SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકે-૧ [૧૯૯ એ જ અરસામાં વાર્તાલેખન આરંભી દીધું હતું. આમ છતાંય પશ્ચિમની ઢબે કલાભિમુખતાની ખેવના કરતી આપણી પ્રથમ પ્રકટ વાર્તા તે “મલયાનિલ'ની ગોવાલણી” જ. જોકે ધનસુખલાલ મહેતાએ પણ નવી રીતિની “પ્રતિબિંબ અને છાયા' તેમ જ અન્યાય નામક બે વાર્તાઓ ૧૯૧૮માં રચી હતી એવી માહિતી મળી આવી છે. “મલયાનિલ'ની અતિ પ્રચાર પામેલી વાર્તા ગોવાલણી'માં હળવા હાસ્ય સાથે વસ્તુગૂંફની ફાવટ અને પાત્ર તેમજ પ્રસંગેની ખિલવણની શક્તિને સુપેરે પરિચય થાય છે. અગાઉની વાર્તામાં ચાલ્યા આવતા સ્પષ્ટ બેધને તત્ત્વનું અહીં તિરોધાન થયેલું જોવા મળે છે. આથી ગુજરાતી ટૂંકી વાર્તાના ઈતિહાસમાં “મલયાનિલ” અને એમની આ વાર્તા સીમાચિહ્નરૂપ છે. “મલયાનિલ'માં કલાનિમિતિની સજજતા અને સૂઝ જોવા મળે છે તે એમના અન્ય સમકાલીનેમાં ઘણી ઓછી છે. એમણે જે અન્ય વાર્તાઓ લખી છે તે બધી જ એકસરખી સફળ નથી એ એમની આરંભદશાની સામવિક મર્યાદાનું જ પરિણામ ગણવું રહ્યું. છ-સાત વર્ષના ટૂંકા સર્જનગાળામાં એમણે જે આશા જન્માવી હતી તે જે એમને વધુ જીવનાવધિ મળી હોત તે સારી રીતે ફળીભૂત થઈ હેત એવું આશ્વાસન આપણને એમની “ગેવાલણ જેવી અર્ધ સફળ વાર્તા પરથી મળી રહે છે. એમનું ઈ. ૧૯૧૯ના જૂનની ૨૪મી તારીખે અકાળ અવસાન થયું તે પાંગરી રહેલી ગુજરાતી ટૂંકી વાર્તાને ક્ષેત્રે આઘાતક ઘટના હતી. એમની ૨૨ વાર્તાઓને નિધનત્તર સંગ્રહ “ગોવાલણી અને બીજી વાત ૧૯૩૫માં પ્રકટ થયો હતો. એમણે કાવ્યો પણ લખ્યાં છે અને ગીતાંજલિ'ની રચનાઓને ગુજરાતીમાં ઉતારી છે. (ધી.) તારાચંદ્ર પોપટલાલ અડાલજા (૧૮૮૭-૧૯૭૦) : તેમને જન્મ ૧૮૮૭ને કટોબરની ૧૭મીએ હળવદમાં મેઢ વણિક જ્ઞાતિમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ હળવદમાં પૂરું કરી મુંબઈની ફોર્ટ પ્રાયટરી હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લઈ ૧૯૦૫માં મૅટ્રિક થઈ ત્યાંની વિકટેરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્ટિટયટમાં જોડાઈ એલ.ટી.એમ.ની ઉપાધિ મેળવી હતી. ત્યાર બાદ તેઓ વડોદરા રાજ્યના વેપારઉદ્યોગ ખાતામાં વીવિંગ આસિસ્ટન્ટ તરીકે સેવાઓ આપતા હતા. આમ, વ્યવસાયે કાપડ ઉદ્યોગમાં પડયા છતાંય એમનો સાહિત્યશાખ એવો. કે એમણે "સાંજ વર્તમાન”, “ગુજરાતી' આદિ સામયિકમાં લેખો અને વાર્તાઓ લખવા માંડેલી. એ કાળે પિતાની ઐતિહાસિક વાર્તાઓથી એમણે વાચકનું ધ્યાન ખેંચ્યું હતું. એમના એ લેખનના ફળરૂપે “વીરની વાતો' ભાગ ૧ (૧૯૨૫), ભાગ ૨ (૧૯૨૬), ભાગ ૩ (૧૯૨૮), “પ્રેમપ્રભાવ' (૧૯૩૦) અને “વીરાંગનાની વાત” (૧૯૩૧) જેવા સંગ્રહ આપણને મળ્યા છે. તેમણે બેએક સિનેમા માટે વાર્તાઓ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy