SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સાયં-આરતીની ઝાલર વગાડવા, કથા સાંભળવા, માળા ફેરવવા અને મંદિરના ઉત્સવો વેળા ભગવાનના પ્રતિહાર બની છડી પોકારવા પોતે હોંસથી તત્પર થઈ જાય, બંધુ છોટાલાલનું લખેલું વનરાજ ચાવડાનું નાટક ઘરમાં ભજવવામાંય ઊલટથી ભાગ લે, બારની ઉંમરથી ક્રિકેટ રમવાને ચસકે લાગે પણ શાળાના રોજિંદા ભણતરમાં વિદ્યાર્થી ન્હાનાલાલને એટલે રસ નહિ. શેરીમાંથી લડાઈઓ વહોરી લાવવી, નિશાળે જવાનું કહી જતી-આવતી આગગાડીઓ જોવા ચાલ્યા જવું, કોઈને મારી આવવું ને માર ખાવો, સાંજે જમવા જવાનું હોય ત્યારે ક્રિકેટ રમવા ઊપડી જવું, ઠપકે મળે તો ઘર છોડી ભાગી જવું – આવાં પિતાનાં “કંઈ કંઈ અળવીતરાંની તેમણે પિતે જ પિતાના પિતૃચરિત્રમાં વાત કરી છે. ઘેરથી રિસાઈને નાસી જવાનું ન્હાનાલાલે સોળમા વરસ સુધીમાં ત્રણ વાર કરેલું ! પુત્રના ભણતર માટે ચિંતાતુર દલપતરામે ન્હાનાલાલને તેના મૅટ્રિકના વર્ષમાં મોરબી કાશીરામ દવેની નિગાહબાની નીચે રહેવા અને ભણવા મેકલતાં ચમત્કાર સરજાય. ન્હાનાલાલ અભ્યાસાભિમુખ બન્યા અને મેટ્રિકની પરીક્ષામાં પાસ પણ થઈ ગયા. એમને કિશોર અને તરુણ અવસ્થાને ઉધમાત શમી જઈ એમનામાં જવાબદારીનું ભાન અને વિદ્યાનુરાગ આવ્યાં. કાશીરામ દલપતરામના સત્સંગી ધર્મબંધુ સેવકરામ દવેના પુત્ર હતા અને ચોવીસની વયે મોરબી હાઈસ્કૂલના હેડમાસ્તર નિમાયેલા. ન્હાનાલાલે વર્ષો પછી જેમને “નવયુગના આંગ્લ સંસ્કારીઓમાંના અજોડ સંસારી સન્તપ કહી અને “કેટલાંક કાવ્યો' – ભાગ ૨ ના ઉતાભાવે એમને કરાયેલા અર્પણમાં “ગુરુદેવ” શબ્દથી સંબંધી બિરદાવ્યા છે તે એ કાશીરામ દવેએ, ન્હાનાલાલના શબ્દોમાં, “ઊંચી આંખ કર્યા વિના, ઊંચે બેલ કહ્યા વિના એમને વિપથેથી પંથે વાળ્યા અને ખરાબ લાધતી એમની “નૌકાને વાળી વહેણમાં મૂકી.મોરબી ખાતે ગાળેલા એ ઈ. સ. ૧૮૯૩ના વર્ષને ન્હાનાલાલ આ કારણે પિતાના “જીવનપલટાને સંવત્સર' કહેતા. એ જીવનપલટ બે રીતને થયો. એક એ કે ન્હાનાલાલનું ચિત્ત અભ્યાસ તરફ વળ્યું. તેણે એમને મૅટ્રિક પાસ કરાવી પછી વિના હરકતે એમ.એ.ની પદવી સુધી અને એલએલ.બી.ના ઉંબરા સુધી પહોંચાડ્યા, અને વ્યવહાર જીવનમાં ભણેલાને શોભતી આજીવિકા માટેની યોગ્યતા એમને સંપડાવી. બીજી વાત એ કે વિદ્યાથી બનવા સાથે જુવાન ન્હાનાલાલને સાહિત્યની લગની લાગી, જે એમને ભાવિ ભાવનાજીવન અને કવિજીવન માટે સજજ કરતી ચાલી. એમણે જ નોંધ્યું છે: “વર્ષના (૧૮૯૩ના) વસંતસત્રમાં દુકાળિયાને અન્ન મળે ને અકરાંતિયા ભાવે આરોગે એમ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy