SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં૪ અનુભવ કરાવીને તેના મનને “ભર્યો ભર્યો અનુભવ કરાવી શકે છે પરંતુ એ જ લખાણે પૃથક્કરણાત્મક ઝીણવટભરી તટસ્થ અવેલેકનામાં ઘણું “હવાઈ' અને ક્યારેક આડંબરી જ નહિ પણ વિરોધાત્મક પણ જણાશે. આમ છતાં “વિયતિ બહુતરમ' એવી એમની નિરૂપણરીતિ આકર્ષક પ્રભાવક અને અસરકારક નીવડે જ છે અને હૃદયને “તર્કથી બૌદ્ધિક રીતે નહિ પણ ભાવનાશીલતાથી કશીક “પ્રતીતિ કરાવી જવામાં સફળ નીવડે છે. ઉત્કટ ગૂર્જર પ્રેમમાંથી જન્મેલાં તેમનાં “ગુજરાતી અસ્મિતા'નાં નિબંધસ્વરૂપે, નવલકથા સ્વરૂપે તેમ જ ઈતિહાસ સ્વરૂપે આલેખન શાસ્ત્રીય અવકને ઊણાં ઊતરે તે પણ ગુજરાતી પ્રજાના હૃદયમાં “ગુજરાતની અમિતા પ્રગટાવવામાં અવશ્ય સફળ નીવડ્યાં છે એ હકીકત સ્વીકારવી જ રહી. તેમની સામાજિક વિદ્રોહાદિ ભાવનાઓમાં તેમની વિચારણું અને તર્કસંગત રજૂઆત કરતાં, તેમની સ્વપ્નદશ રંગીન પ્રગભતા વધુ કામયાબ નીવડ્યાં જણાય છે. કારણ સ્પષ્ટ છે – મુનશી સ્વભાવે સ્વપ્નદ્રષ્ટા છે, શૈલીએ રંગદશી છે. તેમની શક્તિ અને મર્યાદા બંનેનાં એમાં જ મૂળ રહ્યાં છે. વિવેચનક્ષેત્રે, પ્રણાલિકાભંગ, ઐતિહાસિક નવલકથાવિષયક તેમનાં મંતવ્ય, સરસતાવાદ, મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિસંપ્રદાયવિષયક તેમનાં લખાણો વગેરે મહત્ત્વનાં ગણાય. એક રીતે તે તેમના વિવેચને તેમની સાહિત્યકૃતિઓને ભૂમિકા પૂરી પાડી છે તે તેમની કૃતિઓએ તેમના વિવેચનને દૃષ્ટાંતો પૂરાં પાડયાં છે અને બંને પરસ્પર પૂરક બની રહ્યાં છે; અને પરસ્પર પૂરક પ્રવૃત્તિમાંથી જ ગુજરાતને ગોવર્ધનયુગ અને ગાંધીયુગના સાહિત્યમૂલ્યોની પડેછે રોમેન્ટિક સાહિત્યદષ્ટિનું “સરસતાને મૂલ્યનું પ્રસ્થાન મળ્યું છે. બે મહાપ્રભાવ વચ્ચે પોતાની રીતે, પોતાના અર્થમાં “સરસતા'ના મૂલ્યનું સ્થાપન કરવું અને તેને ગુજરાતી સાહિત્યનું પ્રભાવક પરિબળ બનાવવું એ સિદ્ધિ નાનીસૂની નથી. દયારામના શૃંગારને આગવી રીતે ઉકેલતાં કે મધ્યકાલીન ભક્તિપ્રવાહને પોતાની રીતે મૂલવતાં મુનશીનાં લખાણે મહત્ત્વનાં તો છે જ – તેમનાં મંતવ્યો સાથે સંમત થઈએ કે ન થઈએ; અને સૌથી વધુ તે “Gujarat And Its Literature' (૧૯૩૫) એ સાહિત્યના ઈતિહાસગ્રંથની રચના તેમને અદ્યાપિપર્યત તે ક્ષેત્રે “અનન્ય’ ગણાવે તેવું સ્થાન અપાવે છે. તે ઇતિહાસના “અંતિમ પ્રકરણ” પછી બીજે એવડો ગ્રંથ થાય તેટલો કાળ વહી ગયો છતાં હજી એવો બીજો ઇતિહાસ ગુજરાતમાં રચાયે નથી એ હકીક્ત જ મુનશીની સિદ્ધિનું મૂલ્ય સૂચવે છે. એટલે સાહિત્યવિવેચનક્ષેત્રે, મુનશી મોટા વિવેચક ગણાય કે ન ગણાય, વિવેચકે તે તેમને ટાળી ન શકે તેટલાં અને તેવાં તેમનાં પ્રદાન-પ્રભાવ તો અવશ્ય રહ્યાં જ છે તે સ્પષ્ટ છે. મુનશીએ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy