SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ અન્ય ગદ્યલેખક-૧ મલયાનિલ' આદિ વાર્તાકારો કંચનલાલ વાસુદેવ મહેતા-મલયાનિલ' (૧૮૮૨–૧૯૧૯): કલાત્મક ગુજરાતી ટૂંકી વાર્તાના આદ્ય સર્જક લેખે ઓળખાતા “મલયાનિલ: કંચનલાલ વાસુદેવ મહેતા –ને જન્મ અમદાવાદમાં સાઠોદરા નાગર જ્ઞાતિમાં ઈ. ૧૮૯૨માં થે હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ ઈ. ૧૯૦૮માં મૅટ્રિકલેશનની પરીક્ષા પસાર કર્યા બાદ ઈ. ૧૯૧૨માં એ બી.એ. થયા હતા. સ્નાતક થયા પછી એમણે અમદાવાદમાં દીવાસળીના એક કારખાનામાં નોકરી સ્વીકારી અને ૧૯૧૬માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. વચ્ચે બે વાર એમણે એમ.એ.ની પરીક્ષા માટે તૈયારી તો કરી, પરન્ત નાદુરસ્ત તબિયતને કારણે એ આપી ના શક્યા. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સારી રીતે કામ થઈ શકશે એવી ગણતરીથી એમણે અમદાવાદ છોડયું, અને મુંબઈમાં ભાઈશંકર કાંગા નામક સેલિસિટરની પેઢીમાં નોકરી સ્વીકારી ને વકીલાત પણ શરૂ કરી. તેઓ અમદાવાદમાં હતા ત્યારે જ્ઞાતિસુધારણા માટે સ્વસુધારક સભાને સજીવન કરી અનેક પ્રવૃત્તિઓ આદરી હતી, તેઓ સ્નાતક થયા એ અરસામાં જ તેમણે લેખનને આરંભ કર્યો હતો. ત્યારે એ વખતનાં “સુન્દરી સુબોધ', “વાર્તાવારિધિ આદિ માસિકમાં એમણે ગોળમટોળ શર્માના તખલુસથી કાવ્યો અને વાર્તાઓ પ્રકટ કરવા માંડેલાં. આરંભની એમની વાર્તાઓ હાસ્યરસપ્રધાન હતી, પરંતુ અંગ્રેજી વાચનના પ્રભાવ તળે એમણે ધીમે ધીમે પિતાની વાર્તાઓને કલાલક્ષી બનાવવા માંડેલી. તેમણે ઈ. ૧૯૧૩માં “મલયાનલ' તખલ્લુસથી વાર્તાઓ લખવી શરૂ કરી ત્યારથી એ જ નામે લેખન જારી રાખ્યું હતું. મુંબઈ ગયા પછી “વીસમી સદી'ના તંત્રી હાજી મહમદ અલારખિયા શિવજીના પરિચયમાં તેઓ આવ્યા અને એમના પ્રોત્સાહનથી એમણે વાલણી” નામક વાર્તા લખી જે ૧૯૧૮માં “વીસમી સદીમાં પ્રકટ થઈ. એ પહેલાં પણ વાર્તાકલ્પ લખાણે લખાતાં તે હતાં જ, પરંતુ તેમાં મુખ્યત્વે ઉપદેશ આગળ તરી આવતો હતો. આ બોધાત્મકતાના ભોરણમાંથી વાર્તાને મુક્ત કરવાને સર્વ પ્રથમ પ્રયાસ ઈ. ૧૯૦૪માં રણજિતરામ વાવાભાઈ મહેતાએ “હીરા” નામક વાર્તા રચીને કર્યો હતે. પરંતુ એ વાર્તાની ભાષાશૈલી પૂરતી ઘડાયેલી નહોતી. “મલયાનિલ'ને સમકાલીન ધનસુખલાલ મહેતાએ પણ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy