SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકો-૧ [ ૨૧૧ કુમારને! જન્મ વડાદરામાં ઈ. ૧૮૯૮ના ફેબ્રુઆરીની ૭મીએ પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં થયા હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ એમણે પેટલાદ અને ભાવનગરમાં લીધેલું તથા ઉચ્ચ શિક્ષણનાં બે વર્ષ એમણે જૂનાગઢ અને પૂનામાં અભ્યાસ કર્યા હતા. એમણે ભાવનગરની દીવાન કચેરીમાં, પછી ત્યાંના જૂના દફતરના ઉપરી તરીકે અને અ ંતે સૌરાષ્ટ્ર સરકાર થતાં ત્યાં પુરાતત્ત્વના વડા તરીકે નેાકરી કરેલી. ‘ગુજરાત', ‘કૌમુદી', ‘કુમાર', ‘યુગધર્મ'', ‘પ્રસ્થાન', ‘અખંડ આનંદ' આદિ સામયિકામાં એમણે હાસ્યપ્રધાન અનેક લેખો પ્રકટ કર્યા હતા. હળવા નિબંધ એમનું પ્રિય સાહિત્યસ્વરૂપ છે, જેનાં સફળ એમના સંગ્રહ ઠંડે પહેારે’(૧૯૪૪)માં જોઈ શકાય છે. મનુષ્યજીવનની વિસંગતિઓને, અન્ય હાસ્યકારાની જેમ એમણે પણ, ઉપાદાનસામગ્રી તરીકે સ્વીકારી, અતિશયાક્તિ-જ્ગ્યાજસ્તુતિ જેવા અલકારાને આશ્રય લઈ, સામાન્ય પ્રસ ંગને અસામાન્ય બનાવવાની તરકીબથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે. પાછળથી એમની શૈલીમાં સંસ્કૃતપ્રાચુયં પ્રવેશતાં એ વિશાળ વાચકવર્ગ સુધી પહેાંચવામાં પાછી પડતી હતી અને એમાં રીતિનુ એકધારાપણું પણ આવી ગયુ` હતુ`. એમણે કલાપીના ૧૪૪ પત્રાનું સંપાદન (૧૯૨૫) કર્યું. હતું તેમ જ દે. વ. ભટ્ટના ગ્રંથ ‘શિહેારની હકીકત'નું પણ સંપાદન કર્યું હતું. ઈ. ૧૯૭૦માં એમનું અવસાન થયું. (ધી.) જદુરાય દુર્લભજી ખઇંડિયા (૧૮૮૯) વ્યવસાયે વેપારી હતા. વ્યાયામ, સંગીત, કાયદો, નાણાશાસ્ત્ર જેવી ભિન્નભિન્ન પ્રવૃત્તિમાં એ પરાવાયેલા રહેતા. ‘ગુણસુ'દરી' માસિક સાથે સંકળાયેલા હેાવાથી લેખનપ્રવૃત્તિમાં સક્રિય બન્યા. હાસ્યરસના લેખા એમણે ઠીકઠીક પ્રમાણમાં લખ્યા છે. એ લેખામાં બંડખાર વૃત્તિ અને જીવનની વિચિત્રતાનું આલેખન થયું છે. બુદ્ધિનું બજાર', ‘દેવેાને ખુલ્લા પત્ર', ‘૯ નવી વાર્તા' (૧૯૨૬), ‘દાઢ ડહાપણને સાગર' વગેરે એમના સગ્રહે। લોકપ્રિય થયા હતા. વિનેદશાસ્ત્ર' જેવુ હાસ્ય-સ્વરૂપ-વિષયક પુસ્તક પણ એમણે લખ્યું છે. ‘ફૅન્સી ફારસા' (૧૯૨૭) હાસ્ય-નાટકાનેા સંગ્રહ છે. ‘હૃદયની રસધાર' (૧૯૨૬)માં અર્વાચીન ઢબે લખેલાં હાસ્યરસનાં કાવ્યેા છે. એમની કૃતિઓમાં હાસ્ય સાથે કટાક્ષ પણ આવે છે. (ભૂ.) ગગનવિહારી મહેતા (૧૯૦૦–૧૯૭૪) : અલ્પ પણું સત્ત્વશીલ હાસ્યનિબધાથી ગુજરાતી સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન કરનાર ગગવિહારી લલ્લુભાઈ મહેતાના જન્મ અમદાવાદમાં નાગર પિરવારમાં ઈ. ૧૯૦૦ના એપ્રિલની ૧૫મીએ થયા હતા. સર રમણુભાઈ નીલકંઠનાં પુત્રી સૌદામિનીબહેન સાથે ઈ. ૧૯૨૪માં એમનું લગ્ન થયું હતું. એમણે માધ્યમિક અને ઉચ્ચ કેળવણી મુંબઈમાં લઈ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy