SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ . ૪ મચડીને હાસ્ય નિષ્પન્ન કરાતું હોય એવું ક્યાંય લાગતું નથી. એમનો હાસ્યરસ ભદ્દો કે ઉપરછલે નથી, એ ઊંડો અને સૂક્ષ્મ છે. આથી જ એમનાં હાસ્યરસપ્રધાન લખાણો કલાની કટિએ પહોંચી શક્યાં છે. હાસ્યલેખન એમને મન ગંભીર પ્રવૃત્તિ છે. એમણે વર્ષો સુધી સામયિકામાં સતત લખ્યાં કર્યું છે, પરિણામે સર્વત્ર તેઓ ઊંચી કક્ષા જાળવી શક્યા નથી એ સ્વાભાવિક છે. આમ છતાંય એમને હાસ્યરસ શિષ્ટતાની મર્યાદા ક્યાંય ઓળંગતે નથી એ ઓછી નેંધપાત્ર સિદ્ધિ નથી. જન્મજાત નાગરી શિષ્ટતા અને સુરતી હળવાશ એમનાં લખાણોમાં સર્વત્ર ફરી રહી છે. એમની અભ્યાસવૃત્તિ અને વિદ્વત્તાએ એમને નૈસર્ગિક હાસ્યમાં વ્યવધાને ઊભાં નથી કર્યા બલકે એ હાસ્યને વિશિષ્ટતા બક્ષી છે એમાં એમની કલાકાર તરીકેની સભાનતા પ્રતીત થાય છે. એમનાં હાસ્યરસનાં લખાણો “રંગતરંગ' ભાગ ૧ (૧૯૩૨) થી ૬, “પાનનાં બીડાં”, “મારી નોંધપોથી', “અ૯પાત્માનું આત્મપુરાણ”, “વડ અને ટેટા”, “નજરઃ લાંબી અને ટૂંકી' (૧૯૫૬), “ત્રીજુ સુખ' (૧૯૫૭), “રોગ, યોગ અને પ્રયોગ તથા “તીની રોટલી' વગેરે ગ્રંથમાં સંગૃહીત થયાં છે. ધનસુખલાલ મહેતાના સહયોગમાં એમણે “અમે બધાં” નામક સળંગ કથા પણ લખી છે. હાસ્યરસના સાહિત્યસર્જનમાં વિશિષ્ટ સિદ્ધિ અને રિદ્ધિ દાખવવા બદલ એમને ૧૯૪૧ને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. ૧૯૬પમાં સુરત ખાતે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૩મા અધિવેશનનું એમને પ્રમુખપદ આપી સાહિત્યરસિક પ્રજાએ એમની અવિરત અને એકનિષ્ઠ સાહિત્ય પાસનાની સમ્યફ કદર કરી હતી. (પી.) જગજીવનદાસ ત્રિકમજી કોઠારી (૧૮૭૭) ઓલિયા જેવીને નામે હાસ્યરસને લેખક તરીકે જાણીતા થયા હતા. તેઓ મુખ્યત્વે સામયિકો માટે લખતા હોવાથી ઘણી વાર સામાન્ય મનોરંજન અને પુનરાવર્તન એમના લેખોમાં છે. માનવસ્વભાવની વિચિત્રતા, નબળાઈ, સ્વાર્થવૃત્તિ વગેરેનું આલેખન થતું હોવાથી એ કૃતિઓ હળવી બનવાની સાથે કોઈ વાર હલકી બની જતી ને તેને ઉદેશ વિચારણાને નહિ પરંતુ ગમે તે રીતે હસાવવાનું હોવાથી છીછરાપણું આવી જતું. આ મર્યાદા આ પ્રકારના બધા લેખકને નડે છે. પ્રસંગલક્ષિતા આવી કૃતિઓમાં મોખરે હેવાથી સમય જતાં એ કૃતિઓ આકર્ષણ જમાવી શકતી નથી. પંડિતયુગના ગંભીર વિચારભારથી કલાનું પ્રયોજન ચૂકે છે તે અહીં એવું અન્ય રીતે બનતું અનુભવાય છે. એમની કૃતિઓ “ઓલિયા જોષીને. અખાડો' ભાગ ૧, ૨ (૧૯૨૭; ૧૯૩૨) હાસ્યરસના સાહિત્યમાં સ્થાન ધરાવે છે. એમણે “ચંદ્રશેખર નાટક' (૧૯૧૫) પણ લખ્યું છે. (ભૂ.)
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy