SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકો-૧ [ ૨૪૧ - પ્રયાગે કરી છેાડી દીધું ત્યાં સુધી રંગભૂમિ અને સાહિત્યકારાના સંપર્કના હેવાલ આપણને મળી શકે છે. આ બધા સાહિત્યકારા, સારસ્વતા અને નાટચકારા વિશે અન્યત્ર ઘણીઘણી વિગતા વ્યક્ત થતી રહી છે - થશે જ. તેથી તેમનાં નાટકે વિશે અહી વિગતા આપવાની નથી. પરંતુ સાહિત્યકારોની આ પાંખની ત્યારે સમગ્ર રગભૂમિ પર લેખનવ્યવસાયની અસર પૂરેપૂરી ઝળકતી રહી હતી; તે છતાં રંગભૂમિમાં વ્યવસાયની ધંધાની’ જરૂરિયાતના મહેારા—બહાના નીચે એક વિપરીત ઘટના પણ આકારિત થઈ રહી હતી અને તેની દૂરગામી અસરના પ્રારંભ થઈ રહ્યો હતા. વ્યવસાયના માલિકે એ એવી દલીલ આગળ કરી કે ગુજરાતી પ્રજાને મેાટા વ વિદ્વાનાની કવિતા તથા લખાણા સમજતા નથી; અને નાટકની ટિકિટાના પૈસા તેતા સામાન્ય જનતાએ જ ખર્ચવાના હેાવાથી તેમને સમજાય તેવી સપાટી પરની ભાષામાં નાટકા લખાવાં જોઈએ.” - વળી સાથેસાથે ભજવનાર કલાકારામાં કેટલી સાહિત્યશક્તિ છે, તેને પણ કચાસ નજરમાં રાખવા જોઈએ. આ દલીલનેા આશ્રય લઈ સાહિત્યકારોને આ કામથી દૂર કરી કેવળ નાણાં કમાવા માટે ‘લખનારનાં કારખાનાં’ શરૂ થયાં. તેમાંથી શું પરિણામ આવ્યું તે સહુ કાઈ જાણે છે. રંગભૂમિના લેખનકાર્યને જોખમી એક અપાયા – અને નાણાં ખેંચી લાવે તેવેા માલિકાની મૂર્ખ કલ્પનાના વળાંક અપાયા ૧૮૫૦થી નૂતન કેળવણી શરૂ થઈ છતાં ગુજરાતમાં આસપાસ અશિક્ષિત જનતાના વિસ્તાર ઘણાબધા માટા હેાવાથી તેમને સમજાય ને તે નાટક જોઈપૈસા આપે અને નાટકાની મંડળીએ તથા આવક ટકી રહે અને તેવા પ્રકારનાં નાટક લખાય, ને ભજવાય એમ લખનારા નાટયકારા વિકસાવવાના પ્રશ્ન વ્યવસાયી માલિકાની રંગભૂમિ' સામે આવી પડયો હતા. — આમ શરૂઆતથી જ પંડિતયુગ માટે પ્રતિકૂળ' એવાં ખીજ નંખાયાં હતાં. જનતાની ભાષાશૈલીને માધ્યમ તરીકે વાપરી નાટકેા લખે તેવા લેખકેા માટે માલિકાએ શેાધ શરૂ કરી હશે. આ શેાધમાં દીવાદાંડી તરીકે પારસી રંગભૂમિનાં કેટલાંક મનેારંજક નાટ્કા નજર સામે હતાં જ. આમ ગંભીર અને વિનેાદી બંને પ્રવાહે નાટયલેખનમાં ઊતરી આવ્યા અને એવા અખતરા છેક પ્રભુલાલભાઈના અવસાન સુધી થતા રહ્યા એમ કહી શકાય. કેખુશરા કાબરાજી અને રણછેાડભાઈ ઉદયરામના સહકારથી શરૂઆતથી જ નાટ્યલેખનમાં એક નવુ... જ સ્વરૂપ ઉત્ક્રાન્ત થવા માંડયું હતું. તે સમજવા રણછેાડભાઈ ઉદયરામ અને વાઘજી આશારામ આઝાનાં તેમ જ ડાહ્યાભાઈ ધેાળશાજીનાં નાટકાને એકબીજાની સાથે સરખાવી જોવાથી ગુ. સા. ૧૬
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy