SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨ ] હાનાલાલ | [ ૧૩ શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં કવિ-પિતા દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં ન્હાનાલાલને જન્મ વિક્રમ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૧ ને ગુડી પડવાને દિવસે અને ઈસવી સંવત પ્રમાણે સને ૧૮૭૭ના માર્ચ માસની સોળમી તારીખે થયે હતું. દલપતરામના પાંચ પુત્રોમાં એ ચોથા, ન્હાનાલાલને જન્મ આમ કલાપી” પછી ત્રણ વર્ષે. બેઉના કાવ્યસર્જનના પ્રારંભમાં પણ એટલું જ સમયફેર. કલાપીને છંદશિક્ષુકાળ ૧૮૯૦થી ૧૮૯૨ સુધીને, જે પછી તેને હાથ કવિતા પર બરાબર બેઠે. ન્હાનાલાલને એવો કાવ્યલેખનની પૂર્વ સાધનાને કાળ ૧૮૯૩થી ૧૮૯૬ સુધી. “કલાપી” ગયા શતકના છેલ્લા દાયકાના કવિ બન્યા, અને અકાળ અવસાનને લીધે વીસમા શતકમાં તેમની પાસેથી કંઈ ન મળ્યું, છતાં ૧૯૦૩માં “કેકારવ'ના પ્રકાશન પછી તે આ શતકના પહેલા બે દાયકાના એક કપ્રિય કવિ બની ગયા. નેહાનાલાલનું કાવ્યસર્જન આરંભાયું ગયા શતકના છેલ્લા દાયકાના ઉત્તરાર્ધમાં, પણ તેણે ધ્યાન ખેંચવા માંડયું આ શતકના પહેલા દાયકામાં. એમના પ્રથમ કાવ્યસંગ્રહનું પ્રકાશન ૧૯૦૩માં “કલાપીના કેકારવીના જ પ્રકાશન-વર્ષમાં થયું અને “કલાપીની માફક કવિતાક્ષેત્રે એમના આગમન કે પ્રવેશને વધાવવાનું સત્કાર્ય એ બંનેના (ડાંક વરસે મુરબ્બી) મિત્ર ‘કાન્ત’ પાસે જ વિધાતાએ કરાવ્યું. ‘કાન્ત’ જેવા કવિ અને કાવ્યરે કરેલી આ બેઉ “રોમેન્ટિક કવિઓની કવિપ્રતિભાની પુરસ્કૃતિ લેશ પણ ખોટી ન હતી, તે આ બેઉ કવિઓને વરેલી બહોળી લોકપ્રિયતાએ સિદ્ધ કરી બતાવ્યું છે. ગુજરાતના હૃદયને કાવ્યભીનું અને રસભીનું કરવામાં ગદ્યક્ષેત્રે જેમ “સરસ્વતીચંદ્ર નવલકથાને તેમ કવિતાક્ષેત્રે “કલાપી” અને નેહાનાલાલની કવિતાને ફાળે અ-- વિસ્મરણીય છે. એમના અવસાન-વર્ષની રચના “નવ સૈકાની પહેલી ત્રણ કડીમાં ન્હાનાલાલીય પદાવલિને રમ્ય ઘોષ અને કલ્પનભવ્યતાની ચમત્કૃતિ દેખાડતા “કલાપી' એ પછી વધુ જીવ્યા હોત તો હાનાલાલને તેમ તેમને પિતાને એક સબળ પ્રતિસ્પધી કે સહપંથી મળત અને ગુજરાતને બેવડો લાભ થાત, પણ વિધાતાને એ મંજૂર ન હતું. કલાપી' આમ પંડિતયુગના કવિ, પણ તેઓ યુનિવર્સિટી-શિક્ષણથી વંચિત રહેલા. ન્હાનાલાલે પોતાને “નવકેળવણીનું જ ફળ” કહી “મુંબઈ યુનિવર્સિટી છે તે ન્હાનાલાલ છે' એમ સ્પષ્ટ સ્વીકાર્યું છે. પણ પંદરમા વર્ષ સુધીના વિદ્યાર્થી જીવનમાં નેહાનાલાલે વિદ્યા-અર્થ-પણું કે વિદ્યાભિમુખતા ઝાઝી દાખવેલી નહિ. માતા પાસેથી રાત્રે ઘરના ચોકમાં ધ્રુવ, પ્રલાદ કે અભિમન્યુની વાર્તા સાંભળવી ગમે, શેરીના છેકરાઓ સાથે ઋતુ ઋતુની રમતમાં રસ પડે, ઘરની
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy