SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ચ. ૪ ભવાઈ કે નાટક (સંસ્કૃત કે અંગ્રેજી) ભજવે તેા નટા, પણ તેના લેખકની હસ્તી અનિવાર્ય . લેખક વિના આ દસ્યશ્રાવ્ય કલા ન વિકસે, ન બને. મરાઠી, પારસી અને અંગ્રેજી સંપર્કથી ગુજરાતી નાટયલેખક સળવળ્યેા; મરાઠીએ ગંભીર, ઊજળા, રાષ્ટ્રીય આપ આપ્યા, પારસીએએ વિનેાદ, મરાઠી, પારસી અને અ ંગ્રેજી નાટયપ્રયેાગા મુંબઈમાં શરૂ થયા તેની અસર ગુજરાતી ભાષાની રહેણીકરણી, કેળવણી તથા આનંદપ્રમેાદનાં સાંસ્કૃતિક સાધને અને પ્રવાહેા પર પણ પડે છે. ભવાઈથી અસ ંતુષ્ટ શિક્ષિત સામાજિક તથા સારસ્વતા (જેવા કે રણછોડભાઈ ઉદયરામ) સંસ્કૃત પરિપાટીના ગૌરવ સાથે યુરે પીય વલણ અપનાવે છે, અને મુંબઈના તખતાથી છેક સૌરાષ્ટ્રમાં જામનગર સુધી વ્યવસાયરૂપે મનેારજક નાટચઆં દાલન વહેતું કરે છે. આમ નૂતન રગભૂમિના પ્રવાહની શરૂઆત. તેની સંપર્કશક્તિ એક નવીન ચેતન સ્ફુરાવે છે, જેને ‘નાટકશાળા’ એવુ’ નામ આપવામાં આવે છે. તે સમયના સમાજ પાસે આવક ~~ કમાણીનાં તથા ખરચનાં સ્થાના ટાંચાં હતાં. છતાં ત્યાંય રંગભૂમિ પણ એ જમાનાની દિવાળી તથા સાતમઆઠમના મેળા જેમ મનેરંજક બની હતી અને નાણાં ખરચવાની એક જગા હતી. તેથી વ્યવસાય ટકાવવા માટે ધંધાની શાળા બનાવી, તાલીમ આપી, કલાકારા તૈયાર કરી એમને વ્યવસાયમાં રમતા રાખી મૂકવાના ધીંગા મનસૂબાવાળી યેાજના સમાજમાં અસ્તિત્વમાં આવી. તેનું નમૂનેદાર તંત્ર અંગ્રેજો લાવ્યા હતા. તેમાં ગુજરાતી બુદ્ધિએ કેટલુ ક ઉમેરણ કર્યું, અને એક આગવું નાટકનું સ્વરૂપ વિકસ્યું. કવિ, નાટયકાર વિના સફળ ન થઈ શકે. આમ હેાવાથી ૧૮૫૦ના રાષ્ટ્રીય જાગૃતિના કાળમાં જાહેર જીવન સાથે સંકળાયેલા બધાએ આ આંદાલનને વ્યવસાયી ધેારણે અપનાવ્યું. આપણા સમાજના સારા શિક્ષકા, સાહિત્યસર્જ કા, કવિઓ, સારસ્વતા, અને નેતાઓએ આ વ્યવસાયી આંઢાલનામાં નાટકા લખી-લખાવી આપ્યાં. આ મનાર જનના વ્યવસાય પાસે તે વખતે સાહિત્યસક સારસ્વતા નાટ્યકાર રૂપે હતા, અને તેમને પ્રાત્સાહન આપનાર ટિળક અને ફીરોજશાહ મહેતા, કેખુશરો કાબરાજી જેવા સમાજના મેાભાદાર અગ્રણી હતા. વ્યવસાયી નાટકશાળા સાથે સંગઠિત થયેલાં પ્રસિદ્ધિ પામેલાં નામેામાં રણછેાડભાઈ ઉદયરામ, નગીનદાસ, તુલસીદાસ મારફતિયા, ડાહ્યાભાઈ ધેાળશાજી, દલપતરામ નવલરામ પંડચા, નર્મદ, મણિલાલ નભુભાઈ વગેરેથી તે રમણભાઈ નીલકંઠ સુધી એક પરિપકવ સ્તબક ગણાય. આ બધા ગંભીર સારસ્વતા હતા. રાઈના પત' મુંબઈ ગુજરાતી નાટકમંડળીએ ભજવવાનું હાથમાં લઈ, ઘેાડા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy