SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ Q. ૪ C અને હળવી રીતે એમણે નિરૂપણ કર્યું છે. ઘણી વાર એમની શૈલીમાં જણાતી એકવિધતા એમની મર્યાદા બને છે. પ`ડિતયુગમાં સ્વતંત્ર લેખનકાર્ય કરનાર સાહિત્યરસિકા જાણીતા અંગ્રેજી ગ્રંથૈાના અનુવાદ કરતા. ગીઝાના પ્રખ્યાત ગ્રંથ યુરોપના સુધારાને ઇતિહાસ' (૧૯૧૩) અને રૅશાલના ગ્રંથ નીતિશાસ્ત્ર’ (૧૯૧૭)ના અતિસુખશંકરે કરેલા અનુવાદો જાણીતા બન્યા હતા. કાલેજોમાં કે બીજે ભજવી શકાય એવી નાટિકા પ્રસંગેાપાત્ત એમણે રચી હતી. પિતા કમળાશંકર ત્રિવેદી સાથે જૂના વડાદરા રાજ્યની શાળાઓ માટે ત્રિવેદી વાચનમાળા'ના જુદાજુદા ભાગેાનું એમણે સંપાદન કર્યું હતું. બ્યામેરાચન્દ્ર પાઠકજી સાથે કાવ્યસાહિત્યમીમાંસા'ની રચના કરી. બુદ્ધિપ્રકાશ' અને ‘વસન્ત' વગેરેમાં તે અવારનવાર લેખા લખતા. યુનિવર્સિટીના સંચાલન અને ઉચ્ચ-શિક્ષણની પ્રવૃત્તિમાં સક્રિય રહેનાર અતિસુખશાંકર ત્રિવેદીના જીવનકાળ ગાંધીયુગના અંત સુધી વિસ્તરેલા હેાવા છતાં એ સમયમાં એમની લેખનપ્રવૃત્તિ થયેલી જણાતી નથી. ઉચ્ચશિક્ષણના વિદ્યાર્થીએ માટે તર્કશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના ગ્રંથાની અંગ્રેજીમાં એમણે રચના કરી હતી. કૅાલેજના ગુજરાતી વિદ્યાથી ઓને ઉપયોગી થઈ પડે એ માટે કમળાશ’કર ત્રિવેદીના ‘બૃહદ્વ્યાકરણ' પરથી પાચ બૃહદ્ વ્યાકરણ' નામના ગ્રંથ એમણે પ્રસિદ્ધ કર્યો હતા. (ભૂ. ) આ યુગના ચિંતનાત્મક ગહનગંભીર નિબંધસાહિત્યમાં દૂરકાળ અને અતિસુખશકર ત્રિવેદીની રચનાઓએ વિનેદ, લાલિત્ય અને સકતાને પ્રવેશ કરાવ્યા. એ નિબધા સુવાચ્ય અને સરળ હેાવા છતાં એની સાથે પાંડિત્યનુ વળગણ રહ્યા કરતું હતું. હાસ્ય અને વિનેાદ દ્વારા ગુજરાતી જીવનનું નિરૂપણુ કરતા લેખા માસિકા અને પત્રામાં પ્રસિદ્ધ થતા હતા ને તે લેાકપ્રિય બન્યા હતા. તેમાં અતિશયેક્તિનું અને ઘણી વાર તે જમાનાની રુચિને હલકુ લાગે એવું નિરૂપણુ થતું. આ કૃતિએ અતિસામાન્ય અને શિષ્ટતાનાં ધારણા વિનાની છે એમ માની તેની અવગણના પણ થતી. એ વાતાવરણમાં છેટાલાલ જાગીરદાર, મસ્તક્કાર અને જદુરાય ખધેડિયાની રચનાએ શિષ્ટજનામાં અને પડિત સાહિત્યકારામાં પણ ધ્યાનપાત્ર ખૂની હતી. સાહિત્યના ઇતિહાસમાં તેમનુ વિસ્મરણ થઈ શકે નહિ. ોટાલાલ ડા, જાગીરદાર (૧૮૮૬-૧૯૩૪) ધંધે વેપારી હતા છતાં હાસ્યરસના કુશળ લેખક તરીકે એમને સારી સિદ્ધિ અને પ્રસિદ્ધિ મળી હતી. વીસમી સદી'માં વિનાદાત્મક લેખા દ્વારા વાયાનું હળવું મનેારંજન કરતા એમના લેખા ‘ઊંધિયુ’(૧૯૨૯), ‘ફઈબાકાકી’ (૧૯૩૦), ‘સખરસિયુ” (૧૯૩૧) હું શિવજી દ્વા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy