SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ ૧૯૨૧માં બી.એ. અને ૧૯૨૮માં બન્ડ રસેલની સામાજિક ફિલસૂફી' નામક દીર્ધ નિબંધ લખી મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. દરમિયાનમાં વધુ અભ્યાસ માટે લંડનની લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં જોડાયેલા, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે અભ્યાસ અધૂરો મૂકી સ્વદેશ પાછા ફર્યા હતા. પાછળથી આ સંસ્થાએ એમને “ફેલો' બનાવ્યા હતા. એમણે બેએક વર્ષ સુધી (૧૯૨૩થી ૧૯૨૫) “બોમ્બે ક્રોનિકલ’માં ઉપતંત્રીની ફરજો અને પછી કલકત્તા ખાતે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીમાં મેનેજર તરીકે સફળ કામગીરી બજાવી હતી. ગાંધીજીની વિચારસરણીના પ્રભાવ તળે એમણે લેખ લખ્યા હતા તેમ જ રાજકારણમાં પણ સક્રિય રહ્યા હતા. આઝાદી પછી ભારત સરકારે એમને અમેરિકા ખાતેના ભારતના રાજદૂત નિયુક્ત કર્યા હતા. એમણે ગુજરાતી તેમ જ અંગ્રેજી ઉભય ભાષામાં કલમ ચલાવી છે. રાજકારી પ્રશ્નોને લગતા એમના મનનશીલ લેખમાં એમની સ્વસ્થ દષ્ટિ અને સ્પષ્ટ રજૂઆત ધ્યાન ખેંચે તેવાં છે. ગુજરાતી સાહિત્યમાં હાસ્યલેખક તરીકે ગગનવિહારી મહેતાનું સ્થાન એમના “આકાશનાં પુષ્પો' (૧૯૩૨) એ નિબંધસંગ્રહથી નિશ્ચિત થઈ ચૂક્યું છે. મનુષ્યજીવનમાં વાસ્તવલેક અને સ્વપ્નલોક વચ્ચે સદા સંઘર્ષ રહેતા હોય છે. મનુષ્યના આ જિવાતા જીવનની અને અભીસિત જીવનની વિસંગતિમાંથી જે કરુણ પરિસ્થિતિ સર્જાય છે તેને ગગનવિહારી મહેતાએ પોતાના હાસ્યલેખની ધ્રુવસામગ્રી તરીકે સ્વીકારી બહુધા કાલ્પનિક પ્રસંગો સજી હાસ્યરસ નિષ્પન્ન કર્યો છે. એમાં મનુષ્ય પ્રત્યે અણગમો નથી, પરંતુ અનુકંપા છે. એમાં દાહક બૅગ નથી, પણ ભારોભાર વેદના છે. આથી એમનું હાસ્ય અકલુષિત અને અફર છે. એમના સ્વભાવની ઋજુતા એમના સર્જનમાં પણ પ્રતિબિંબિત થયેલી છે. એમની શૈલી મૃદુ-મધુર અને સરલ-તરલ છે. ગંભીર રીતે આરંભાતી એમની રચના તરત જ વિનોદમાં વિલસી રહે છે. હળવી શૈલીએ લખનાર આ ગભીર વિચારક, અર્થશાસ્ત્રી, પત્રકાર અને સાહિત્યકારનું એપ્રિલ ૧૯૭૪માં મુંબઈ ખાતે અવસાન થયું હતું. (ધી.) જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા (૧૮૮૪) એ “પૂજારીને પગલે' (૧૯૩૧), જગતની ધર્મશાળામાં' (૧૯૩૨) અને “જગતને અરણ્યમાં એ કૃતિઓ આપી છે. એમણે રમતિયાળ, સરળ અને સંસ્કારી શૈલીમાં, ચિંતનની ફરફરવાળી કેટલીક રસાળ રચનાઓ આપી છે. આ કૃતિઓ લેખકની નિરૂપણરીતિની હળવાશથી આકર્ષક બની છે. હાસ્યલેખક ઇબ્રાહીમ દાદાભાઈ પટેલ “બેકાર'(૧૯૦૦)ના “રસનાં ચટકાં અને હાસ્યકું જન્મ સંગ્રહ પ્રગટ થયેલા છે. “ચાલુ જમાનાને ચિતાર નામે હાસ્યપ્રધાન નાટયકૃતિ પણ એમણે આપી છે. મહમદ સાદિક (૧૯૦૧),
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy