SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકે-૧ [૨૪૩ વણાયેલ છે. સહેતુક અને ચિંતનશીલ, નીતિવાન ચારિત્ર્યના આ ઉપદેશક નાટયકારે આ કલાસ્વરૂપને ઘણું મર્યાદા પણ આપી છે. વસ્તુગૂથણ સુંદર, વૈવિધ્યવાળી; ઢાળેલાં બીબાં જેવાં રાજા રાણી નેકર પ્રધાન “હીરો” “હીરોઈન નહિ પણ સમાજના અનેક સ્તરો અને સપાટીમાંથી લાવેલાં પાત્રો અને તેમનાં ચરિત્રચિત્રણ કરનાર અજમાવનાર આ પુરુષાર્થ શીલ નાટયકાર છે. મૂળશંકર મૂલાણી (૧૮૬૮–૧૯૫૭) પ્રશ્નોરા નાગર; નવ પૌરાણિક, આઠ સામાજિક અને જુદી જુદી શૈલીઓની છાયાવાળાં નવ ઐતિહાસિક નાટકે. એમાં સુખાંત, કરુણાંત પણ લખાયાં. પૌરાણિક નાટકે માત્ર દૈવી ચમત્કારરૂપે નહિ પણ તેની પ્રસંગકથાઓનાં અર્થઘટન કરવા પણ પ્રયત્ન કર્યો, અને સામાજિક વસ્તુવિધાનનાં નાટકે પણ જમાવી લખ્યાં. કૃષ્ણચરિત્રમાં દિવ્યપ્રેમના તત્વને આલેખવા સર્જનાત્મક પ્રયત્ન કર્યો. તેમણે ઉત્ક્રાંત કરેલ ઉન્નત નીતિમત્તાની શિલી શોભારૂપ હતી; ગીત તે સુંદર કાવ્યો જાણે – કવિકૌશલ્ય અને રસશક્તિ ઘણું ચેતનવંતી. એમની કૃતિઓ “શાકુન્તલ”, “રાજબીજ”, “કુંજબાળા’, ‘માનસિંહ', અભેસિંહ', “મૂળરાજ સોલંકી', 'કરણઘેલો', “બારિસ્ટર’, ‘જયરાજ', “અજબકુમારી', “વિક્રમચરિત્ર', “જુગલકિશોરી”, “કામલતા”, “વસંતપ્રભા', “પ્રતાપલકમ', સંગતનાં ફળ’, ‘સુંદરવેણી”, “રસિકમણિ”, “પ્રેમકળા', “મેવાડને ચાંદી, “ચૈતન્યકુમારી', “ધર્મવીર', “કલ્યાણરાય', “કેકિલા', “પરસ સિકંદર”, “સૌભાગ્યસુંદરી', “એક જ ભૂલ’, ‘ભાગ્યોદય', વગેરે. નવોદિત વ્યવસાયી રંગભૂમિના નાટ્યકારોની આ શ્રેણી અચરજ પમાડે તેવું મહત્ત્વ પ્રાપ્ત કરે છે. આ નાટયકારનાં નાટકોનું ઊડીને આંખે વળગે તેવું મહત્ત્વ તો એ છે કે વ્યવસાયી રંગભૂમિને પિષી શકે અને જીવંત રાખે તેવાં કીર્તિદા બને તેવાં નાટકે આ સારસ્વતોની કૃપાપ્રસાદી બની જમ્યાં, વિકસ્યાં. અત્યારે પણ તે ગૌરવ આપે છે. આ નાટકે સાથોસાથ સામાજિક સુધારણા માટે, નૂતન કલાસ્વરૂપ “રંગભૂમિ' માટે પ્રેરણું પામેલા એવા લેખકોની એક શ્રેણી વિકાસ પામી. રાઈને પર્વત' પછી વ્યવસાય અને સાહિત્યસૃષ્ટિ વચ્ચે સંબંધ તૂટે છે; સાહિત્યકાર નાટયકારો અને વ્યવસાયી નાટયકારો એમ બે અલગ પ્રવાહ વહે છે. આ બન્ને પ્રવાહમાં જે સાહિત્યકાર છે તેમની પાસે નૂતન રંગભૂમિ માટે સાહિત્ય-દષ્ટિ. જીવનદષ્ટિ, વિકસતા રાષ્ટ્રની આવશ્યક્તાઓની સચેતનતા છે પણ તેમની પાસે તખતો કે રંગભૂમિ, કે મંચ કે ભજવનાર નટેય ન હતા. એવા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy