવ્યા હતા. બાપુલાલ અને જયશંકરની જોડી વિના ‘મુંબઈ ગુજરાતી નાટક મ`ડળી' કદી સેાળે કળાએ ખીલી રૂપાલની, નાચઝને લીધે કાન્ત, મણિલાલ તથા રમણભાઈ જણાય છે. તે ઉપરાંત ખીજાં પાંચેક નાટકામાં સહાય કરા છે અમ ગણાય ત
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy